બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / asia cup 2023 schedule team india record against pakistan sri lanka bangladesh

Asia Cup 2023 / આખરે આતુરતાનો અંત: આજે એશિયા કપના શેડ્યૂલનું થશે એલાન, PCB તરફથી આવી સૌથી મોટી અપડેટ

Manisha Jogi

Last Updated: 10:35 AM, 19 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટૂંક સમયમાં એશિયા કપ 2023નું શિડ્યુલ જાહેર થઈ શકે છે. ભારતીય ટીમનો આ ટુર્નામેન્ટમાં અત્યાર સુધી ખૂબ જ શાનદાર રેકોર્ડ રહ્યો છે. ભારતીય ટીમ અન્ય ટીમો પર ભારે પડી છે.

  • ટૂંક સમયમાં એશિયા કપ 2023નું શિડ્યુલ જાહેર થઈ શકે છે
  • ભારતીય ટીમનો અત્યાર સુધી ખૂબ જ શાનદાર રેકોર્ડ
  • ભારતીય ટીમ અન્ય ટીમો પર ભારે પડી છે

 ટૂંક સમયમાં એશિયા કપ 2023નું શિડ્યુલ જાહેર થઈ શકે છે. આ ટુર્નામેન્ટનું આયોજન હાઈબ્રીડ મોડલમાં કરવામાં આવશશે. આ ટુર્નામેન્ટ પાકિસ્તાન અને શ્રીલંકામાં રમવામાં આવશે, 31 ઓગસ્ટથી આ ટુર્નામેન્ટની શરૂઆત થશે. ભારતીય ટીમનો આ ટુર્નામેન્ટમાં અત્યાર સુધી ખૂબ જ શાનદાર રેકોર્ડ રહ્યો છે. ભારતીય ટીમ અન્ય ટીમો પર ભારે પડી છે. આ વખતે પણ ટુર્નામેન્ટમાં ભારતનું પલડુ ભારે રહી શકે છે. આ ટુર્નામેન્ટનો ખિતાબ ભારતીય ટીમે અત્યાર સુધીમાં 7 વાર જીત્યો છે અને પાકિસ્તાને માત્ર બે વાર ખિતાબ જીત્યો છે. 

એશિયા કપ 2023નું શિડ્યુલ જાહેર થયું નથી. મીડિયા રિપોર્ટ્સ ન્સાર પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના કારણે એશિયા કપ 2023ના કારણે શિડ્યુલ જાહેર કરવામાં મોડુ થઈ રહ્યું છે. આ ટુર્નામેન્ટના રેકોર્ડ પર ધ્યાન આપવામાં આવે તો ભારતીય ટીમે 14 વાર આ ટુર્નામેન્ટમાં ભાગ લીધો છે અને 7 વાર ખિતાબ જીત્યો છે. શ્રીલંકન ટીમ 6 વાર ચેમ્પિયન રહી છે અને પાકિસ્તાનની ટીમ બે વાર ચેમ્પિયન રહી છે. બાંગ્લાદેશ એકપણ વાર આ ટુર્નામેન્ટનું ટાઈટલ જીતી શક્યુ નથી. આ વખતે પણ ભારતનું પલડુ ભારે રહી શકે છે. 

ભારતે પહેલી વાર વર્ષ 1984માં એશિયા કપનું ટાઈટલ જીત્યુ હતું. આ મેચ વન ડે ફોર્મેટમાં રમાઈ હતી. ત્યાર પછી વર્ષ 1986માં શ્રીલંકાએ જીત નોંધાવી હતી. ભારતીય ટીમે સતત ત્રણ વાર ખિતાબ જીત્યો હતો. ભારતે વર્ષ 1988, 1990, 1991 અને 1995માં જીત મેળવી હતી. પાકિસ્તાન ક્રિકેટ ટીમ પહેલી વાર વર્ષ 2000માં ચેમ્પિયન બની હતી અને ત્યાર પછી વર્ષ 2012માં જીત નોંધાવી હતી. એશિયા કપના છેલ્લા સંસ્કરણમાં શ્રીલંકાની ટીમ ચેમ્પિયન બની હતી અને ફાઈનલમાં 23 રનથી જીત નોંધાવી હતી. આ વર્ષે ભારતીય ટીમ અન્ય ટીમોને ટક્કર આપી શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ