બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / ASER survery report of rural students says that youth is more interested in arts subject

ASER રિપોર્ટ / 17-18ની ઉંમરમાં ધોરણ-2નું પુસ્તક વાંચી નથી શકતા વિદ્યાર્થીઓ: ભારતના શિક્ષણ સ્તર પર ચોંકાવનારો રિપોર્ટ

Vaidehi

Last Updated: 04:47 PM, 18 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાલમાં જ એક રિપોર્ટમાં ખુલાસો થયો છે કે ગ્રામીણ યુવાનોને ARTsનાં વિષયોમાં વધુ રસ છે. આ રિપોર્ટ 26 રાજ્યોનાં 28 જિલ્લામાં કરવામાં આવ્યો છે.

  • ગ્રામીણ બાળકોનાં ભણતર અંગેનો સર્વે રિપોર્ટ
  • યુવાનોની ભણવાની સ્કિલ્સને લઈને ચોંકાવનારા આંકડાઓ
  • 43% બાળકોને અંગ્રેજી શબ્દો વાંચવામાં પડે છે મુશ્કેલી

એન્યુઅલ સ્ટેટસ ઓફ એજ્યુકેશન રિપોર્ટ ( ગ્રામીણ) 2023-બિયોન્ડ બેસિક્સે હાલમાં ગ્રામીણ યુવાનોનાં ભણતરને લગતો રિપોર્ટ પબ્લિશ કર્યો છે. સર્વેમાં ગ્રામીણ ભારતીય છાત્રોની સ્કૂલી શિક્ષા અને શીખવાની સ્થિતી અંગેનાં આંકડાઓ જાહેર કરવામાં આવ્યાં છે. આ સર્વે 26 રાજ્યોનાં 28 જિલ્લાઓમાં કરવામાં આવ્યો છે અને 34745 યુવાઓએ આ સર્વેમાં ભાગ લીધો છે. 

આ સર્વેની ચોંકાવનારી વાત તો એ છે કે ગામડાનાં 14થી 18 વર્ષ સુધીનાં 25% બાળકો પોતાની સ્થાનીક ભાષામાં પણ બીજા ધોરણનું પુસ્તક બરાબર રીતે વાંચી શકતાં નથી. આ ઉંમરનાં 43% બાળકોને અંગ્રેજીનાં શબ્દો વાંચવામાં મુશ્કેલી પડતી હોય છે. સર્વેની વધુ એક ચોંકાવનારી વાત એ હતી કે ભલે બાળકો ભણવામાં પાછળ હતાં પણ મોબાઈલનાં ઉપયોગમાં તેઓ અવ્વલ જોવા મળ્યાં. 90% યુવાનોનાં ઘરે મોબાઈલ હતો અને 90.5% સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવાનું જાણતાં હતાં.

રિપોર્ટે આપ્યાં મોટા આંકડા

  • 14થી 18 વર્ષની ઉંમરનાં બાળકો આર્ટસનાં વિષયોમાં અભ્યાસ કરી રહ્યાં છે. એ બાદ સાયન્સનો નંબર આવે છે.
  • ધોરણ 11-12માં 55.7% ગ્રામીણ યુવાઓની પહેલી પસંદ આર્ટસ વિષય છે. સાયંસ-ટેકનોલોજી-ઈંજિનિયરિંગ એન્ડ મેથેમેટિક્સમાં 31.7% વિદ્યાર્થીઓને રસ છે.
  • ગ્રામીણ વિદ્યાર્થીઓમાં કોમર્સ સિલેક્ટ કરનારાઓની સંખ્યા 9.4% છે જ્યારે દિલ્હી યૂનિવર્સિટીમાં કોમર્સ વિષયોમાં એડમિશન લેવા માટે મારામારી જોવા મળતી હોય છે. 
  • STEM વિષયોમાં એડમિશન માટે અપ્લાય કરનારાઓમાં છોકરાઓની સંખ્યા 36.3% છે જ્યારે છોકરીઓનો આંકડો 28.1% છે.

છોકરા-છોકરીનો આંકડો લગભગ સમાન
સર્વેમાં જાણવા મળ્યું કે 14થી 18ની ઉંમરનાં 86.8% યુવાનો કોઈને કોઈ શૈક્ષણિક સંસ્થાનમાં નામાંકિત છે અને ભણી રહ્યાં છે. છોકરા અનો છોકરીઓનાં નામાંકન આશરે સમાન છે. 

વધુ વાંચો: તેલંગાણાના આ પ્રોજેક્ટ પર હજારો કરોડનું રોકાણ કરશે અદાણી: CM રેડ્ડી સાથે મીટિંગ બાદ એલાન

સ્થાનીક ભાષામાં પણ વાંચી શકવા અસક્ષમ
સર્વે રિપોર્ટ અનુસાર આ ઉંમરનાં તમામ યુવાનોમાં આશરે 25% યુવાનો હજુ સુધી પોતાની સ્થાનિક ભાષામાં બીજા ધોરણની પાઠ્યપુસ્તકમાંથી પણ વાંચી શકતાં નથી. અડધાથી વધારેને ગણિતનાં ભાગાકાર જેવા સવાલોને સમજવામાં મુશ્કેલી થાય છે. અડધાથી વધારે યુવાનોને 3 ભાગ્યા 1  કરવા માટે કહ્યું ત્યારે માત્ર 43.3% યુવાનો તેનો સાચો ઉત્તર આપી શક્યાં. આશરે 57.3% વિદ્યાર્થીઓ અંગ્રેજીમાં વાક્ય વાંચી શક્યા જ્યારે બાકીનાં લોકો ફેઈલ થયાં. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ