બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / Ashok Gehlot and PM Modi my 3-minute speech has been removed Gehlot's tweet sparks controversy, see what PMO responded immediately

રાજસ્થાન / મોદીજી, મારુ 3 મિનિટનું સંબોધન હટાવી દેવાયું છે: ગેહલોતના ટ્વિટથી ઊભો થયો વિવાદ, PMOએ તરત જુઓ શું જવાબ આપ્યો

Megha

Last Updated: 11:12 AM, 27 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અશોક ગેહલોતે એક ટ્વિટ કરતાં કહ્યું કે 'મારું સંબોધન કાર્યક્રમમાંથી હટાવી દીધું' . PMOએ તેમના આરોપોને ફગાવી દેતા કહ્યું, 'પ્રોટોકોલ મુજબ તમને આમંત્રણ આપવામાં આવ્યું છે'

  • અશોક ગેહલોતનો PMO પર આરોપ 
  • પીએમ ઓફિસે મારું સંબોધન કાર્યક્રમમાંથી હટાવી દીધું - ગેહલોત
  • PMOએ તેમના આરોપોને ફગાવી દીધા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાજસ્થાનના સીકરના નવ કરોડ ખેડૂતોના ખાતામાં કિસાન સન્માન નિધિ યોજનાનો 14મો હપ્તો ટ્રાન્સફર કરશે. આ સિવાય તેઓ 1.25 લાખ પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્રને સમર્પિત કરશે અને યુરિયા ગોલ્ડ લોન્ચ કરશે. નોંધનીય છે કે આ દરમિયાન PM મોદી લોકોને સંબોધિત પણ કરશે. 

અશોક ગેહલોતનો PMO પર આરોપ 
હવે વાત એમ છે કે આ કાર્યક્રમમાં સીએમ અશોક ગેહલોત પણ ભાગ લેવાના હતા પરંતુ બાદમાં તેમનું નામ કાઢી નાખવામાં આવ્યું હતું અને આ અંગે સીએમ અશોક ગેહલોતે એક ટ્વિટ કરતાં કહ્યું કે પીએમ ઓફિસે મારો પૂર્વ નિર્ધારિત સંબોધન કાર્યક્રમ હટાવી દીધો છે. અત્યારે મારા ટ્વીટ દ્વારા હું પીએમનું રાજસ્થાનમાં હાર્દિક સ્વાગત કરીશ. પીએમ સવારે 11 વાગ્યે કાર્યક્રમમાં હાજરી આપશે.

PMOએ તેમના આરોપોને ફગાવી દીધા
રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતનો આરોપ છે કે PMOએ આજે ​​સીકરમાં યોજાનાર નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં તેમનો પૂર્વ નિર્ધારિત સંબોધન કાર્યક્રમ રદ કર્યો હતો પણ તેની સામે PMOએ તેમના આરોપોને ફગાવી દીધા છે.  PMOએ પણ તેમના ટ્વીટનો જવાબ આપતા કહ્યું છે કે સીએમ ગેહલોતને બોલાવવામાં આવ્યા છે. 

બીજી તરફ, સૂત્રોના જણાવ્યા અનુસાર, સીકરમાં બે અલગ-અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. એક સરકારી ઈવેન્ટ અને બીજી પાર્ટી ઈવેન્ટ.  સરકારી કાર્યક્રમનું આયોજન એટલા માટે જ કરવામાં આવી રહ્યું છે જેથી ગેહલોત તેમાં હાજરી આપી શકે. જો કે તેઓ બીસી દ્વારા સીકરમાં આ ભૌતિક કાર્યક્રમમાં હાજરી આપવા માંગતા હતા. જે સામાન્ય પ્રક્રિયા કે પ્રોટોકોલ મુજબ નથી.

ગેહલોતે કર્યું આ ટ્વિટ- 
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી, આજે તમે રાજસ્થાનની મુલાકાતે છો. તમારી ઓફિસ પીએમઓએ કાર્યક્રમમાંથી મારું પૂર્વ-નિર્ધારિત 3 મિનિટનું મારુ સંબોધન કાઢી નાખ્યું છે એટલે હું ભાષણ દ્વારા તમારું સ્વાગત કરી શકીશ નહીં. તેથી, હું આ ટ્વીટ દ્વારા રાજસ્થાનમાં તમારું હૃદયપૂર્વક સ્વાગત કરું છું.
આ સાથે જ અશોક ગેહલોતે એમની પાંચ માંગ પણ સામે મૂકી છે. 

 PMOએ ટ્વીટ કરીને ગેહલોતના આરોપોનો જવાબ આપ્યો 
અશોક ગેહલોતના આરોપોનો જવાબ આપતા PMOએ ટ્વીટ કર્યું – પ્રોટોકોલ મુજબ તમને આમંત્રણ આપવામાં આવ્યું છે. તમારું ભાષણ પણ નક્કી કરવામાં આવ્યું છે, પરંતુ તમારી ઑફિસમાંથી કહેવામાં આવ્યું કે તમે હાજર રહી શકશો નહીં. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અગાઉની મુલાકાતો દરમિયાન તમને હંમેશા આમંત્રિત કરવામાં આવ્યા છે. તમે પણ તમારી હાજરીથી તે કાર્યક્રમોની શોભા વધારી છે. આજના કાર્યક્રમમાં જોડાવા માટે આપનું હાર્દિક સ્વાગત છે. વિકાસના કામોની તકતી પર પણ તમારું નામ છે. તાજેતરની ઈજાને કારણે જો તમને કોઈ શારીરિક સમસ્યા ન હોય તો તમારી હાજરી ખૂબ મહત્વની રહેશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ