ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Fashion & Beauty / Be careful about monsoon eye makeup

ટિપ્સ / મોનસુનમાં આઇમેકઅપ કરતા પહેલા આટલુ ધ્યાન રાખો

Published By: Juhi

Last Updated: 05:17 PM, 10 August 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વરસાદના પાણીમાં ભળેલા કણો જ્યારે આંખમા આવે છે ત્યારે આંખો બળવી, આંખોમા ખંજવાળ અને ઝાંખુ દેખાવુ જેવી સમસ્યાઓ સામે આવે છે.

ADVERTISEMENT

વારંવાર હાથથી આંખો ચોળવાથી હથેળી પર રહેલા બેક્ટેરિયા આંખની નાજુક કોશિકાઓને નુકશાન પહોંચાડે છે. આવા સંજોગોમાં આ સંક્રમણ ધીમે ધીમે ગંભીર રુપ ધારણ કરે છે અને આંખમાં લાલાશની સાથે દુખાવો પણ થાય છે. તેથી વરસાદની મોસમમાં આંખોને લઇને જરુરી સાવધાની રાખવામાં આવે તો પરેશાનીથી બચી શકાય છે.

બેક્ટેરિયલ
વરસાદ દરમિયાન વાતાવરણમાં ફેલાયેલા બેક્ટેરિયાનો હુમલો જ્યારે આંખ પર થાય છે ત્યારે તેનાથી થતા સંક્રમણને બેક્ટેરિયલ કંજક્ટિવાઇટિસ કહે છે. આ સીઝનમાં બેક્ટેરિયાના કારણે આઇ ફ્લુનુ સંક્રમણ સામાન્ય થઇ જાય છે. સવારે ઉઠો ત્યારે આંખો ચિપકેલી હોય તેવુ પણ બને છે. આંખમાથી પાણી નીકળે છે.

વાઇરલ
આ રોગ વાઇરલ આઇ ફ્લુ એડીનો વાયરસના સંક્રમણના કારણે થાય છે. તેનાથી એક કે બંને આંખો પ્રભાવિત થાય છે. આંખો લાલ થવાની સાથે ઝાંખુ દેખાય છે. ક્યારેક ક્યારેક કાન પાસે પણ સોજો આવી જાય છે.

એલર્જી
આંખોમાં ખુબ ખંજવાળ આવવાની સાથે આંખોનો રંગ પણ લાલ થઇ જાય છે. પાંપણ સુજી જવાની સાથે આંખોમાં ભારેપણુ પણ અનુભવાય છે. આંખો પણ ભારે લાગે છે.

કેમિકલ
આ આંખોની ગંભીર સમસ્યા છે. જે મુખ્ય રીતે સ્વિમિંગ પુલમાં નહાવાથી થાય છે. આંખોના મેકઅપ માટે ઉપયોગમાં લેવાતી બ્યુટી પ્રોડક્ટ પણ પરેશાનીનું કારણ બને છે. તેમાં રહેલા કેમિકલ્સના કારણે આંખોમાં ચુભન થાય છે. આંખ ખોલવામા પણ તકલીફ પડે છે.

ઉપાય
- દિવસમાં 3-4 વાર આંખો ઠંડા પાણીથી ધુઓ
- આંખોની સફાઇ માટે સ્વચ્છ કપડાનો ઉપયોગ કરો
- આંખોને વારંવાર ન અડો કે વારંવાર ન ખંજવાળો
- આ મોસમમાં આઇલાઇનર લગાવવાથી બચો
- સંક્રમિત વ્યક્તિથી થોડા દુર રહો
- મોનસુનમાં સ્વિમિંગપુલમાં નહાવાથી બચો

સંકળાયેલા મુદ્દાઓ

Beauty tips Eyemakeup lifestyle tips

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ