બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ગુજરાત / અમદાવાદ / arvind kejriwal big announcement in gujarat

રાજકારણ / કેજરીવાલની અમદાવાદમાં મોટી જાહેરાત, ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં તમામ બેઠકો પર લડશે AAP

Kavan

Last Updated: 02:44 PM, 14 June 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ હાલ ગુજરાતની મુલાકાતે છે. આ દરમિયાન તેમણે પત્રકાર પરિષદને સંબોધતા મહત્વનું નિવેદન આપ્યું હતું.

  • CM અરવિંદ કેજરીવાલનું મોટુ નિવેદન
  • ગુજરાતમાં ભાજપ-કોંગ્રેસ મળેલી છે
  • ગુજરાત વિધાનસભાની તમામ બેઠકો પર AAP ચૂંટણી લડશે

અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે, છેલ્લા 27 વર્ષથી ગુજરાતમાં ભાજપનું શાસન છે અને ગુજરાતમાં એવુ કહેવાય છે કે કોંગ્રેસ ભાજપના ખિસ્સામાં છે. ભાજપને જ્યારે જરૂર પડે ત્યારે કોંગ્રેસ સપ્લાય કરે છે. તો આ સાથે જ ગુજરાતના ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે, ગુજરાતની જનતા પરેશાન છે, વેપારીઓ ડરેલા છે. 

કેજરીવાલનું મોટું એલાન

પત્રકાર પરિષદને સંબોધન કરતા દિલ્હીના મુખ્યમંત્રીએ મોટી જાહેરાત કરી હતી. કેજરીવાલે કહ્યું કે, આગામી સમયમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે AAP 2022ની ચૂંટણીમાં 182 બેઠક પર ચૂંટણી લડશે. ગુજરાત વિધાનસભાની દરેક બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવારને ઉભો રાખવામાં આવશે. 

સરકારે કાર્યક્રમ કરાવ્યો રદ્દ

કેજરીવાલે વધુમાં કહ્યું હતું કે, થોડા સમય પહેલા ગુજરાત ચેમ્બર્સે મને આમંત્રણ આપ્યુ હતું પરંતુ સરકારે ચેમ્બર્સને દબાણ કરી મારો કાર્યક્રમ રદ્દ કર્યો હતો. રાજ્યમાં સરકારી શાળા-હોસ્પિટલોની હાલત ખરાબ છે. 

ઈસુદાન ગુજરાતનો કેજરીવાલ છે : કેજરીવાલ

આમ આદમી પાર્ટીમાં ઈસુદાન ગઢવી જોડાયા બાદ અરવિંદ કેજરીવાલે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, મને કોઇએ કહ્યું હતું કે, ઇસુદાન ગઢવી ગુજરાતનો કેજરીવાલ છે. 

કેજરીવાલની હાજરીમાં ઈસુદાન ગઢવી આપમાં જોડાયા

ગુજરાત પ્રવાસે આવેલ અરવિંદ કેજરીવાલે અમદાવાદ સ્થિત સર્કિટ હાઉસ ખાતે એક ખાસ બેઠક યોજી હતી, આ દરમિયાન ઈસુદાન ગઢવીએ તેમની સાથે મુલાકાત યોજી હતી. આ મુલાકાત પરથી સ્પષ્ટ થયું છે કે, ઈસુદાન ગઢવી આમ આદમી પાર્ટીમાં જોડાઈને પોતાની રાજકીય કારકિર્દીના શ્રી ગણેશ કર્યા હતા.

ગુજરાતમાં બદલાવ લાવવાનો છે : ઈસુદાન ગઢવી

AAPમાં વિધિવત્ રીતે જોડાયા બાદ બોલ્યાં કે ગુજરાતમાં બદલાવ લાવવાનો છે અને તેની માટે જ રાજકારણમાં આવ્યો છું. લોકો કહેતા હતા કે મતદાન તો કરવું છે પરંતુ ગુજરાતમાં એવો કોઈ ત્રીજો વિકલ્પ નથી એટલે કોને મતદાન કરીએ. ત્યારે હું કહું છું કે તમારી સામે હવે એક પ્રમાણિક ત્રીજો વિકલ્પ હું છું. ગુજરાતની જનતાને આહ્વાન કરું છું કે સાથ આપે. તેમણે કહ્યું કે ભાજપ ગુજરાતમાં લોકપ્રિય નથી પરંતુ તેની સામે કોઈ વિકલ્પ ન હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ