બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / before Dhanteras, a major incident took place in Dehradun's Reliance Jewelery Showroom, see Video

ક્રાઇમ / 32 મિનિટમાં 20 કરોડની લૂંટ... ધનતેરસ પહેલાં દેહરાદૂનના રિલાયન્સ જ્વેલરી શોરૂમમાં મોટી ઘટનાને અપાયો અંજામ, જુઓ Video

Megha

Last Updated: 09:39 AM, 10 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાષ્ટ્રપતિની મુલાકાત દરમિયાન દેહરાદૂનના સૌથી વ્યસ્ત રોડ પર આવેલ જ્વેલરી શોરૂમમાં લૂંટની ઘટના બની હતી. 32 મિનિટમાં બદમાશોએ 20 કરોડના દાગીના લૂંટી સ્થળ પરથી ફરાર થઈ ગયા.

  • દેહરાદૂનના સૌથી વ્યસ્ત રોડ પર જ્વેલરી શોરૂમમાં ચોરી 
  • ચોરી દરમિયાન શોરૂમમાં 11 જેટલા કર્મચારીઓ હાજર હતા
  • લુંટેરાઓ લગભગ 32 મિનિટ સુધી શોરૂમની અંદર રહ્યા હતા

દેહરાદૂનના રાજપુર રોડ સ્થિત જ્વેલરી શોરૂમમાં ગુરુવારે સવારે થયેલી લૂંટની ઘટના બની હતી જે બાદ દેહરાદૂન પોલીસની સુરક્ષા પર ઘણા પ્રશ્નો ઉઠી રહ્યા છે. રાષ્ટ્રપતિની મુલાકાત દરમિયાન, માસ્ક પહેરીને પ્રવેશેલા સશસ્ત્ર લૂંટારાઓએ શોરૂમની અંદરથી 20 કરોડ રૂપિયાથી વધુની કિંમતની લૂંટ કરીને ભાગી ગયા હતા. શોરૂમમાંથી ભાગતી વખતે બદમાશોએ ત્યાંના કર્મચારીઓને રસોડામાં બંધ કરી દીધા હતા. સાથે જ ભાગતા સમયે ત્યાં કોઈને અડધો કલાક બહાર ન નીકળવાની ચીમકી પણ આપી હતી. 

દેહરાદૂનના સૌથી વ્યસ્ત રોડ પર જ્વેલરી શોરૂમમાં ચોરી 
દેહરાદૂનના સૌથી વ્યસ્ત VVIP રાજપુર રોડ પર ગ્લોબ ચોક પાસે રિલાયન્સ જ્વેલ્સ નામનો જ્વેલરી શોરૂમ છે. ગુરુવારે સવારે લગભગ 10 વાગ્યે શોરૂમ ખુલ્યો હતો. દસ મિનિટ પછી માસ્ક પહેરેલા ચાર લોકો શોરૂમમાં પહોંચ્યા જેને પહેલા સિક્યુરિટી ગાર્ડ હયાત સિંહને અંદર ખેંચ્યો. આ પછી, શોરૂમના સમગ્ર સ્ટાફને બંદૂકની અણી પર બંધક બનાવવામાં આવ્યો હતો અને દરેકના મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યા હતા.  

આ દરમિયાન શોરૂમમાં 11 જેટલા કર્મચારીઓ હાજર હતા. જેમાં મોટાભાગની મહિલાઓ હતી. જ્યારે કેટલાક કર્મચારીઓએ વિરોધ કર્યો તો બદમાશોએ તેમને માર મારવાનું શરૂ કર્યું.

શોરૂમના કર્મચારીઓને રસોડામાં બંધ કરી દીધા
ધાકધમકી આપીને શોરૂમમાં ડિસ્પ્લેમાં લાગેલ જ્વેલરી બેગમાં ભરાવી લીધી અને આ પછી, તેઓએ શોરૂમના કર્મચારીઓને રસોડામાં બંધ કરી દીધા હતા અને અડધા કલાક પહેલા બહાર ન આવવાની ધમકી આપીને ભાગી ગયા હતા. ઘટના દરમિયાન આ લુંટેરાઓ લગભગ 32 મિનિટ સુધી શોરૂમની અંદર રહ્યા હતા. લુંટેરાઓ ગયા પછી રસોડામાંથી બહાર આવેલા કર્મચારીઓએ પોલીસ અને તેમના વરિષ્ઠ સ્ટાફને જાણ કરી હતી.

બદમાશોએ અડધા કલાક સુધી શોરૂમમાં લુંટ ચલાવી
જણાવી દઈએ કે આ શોરૂમ રાજપુર રોડ પર ગ્લોબ ચોક પાસે છે. જે કોમ્પ્લેક્સમાં શોરૂમ આવેલો છે તે ચાર માળની બિલ્ડીંગ છે અને બેઝમેન્ટમાં પાર્કિંગ છે. અહીં મોટી સંખ્યામાં લોકોની અવરજવર રહે છે પરંતુ બદમાશોએ અડધા કલાક સુધી શોરૂમમાં લુંટ ચલાવી હતી અને તેની કોઈને જાણ નહોતી. જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે જ આસપાસના લોકોને ખબર પડી કે લૂંટની ઘટના બની છે. જોકે, લૂંટારુઓ નાસી છૂટતા નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હતા.  

રાષ્ટ્રપતિની સુરક્ષા વચ્ચે મોટી ઘટના બની 
રાષ્ટ્રપતિની મુલાકાતને કારણે સમગ્ર રાજ્યમાંથી પોલીસ દળો સુરક્ષા વ્યવસ્થા માટે શહેરમાં પહોંચી ગયા હતા. માર્ગો પર વિવિધ સ્થળોએ ફોર્સ તૈનાત કરવામાં આવી છે. ઘટનાના એક કલાક પહેલા રાષ્ટ્રપતિનો કાફલો રાજપુર રોડ પરના શોરૂમ આગળથી દોઢ કિલોમીટર આગળથી પસાર થઈ ગયો હતો. દરમિયાન આ ઘટનાને પગલે કાયદો અને વ્યવસ્થા પર પ્રશ્નાર્થ સર્જાયો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ