Kuldeep Yadav Reached Bageshwar Baba Dham: કુલદીપ યાદવ વિશ્વ કપ માટે પોતાની તૈયારીઓ શરૂ કરશે. તેના પહેલા તેમણે બાગેશ્વર ધામમાં પહોંચીને પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના આશીર્વાદ લીધા હતા.
બાગેશ્વર ધામ પહોંચ્યા કુલદીપ યાદવ
પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના આશીર્વાદ લીધા
સોશિયલ મીડિયા પર તસવીરો વાયરલ
કુલદીપ યાદવને એશિયા કપ 2023માં શામેલ કરવામાં આવ્યો છે. તેમણે કમાલનું પ્રદર્શન કરતા ટીમ ઈન્ડિયા માટે મહત્વની ભુમિકા નિભાવી. આ ટૂર્નામેન્ટમાં તેમને પ્લેયર ઓફ ધ સીરિઝની ટ્રોફી મળી હતી. જોકે હવે વિશ્વ કપ માટે પોતાની તૈયારીઓ શરૂ કરશે. તેના પહેલા તેમણે બાગેશ્વર ધામમાં પહોંચીને પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના આશીર્વાદ લીધા હતા. જેના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. ખાસ વાત એ છે કે આ વખતે તે પોતાના પરિવારની સાથે બાબાના દરબારમાં પહોંચ્યા છે.
भारतीय स्पिनर कुलदीप यादव जी बागेश्वर धाम सरकार की शरण में…| bageshwar dham sarkar pic.twitter.com/F2AFOEtltN
બાબાના દરબારમાં પહોંચ્યા કુલદીપ યાદવ
એશિયા કપ 2023માં કુલદીપ યાદવે કમાલનું પ્રદર્શન કર્યું હતું. આ ટૂર્નામેન્ટ બાદ તેમણે વિશ્વ કપમાં ભાગ લેવાનો છે. તેની શરૂઆત 5 ઓક્ટોબરથી થવા જઈ રહી છે. પરંતુ આ પહેલા તેમણે બાબા બાગેશ્વર ધામ પહોંચીને ધીરેન્દ્ર શાસ્ત્રીના આશીર્વાદ લીધા.
चाइनामैंन के नाम से विश्वप्रसिद्ध भारतीय स्पिन जादूगर और पूज्य सरकार के अतिप्रिय शिष्य कुलदीप यादव जी पहुँचे बागेश्वर धाम सरकार के दर्शन हेतु…एशिया कप में मैन ऑफ़ सीरिज़ का ख़िताब जीतने के बाद पूज्य सरकार का आशीर्वाद लेने पहुँचे…आगामी विश्व कप में अच्छे प्रदर्शन के लिए लिया… pic.twitter.com/sofZUwoQnM
જેના ફોટો પણ ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યા છે. આ ફોટોમાં જોઈ શકાય છે કે કુલદીપ પૂજા પણ કરી રહ્યા છે. તેમના ફોટો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યા છે.
એશિયા કપ 2023 પહેલા પણ આશીર્વાદ લેવા પહોંચ્યા હતા કુલદીપ
તમને જણાવી દઈએ કે એશિયા કપ 2023ની શરૂઆત પહેલા પણ કુલદીપ યાદવ બાબાના દરબારમાં પહોંચ્યા હતા. તેમણે પોતાના સારા પ્રદર્શનના વિષયમાં બાબાના આશીર્વાદ લીધા હતા. જોકે ત્યાર બાદ તેમણે એશિયા 2023માં શાનદાર પ્રદર્સન પણ કર્યું. ત્યાં જ કુલદીપ મેગા ઈવેન્ટ પહેલા વૃંદાવનમાં પણ જોવા મળ્યા હતા.
सीकर में बागेश्वर धाम सरकार के दर्शन करने के लिए पहुंचे भारतीय क्रिकेटर युजवेंद्र चहल..| @BageshwarDhamSarkar pic.twitter.com/eIHyUZ8ooo
— Bageshwar Dham Sarkar (Official) (@bageshwardham) September 2, 2023