બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / સ્પોર્ટસ / Cricket / asia cup 2022 will vvs laxman be the coach of team india in asia cup

Asia Cup 2022 / વીવીએસ લક્ષ્મણ ટીમ ઇન્ડિયાના વચગાળા કોચ જાહેર, રાહુલ દ્રવિડ કોરોના સંક્રમિત થતાં BCCIએ લીધો નિર્ણય

MayurN

Last Updated: 08:08 PM, 24 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લક્ષ્મણને આયર્લેન્ડ સામેની શ્રેણી બાદ ઝિમ્બાબ્વે પ્રવાસ માટે સ્ટેન્ડ ઈન કોચ પણ બનાવવામાં આવ્યા હતા

  • એશિયા કપ માટે BCCIનો નિર્ણય
  • વીવીએસ લક્ષ્મણ વચગાળાના કોચ નિયુક્ત
  • હેડ કોચ રાહુલ દ્રવિડ હાલ કોરોના સંક્રમિત

ભારત એશિયા કપમાં પોતાની પ્રથમ મેચ રવિવારે (28 ઓગસ્ટ) પાકિસ્તાન સામે રમશે. ટીમ ઈન્ડિયાની તૈયારીઓને ત્યારે મોટો ઝટકો લાગ્યો જ્યારે હેડ કોચ રાહુલ દ્રવિડ કોરોના સંક્રમિત થઈ ગયા. ભારતીય ક્રિકેટ બોર્ડે આ મુશ્કેલ સમયમાં વીવીએસ લક્ષ્મણની મદદ લીધી છે. તેને યુએઈમાં ટીમ સાથે રહેવાનું કહેવામાં આવ્યું છે. બીસીસીઆઇએ બુધવારે કહ્યું કે, લક્ષ્મણને એશિયા કપ માટેની ટીમના વચગાળાના કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

 

લક્ષ્મણને આયર્લેન્ડ સામેની શ્રેણી બાદ ઝિમ્બાબ્વે પ્રવાસ માટે સ્ટેન્ડ ઈન કોચ પણ બનાવવામાં આવ્યા હતા. નેશનલ ક્રિકેટ એકેડમીના વડા લક્ષ્મણ ઝિમ્બાબ્વેથી ભારત પરત ફરવાના હતા પરંતુ તેઓ યુએઈ પહોંચી ગયા છે. એશિયા કપ માટે જે ખેલાડીઓની પસંદગી કરવામાં આવી નથી તેઓ સ્વદેશ પરત ફર્યા છે. લક્ષ્મણની સાથે દુબઈમાં વાઈસ કેપ્ટન કેએલ રાહુલ, દીપક હૂડા અને આવેશ ખાન પણ હતા.

કોરોનાથી સ્વસ્થ થયા બાદ ટીમ સાથે જોડાશે
લક્ષ્મણ દુબઈમાં રોહિત શર્માની કેપ્ટન્સી હેઠળની ટીમ ઈન્ડિયા સાથે જોડાયા છે. બીસીસીઆઈએ દ્રવિડને તેના રિપ્લેસમેન્ટ તરીકે દુબઈ મોકલી આપ્યા છે. દ્રવિડ કોરોનાથી સ્વસ્થ થયા બાદ ટીમ સાથે જોડાશે. લક્ષ્મણના કોચપદ હેઠળ ટીમ ઈન્ડિયાએ બે મેચની ટી-20 શ્રેણીમાં આયર્લેન્ડને 2-0થી અને ઝિમ્બાબ્વેને ત્રણ વન ડેની શ્રેણીમાં 3-0થી હરાવ્યું હતુ.

બીસીસીઆઈના સચિવ જય શાહે આપી માહિતી
બીસીસીઆઈના સચિવ જય શાહે કહ્યું હતું કે દ્રવિડ કોવિડ પોઝિટિવ છે. તેમણે કહ્યું હતું કે ટીમ ઇન્ડિયા દુબઇ રવાના થઇ તે પહેલા રાહુલ કોરોના ટેસ્ટમાં સંક્રમિત મળી આવ્યા. તેનામાં હળવા લક્ષણો છે અને બીસીસીઆઈની તબીબી ટીમ દ્વારા તેની દેખરેખ રાખવામાં આવી રહી છે. દ્રવિડ હાલ પૂરતી ટીમ સાથે યુએઈ જશે નહીં. કોરોનામાંથી સાજા થયા બાદ દ્રવિડ ભારતીય ટીમની સાથે જોડાઈ શકશે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ