બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Auto sweep facility how it turns your savings account into high return giving FD

તમારા કામનું / સેવિંગ્સ એકાઉન્ટ પર મેળવવું છે બમણું રિટર્ન? તો ફટાફટ બેંકમાં જઇને કરો આ કામ, રહેશો ફાયદામાં

Bijal Vyas

Last Updated: 12:33 PM, 25 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઓટો સ્વીપ શું છે અને તે કેવી રીતે કામ કરે છે તે વિશે કેટલાક લોકો જાણતા હશે, પરંતુ ઘણા એવા હશે જેમને તેના વિશે ઓછી કે કોઈ જાણકારી નથી, આવો જાણીએ વિગત.....

  • ઓટો સ્વીપ ફેસિલિટી તમારે એકવાર શરૂ કરવી પડશે.
  • આ પછી આ ઓટોમેટિક કાર્ય કરે છે.
  • આમાં તમારા પૈસા FDમાં ફસાયેલા નથી.

Auto sweep facility: સેવિંગ્સ એકાઉન્ટનું વ્યાજ દર ખૂબ જ ઓછુ હોય છે. આ એક સામાન્ય વાત છે. લોકોને આનાથી જલ્દી કોઈ સમસ્યા નથી થતી કારણ કે તેઓ માને છે કે, તેમણે બચતમાં પૈસા વધારવાના નથી, તેમને ફક્ત તેને બચાવવાના છે. પણ હવે આટલાથી સંતુષ્ટ થવાની જરૂર નથી. તમે હવે ઓટો સ્વીપ ફેસિલિટીની મદદથી તમારા બચત ખાતાના નાણાંને સારા રિટર્નના મેળવી શકો છો.

ઓટો સ્વીપ શું છે અને તે કેવી રીતે કામ કરે છે તે વિશે કેટલાક લોકો જાણતા હશે, પરંતુ ઘણા એવા હશે જેમને તેના વિશે ઓછી કે કોઈ જાણકારી નથી. જો તમે પણ આ સુવિધા વિશે જાણવા માંગતા હોય. તો આવો જાણીએ શું છે ઓટો સ્વીપ ફેસિલિટી.

બચતના પૈસા પર વગર જોખમે મેળવો બમ્પર રિટર્ન, જાણો FD કરવાના 5 ઉત્તમ ફાયદા fixed  deposit get great returns without risk know these 5 great benefits of fd

ઓટો સ્વીપ ફેસિલિટી
આમાં, તમારા પૈસા સેવિંગ્સ એકાઉન્ટ જાય છે પરંતુ મર્યાદિત રકમ સુધી. જલદી રકમ તે મર્યાદાને વટાવે છે, વધારાની રકમ FDમાં બદલાઇ જાય છે, જે એકાઉન્ટ ધારકને સારું રિર્ટન મેળવવામાં મદદ કરે છે. તમારે આ માટે કોઈ પ્રયત્ન કરવાની જરૂર નથી, તે આપોઆપ થાય છે. તેથી જ તેને ઓટો સ્વીપ ફેસિલિટી કહેવામાં આવે છે.

ઉદાહરણથી સમજો
માની લો કેસ તમે ઓટો સ્વીપ ફેસિલિટીની સાથે એક સેવિંગ્સ એકાઇન્ટ ખોલો. હવે તમારે આમાં એક મર્યાદા નક્કી કરવી પડશે કે કેટલી રકમ પછી તમારા પૈસા FDમાં કન્વર્ટ થઈ શકશે. ધારો કે તમે 10,000 રૂપિયાની મર્યાદા નક્કી કરી અને 40,000 રૂપિયા ખાતામાં નાખો. એટલે કે રૂ. 30,000 એ વધારાની રકમ છે જે એફડીમાં રૂપાંતરિત થશે. તમને આ રકમ પર FD વ્યાજ અને 10,000 પર બચત ખાતાનું વ્યાજ મળશે.

હવે FD તોડાવવા પર ચૂકવવી પડશે મસમોટી પેનલ્ટી, આ બૅન્કે કડક કરી નાંખ્યા  નિયમો | penalty has to be paid for breaking the FD, the bank has change the  rules.

જો તમને શંકા છે કે એફડીમાં કન્વર્ટ થયેલા પૈસા ફસાઈ જશે તો તમે ખોટું વિચારી રહ્યા છો. વાસ્તવમાં, તમે કોઈપણ સમયે ઓટો સ્વીપ દ્વારા FDમાં રકમ ઉપાડી શકો છો. જ્યારે તમને પૈસાની જરૂર પડશે, ત્યારે આ રકમ બચત ખાતામાં આવશે અને તમે આ પૈસા સરળતાથી ઉપાડી શકશો. નોંધનીય છે કે, ઓટો સ્વીપ દ્વારા એફડી પરનું વળતર દરેક ખાતામાં બદલાય છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ