બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / મનોરંજન / Arjun Rampal left the country before completing the NCB proceedings

તપાસ / NCBની કાર્યવાહી અધૂરી મૂકીને અર્જુન રામપાલે છોડી દીધો દેશ, ફિલ્મનું પ્રમોશન પણ અટક્યું

Kinjari

Last Updated: 12:18 PM, 19 December 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલિવૂડના દિગ્ગજ કલાકારોના નામ ડ્રગ્સ કેસમાં આવ્યા છે અને કેટલાક સેલેબ્સ શંકાના સર્કલમાં છે. અભિનેતા અર્જુન રામપાલ તપાસને વચ્ચે મુકીને દેશ છોડીને જતા રહ્યાં છે.

  • અર્જુન રામપાલે છોડ્યુ ભારત 
  • NCBની તપાસ અધૂરી 
  • ફિલ્મનું પ્રમોશન પણ અટક્યું 

16 ડિસેમ્બરે થવાનું હતુ હાજર 
એનસીબીએ અર્જુનને 16 ડિસેમ્બરના રોજ હાજર રહેવા કહ્યું હતું પરંતુ તે મુંબઇથી બહાર હોવાને કારણે ઉપસ્થિત રહી શક્યો ન હતો. હવે તેને લઇને ચોંકાવનારુ સત્ય સામે આવ્યું છે. 

22 તારીખ સુધીનો સમય 
એનસીબીના સમન બાદ અર્જુને સમય માંગ્યો હતો ત્યારે એનસીબીએ 22 ડિસેમ્બર સુધીનો સમય આપ્યો હતો પરંતુ તે દેશ છોડીને જતા રહ્યાં છે. થોડા દિવસ પહેલા જ તે કોઇ કારણોસર લંડન જતા રહ્યાં છે. 

ફિલ્મ પ્રમોશનમાં મુશ્કેલી 
સુત્રો અનુસાર શુક્રવારે થનારી અર્જુનની વાતચીત પણ કેન્સલ થઇ ગઇ છે. તેની આગામી ફિલ્મ નેલ પોલિશ 1 જાન્યુઆરીએ રિલીઝ થવાની છે. 

આ સેલેબ્સે છોડ્યો દેશ
અર્જુન રામપાલ પહેલા નથી કે તેમણે તપાસથી બચવા માટે દેશ છોડી દીધો છે. આ પહેલા સપના પબ્બી પણ સમન મળ્યા બાદ લંડન જતી રહી હતી. બાદમાં સોશ્યલ મિડીયા પર સપનાએ કહ્યું હતું કે તે એનસીબીને જાણ કરીને લંડન આવી છે. 

NCBના સકંજામાં અર્જુનનો મિત્ર 
બીજી તરફ એનસીબીએ મૂળ ઓસ્ટ્રેલિયન આર્કિટેક્ટ પૉલ બાર્ટલની સુશાંત સિંહ રાજપૂત કેસમાં ધરપકડ કરી છે. અર્જુનની લિવ-ઇન પાર્ટનર ગેબ્રિઅલનો ભાઇ છે અને અર્જુન સાથે તેના સારા સંબંધો છે. સૂત્રો અનુસાર અર્જુન અને પૉલને સામસામે બેસાડીને પૂછપરછ કરી શકાય છે. 

બુધવારની રાત્રે એનસીબીએ પોલના બાન્દ્રા સ્થિત ઘર પર દરોડા પાડ્યા હતા પરંતુ ઘરમાંથી કોઇ પણ પ્રકારની ચીજ મળી આવી ન હતી. એનસીબીએ પોલની પણ 9 કલાક સુધી પૂછપરછ કરી અને બાદમાં તેની ધરપકડ કરવામાં આવી હતી. 

કેવી રીતે આવ્યુ અર્જુનનું નામ 
અર્જુનનું નામ આ કેસમાં તેની લિવ-ઇન પાર્ટનરના કારણે સામે આવ્યું હતુ. ગેબ્રિઅલનો ભાઇ છે, જેના કારણે અર્જુનનું નામ આવ્યું છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ