બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / As soon as Shaktisinh Gohil became the president, Vasram Sagathia's 'homecoming'

BIG NEWS / શક્તિસિંહ ગોહિલ પ્રમુખ બનતા જ વશરામ સાગઠિયાની 'ઘર વાપસી', AAPને કહ્યાં રામ-રામ, 30 આગેવાનો સહિત કોંગ્રેસમાં જોડાયા

Priyakant

Last Updated: 04:01 PM, 21 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vashram Sagathia Join Congress News: વશરામ સાગઠીયા 2022 ચૂંટણીં કોંગ્રેસ પક્ષ છોડી આપમાં જોડાયા હતા, AAP દ્વારા 2022માં અપાઈ વિધાનસભાની ટિકિટ, આજે કોંગ્રેસમાં કરી ઘરવાપસી

  • ગુજરાત કોંગ્રેસ સાથે જોડાયેલા મહત્વના સમાચાર 
  • શક્તિસિંહ ગોહિલની હાજરીમાં ગુજરાત આમ આદમી પાર્ટીમાં ગાબડું 
  • આપ નેતા વશરામ સાગઠીયા સહિત 30 આગેવાન કોંગ્રેસમાં જોડાયા 
  • પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલના હસ્તે ખેસ ધારણ કર્યો 

ગુજરાત કોંગ્રેસ સાથે જોડાયેલા મહત્વના સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, શક્તિસિંહ ગોહિલ પ્રમુખ બનતા જ લોકસભા 2024ની ચૂંટણીની તૈયારીઓ શરુ થઈ ગઈછે. જેને લઈ આજે શક્તિસિંહ ગોહિલની હાજરીમાં ગુજરાત આમ આદમી પાર્ટીમાં મોટું ગાબડું પડ્યું છે. આપ નેતા વશરામ સાગઠીયા સહિત 30 આગેવાન કોંગ્રેસમાં જોડાયા છે. 

ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ તરીકે શક્તિસિંહ ગોહિલે ચાર્જ સંભાળતા જ મોટા સમાચાર સામે આવ્યા છે. આમ આદમી પાર્ટીના નેતા વશરામ સાગઠિયાએ આજે પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલના હસ્તે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે. મહત્વનું છે કે, કોંગ્રેસ વશરામ સાગઠિયાએ ઘર વાપસી કરતા કોંગ્રેસ ખેસ ધારણ કર્યો હતો. મહત્વનું છે કે, 2022 ચૂંટણીં કોંગ્રેસ પક્ષ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. જે બાદમાં આમ આદમી પાર્ટીએ સાગઠીયાને 2022માં વિધાનસભાની ટિકિટ આપી હતી.

કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે શું કહ્યું ? 
આ તરફ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહીલે કહ્યું કે, આજે અમારા પરિવારમાં બહોળી સંખ્યામાં સૌરાષ્ટ્ર, રાજકોટના આગેવાનો જોડાયા છે. કોંગ્રેસની વિચારધારા દેશની આઝાદી માટે લડી છે. મારા પ્રમુખ પદના નામની જાહેરાત થઈ ત્યારે જ વશરામ ભાઈ કહ્યું કે, AAPમાં રાજીનામું આપ્યું છે. જેમ દૂધમાં સાકાર ભળે તેમ કોંગ્રેસના લોકો ભળી જશે. મે નિર્ધાર કર્યો છે કે, માસ બેઝ પાર્ટીમાં જે જોડાશે તે કોંગ્રેસ પરિવારનો સભ્ય થશે. આ સાથે કહ્યું કે, આગામી દિવસોમાં સૌ સાથે મળીને લડીશું. ગંદી રાજનીતિ નહિ પણ ગુજરાતના ગૌરવને સાથે રાખીને લડાઇ લડીશું. ગુજરાત માટે સેવાના સાધનાના યજ્ઞમાં સૌનું સ્વાગત છે. આ સાથે કહ્યું કે, હજુ જે પણ હોય તેમને સમજાવીને કોંગ્રેસમાં લઈ આવજો, કોંગ્રેસમાં અપમાનિત કરવાનું કામ નથી થતું, સૌનું માન સન્માન જળવાશે. 

શું કહ્યું હતું વશરામ સાગઠિયા શું કહ્યું ?
વશરામ સાગઠિયાએ અગાઉ VTV સાથે ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, મારા જુના અને અનુભવી વ્યક્તિ કોંગ્રેસમાં સારા હોદ્દો પર આવ્યા છે એટલે મેં રાજીનામું આપ્યું છે. તેમણે કહ્યું કે, હું ફરી કોંગ્રેસમાં જઈશ અને વશરામ સાગઠીયાએ 18 તારીખે રાજીનામું આપ્યું છે. તેમણે કહ્યું કે, 18 તારીખે મેં ઈસુદાન ગઢવીને વોટ્સએપ કરી રાજીનામું આપ્યું છે ત્યારે બાદ તેમની સાથે મારે વાત પણ થઈ છે, બીજી કોઈ વાત બીજો કોઈ ચગાવતા હોય તો તે મોટા થવાની વાત છે. 

તેમણે વધુમાં જણાવ્યું કે, સારા માણસ કોંગ્રેસમાં આવ્યા છે તો ભવિષ્યમાં મને ચાન્સ મળે એટલે હાલ પક્ષ સાથે અન્યાય નથી કરવું એટલે વહેલું રાજીનામું આપી દીધું છે. ભવિષ્યમાં હું કોંગ્રેસમાં જઈશ તેમ પણ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, વશરામભાઈ અગાઉ પણ કોંગ્રેસમાં જ હતા કોર્પોરેશનના વિપક્ષ નેતા રહી ચુક્યા છે અને તેઓ કોંગ્રેસમાંથી જ આપમાં ગયા હતા તેમજ તેઓ ફરી કોંગ્રેસમાં આવવાની ફિરાકમાં છે.
 
વીડિયોને લઈ રાજકારણ ગરમાયું હતું
અત્રે તમને જણાવી દઈએ કે, બે દિવસ અગાઉ વશરામ સાગઠિયા ગુજરાત કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખ શક્તિસિંહ ગોહિલની પદયાત્રામાં જોવા મળ્યા હતા અને જેનો એક વીડિયોને લઈ રાજકારણ ગરમાયું હતું. 

કોણ છે વશરામ સાગઠિયા?
- વશરામ સાગઠિયા મૂળ બોટાદના પાળીયાદ ગામના રહેવાસી છે
- તેઓ ઘણા વર્ષો સુધી કોંગ્રેસમાં રહ્યા બાદ AAPમાં જોડાયા હતા
- રાજકોટ ગ્રામ્ય બેઠક પરથી AAPએ વશરામ સાગઠિયાને આપી હતી ટિકિટ
- આ જ બેઠક પરથી પાતળી સરસાઇથી તેઓ ભાજપના ઉમેદવાર સામે હાર્યા હતા.
- હાલમાં વશરામ સાગઠિયા રાજકોટના વોર્ડ નંબર 15ના કોર્પોરેટર છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ