બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Asian Games 2023, Day 14 : India win men's kabaddi Gold after controversial finish

એશિયન ગેમ્સ / ક્રિકેટ-કબડ્ડીમાં પણ ભારતને ગોલ્ડ, ભારતના ગોલ્ડન ખેલાડીઓ છવાઈ ગયા, વાગ્યો દુનિયામાં ડંકો

Hiralal

Last Updated: 03:11 PM, 7 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચીનમાં ચાલી રહેલી એશિયન ગેમ્સમાં ભારતીય ખેલાડીઓ શાનદાર દેખાવ કરી રહ્યાં છે અને તેઓ દરેક ક્ષેત્રમાં ગોલ્ડ જીતી રહ્યાં છે.

  • એશિયન ગેમ્સમાં 14મો દિવસ ભારત માટે ખૂબ ખાસ રહ્યો
  • એક જ દિવસમાં ઘણા મેડલ જીત્યાં 
  • આજે બેડમિન્ટન, ક્રિકેટ અને કબડ્ડીમાં મળ્યો ગોલ્ડ 
  • એશિયન ગેમ્સમાં ભારતે પહેલી વખત 100 મેડલનો આંકડો પાર કર્યો

એશિયન ગેમ્સ 2023નો 14મો દિવસ ભારત માટે ખૂબ જ ખાસ રહ્યો છે. એશિયન ગેમ્સમાં ભારતે પહેલી વખત 100 મેડલનો આંકડો પાર કર્યો છે અને અત્યાર સુધી 102 મેડલ જીત્યાં છે. ભારતીય પુરુષ ક્રિકેટ ટીમે શનિવારે વરસાદથી પ્રભાવિત મેચમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. વરસાદને કારણે મેચ રદ થઈ જતા ભારતને વિજેત જાહેર કરાયું અને તેને ગોલ્ડ મળ્યો હતો. ભારતીય ટીમ રેન્કિંગમાં અફઘાનિસ્તાન કરતા આગળ હોવાથી તેને ગોલ્ડ મેડલ મળ્યો હતો. વરસાદના કારણે ભારતીય ટીમને બેટિંગ કરવાની તક મળી ન હતી.  

મેન્સ કબડ્ડીમાં પણ ભારતને ગોલ્ડ
ભારતીય પુરુષ ટીમે કબડ્ડીમાં પણ ગોલ્ડ જીતી લીધો છે. ભારત વિવાદીત મેચમાં ઈરાનને હરાવીને ગોલ્ડ જીત્યો હતો. 

બેડમિંટનમાં પણ ભારતને ગોલ્ડ 
બેડમિંટનમાં સાત્વિકસાઈરાજ રાન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડીએ મેન્સ ડબલ્સમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે. એશિયાડમાં બેડમિંટન ડબલ્સમાં ભારતનો આ સૌપ્રથમ ગોલ્ડ છે. વહેલી સવારની તીરંદાજીમાં અદિતિ ગોપીચંદે મહિલાઓની કમ્પાઉન્ડ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો, જ્યારે જ્યોતિ સુરેખાએ ગોલ્ડ પર કબજો જમાવ્યોનથી. આ પછી મેન્સ કમ્પાઉન્ડ ઈવેન્ટની ફાઈનલમાં ઓજસ અને અભિષેકની જોડીએ અનુક્રમે ગોલ્ડ અને સિલ્વર જીત્યા હતા. આ પછી મહિલા કબડ્ડીમાં ભારતે ચાઈનીઝ તાઈપેઈને હરાવીને ગોલ્ડ પર કબજો જમાવ્યો. આ સાથે ભારતે એશિયન ગેમ્સમાં 103 મેડલ્સ જીતી લીધા છે. ભારતે અત્યાર સુધીમાં 28 ગોલ્ડ, 35 સિલ્વર અને 40 બ્રોન્ઝ જીત્યા છે. કુસ્તીમાં ભારતીય કુસ્તીબાજ દીપક પુનિયાએ ફાઈનલમાં પ્રવેશ મેળવીને વધુ એક મેડલ નિશ્ચિત કરી દીધો છે.

ભારતને અત્યાર સુધી મળ્યાં 102 મેડલ
એશિયન ગેમ્સમાં ભારતને અત્યાર સુધી 102 મેડલ મળ્યાં છે અને ખેલાડીઓના શાનદાર પર્ફોમને જોતા હજુ આંકડો વધશે તે નક્કી છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Asian Games 2022 Asian Games india asian games 2023 એશિયન ગેમ્સ એશિયન ગેમ્સ 2023 asian games 2023
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ