બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Balcony collapses in Navsari: Untimely death of 40-year-old woman

દુર્ઘટના / નવસારીમાં કાળ બનીને તૂટી બાલ્કની: 40 વર્ષની મહિલાનું અકાળે મૃત્યુ, જર્જરિત ઈમારતની નોટિસ છતાં રહેતા હતા લોકો

Priyakant

Last Updated: 09:31 AM, 7 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Navsari Complex Collapses News: કોમ્પલેક્ષની ચારેય ઈમારત જર્જરિત હોવાથી પાલિકાએ આપી હતી નોટિસ, અગાઉ જર્જરિત થયેલી બે ઈમારત તોડી પડાઈ હતી, હજુ પણ અન્ય બે જર્જરિત ઈમારતમાં રહે છે લોકો

  • નવસારીના વોર્ડ-4માં કમેલા રોડ પર કોમ્પલેક્ષની બાલ્કની તૂટી
  • જર્જરિત લોખંડવાલા કોમ્પલેક્ષના પહેલા માળની બાલ્કની તૂટી પડી
  • બાલ્કનીમાં ઉભેલી યુવતી નીચે પટકાતા મૃત્યુ
  • યુવતીને ગંભીર હાલતમાં નજીકની હોસ્પિટલમાં ખસેડાઈ હતી
  • હોસ્પિટલમાં સારવાર દરમિયાન 40 વર્ષીય મહિલાનું મૃત્યુ

Navsari Complex Collapses : નવસારીમાં કોમ્પલેક્ષની બાલ્કની એક મહિલા માટે કાળ બની હોવાનું સામે આવ્યું છે. વાત જાણે એમ છે કે, નવસારીમાં એક જર્જરિત કોમ્પલેક્ષના પહેલા માળે એક મહિલા ઊભી હતી. જોકે આ જર્જરિત કોમ્પલેક્ષની બાલ્કની તૂટતાં મહિલા નીચે પટકાઈ હતી. જે બાદ મહિલાને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જોકે મહિલાને ગંભીર ઇજાઓ પહોંચી હોઇ સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. નોંધનિય છે કે, નવસારી પાલિકા જર્જરિત બિલ્ડિંગો અને કોમ્પલેક્ષને માત્ર નોટિસ આપીને જ સંતોષ માની રહી હોવાનું ચર્ચાઇ રહ્યું છે. 

નવસારીના વોર્ડ નં. 4 માં કમેલા રોડની  ઘટના 
નવસારી શહેરના વોર્ડ નં.4માં કમેલા રોડ પર આવેલ જર્જરિત લોખંડવાલા કોમ્પલેક્ષના પહેલા માળની બાલ્કની તૂટી પડી હોવાની ઘટના સામે આવી છે. આ દુર્ઘટના બની ત્યાં 40 વર્ષીય રઈસાબાનુ રાઈન પહેલા માળે હાજર હતા. આ દરમિયાન બાલ્કની તૂટતાં પહેલા માળેથી નીચે પટકાયા બાદ તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું છે. 

નગરપાલિકા માત્ર નોટિસો આપી માની રહી છે સંતોષ 
નવસારીમાં બાલ્કનીમાં ઉભેલી મહીલા નીચે પટકાતા મોત નિપજ્યાં બાદ હવે સામે આવ્યું છે કે, કોમ્પલેક્ષની ચારેય ઇમારતોને અગાઉ પાલીકાએ નોટીસ આપી હતી. જર્જરીત હોવાથી પાલિકા દ્વારા સમારકામની નોટીસ અપાઈ હતી. આ તરફ હવે ઘટના બાદ પાલિકાએ બિલ્ડીંગ ખાલી કરાવવાનું શરુ કર્યું છે. પણ નગરજનોમાં ચર્ચા છે કે, પાલિકા માત્ર નોટિસો આપી સંતોષ માની રહી છે. અગાઉ જર્જરીત થયેલી બે ઈમારતોને તોડી પડાઇ હતી. તો હજુ પણ જર્જરિત બે ઇમારતોમાં લોકો રહે છે. જો હજી કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ ? તેવા સવાલો નવસારીમાં ઉઠી રહ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ