બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / As soon as he reached Mehona, Nitin Patel spoke in his own estimation, saying- I lost my position to some of them

રાજકારણ / મેહોણા પહોંચતા જ નીતિન પટેલે પોતાના અંદાજમાં કરી મન ની વાત, કહ્યું- મારું પદ ગયું એમાં કેટલાકને...

ParthB

Last Updated: 07:13 PM, 19 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતના પૂર્વ Dy CM નીતિન પટેલ પોતાના પદ પરથી રાજીનામું આપ્યાં બાદ આજે મહેસાણાના કમલમ કાર્યાલય ખાતે મુલાકાતે હતાં ત્યાં તેઓએ આડકતરી રીતે વિરોધીઓ પર પ્રહાર કર્યા હતાં

  • મહેસાણામાં વિરોધીઓ પર શાબ્દિક પ્રહાર કર્યા 
  • હું કોઈ શક્તિ પ્રદર્શન કરવા નથી આવ્યો 
  • મારે 99.99 ટકા લોકો સામે જોવાનું છે- નીતિન પટેલ

મહેસાણામાં વિરોધીઓ પર શાબ્દિક પ્રહાર કર્યા 

ગુજરાતના પૂર્વ Dy CM રાજીનામું આપ્યા બાદ નીતિન  પટેલ કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરી રહ્યા છે. ત્યારે આજે મહેસાણામાં આયોજીત ભાજપ કાર્યકર્તાઓના એક સંમેલનમાં સંબોધન દરમિયાન નીતિન પટેલે પોતાના વિરોધીઓ પર શાબ્દિક પ્રહાર કર્યા હતા. જેમાં તેમણે કહ્યું હતું કે, મારુ પદ ગયુ તેમાં કેટલાકને ખુશી થઈ હશે

મારે 99.99 ટકા લોકો સામે જોવાનું છે- નીતિન પટેલ

મહેસાણામાં કાર્યકર્તાઓને સંબોધન દરમિયાન નીતિન પટેલે કહ્યું હતું કે, પોઈન્ટ એક ટકા લોકો એવા હોય છે કે જે જેઓ નકામા હોય છે. પરંતુ, મારે તેની સામે જોવાનું નથી. મારે બાકીના 99.99 ટકા કાર્યકર્તાઓનું હિત જોવાનું છે અને તેના માટે કામ કરવાનું છે. તેમણે વધુમાં ઉમેર્યુ હતું કે,ઘણા લોકો ખુશ થતા હશે કે, હાશ નીતિનભાઈ ગયા, વિજય રૂપાણી ગયા. પરંતુ, મારે કહેવું છે કે, હું એક નથી ગયો આખુ મંત્રીમંડળ ગયું છે.

2022 વિધાનસભાની ચૂંટણી મહેસાણાથી લડીશ તેમ કહ્યું હતું  

મહત્વનું છે કે, મંત્રીપદેથી રાજીનામું આપ્યા બાદ નીતિનભાઈ પટેલે કહ્યું હતું કે, તે ગુજરાત છોડીને ક્યાંય જવાના નથી. 2022 વિધાનસભાની ચૂંટણીમાં મહેસાણાથી જ ચૂંટણી લડવાની પણ વાત કરી હતી. કાર્યક્રમ દરમિયાન તેઓએ જણાવ્યું હતું કે, હું મહેસાણામાં શક્તિ પ્રદશર્ન કરવા નથી આવ્યો. મહત્વનું છે કે, મંત્રી મંડળમાંથી  રાજીનામું આપ્યા બાદ તેઓ ખુલ્લીને તો કંઈ નથી બોલી રહ્યા. પણ સમય મળ્યે આડકતરી રીતે વિરોધીઓ પર પ્રહાર કરતા જોવા મળી રહ્યા છે.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ