બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / વિશ્વ / Arindam Bagchi appointed by the government as the next Ambassador/Permanent Representative of India to the United Nations and other international organizations in Geneva.

નિમણૂંક / હવે UNમાં જોવા મળશે વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચી, કેન્દ્ર સરકારે સોંપી મોટી જવાબદારી

Pravin Joshi

Last Updated: 01:24 PM, 17 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અરિંદમ બાગચી 1995 બેચના IFS અધિકારી છે. તેઓ હાલમાં ભારત સરકારના વિદેશ મંત્રાલયમાં અધિક સચિવ તરીકે સેવા આપી રહ્યા છે. તેઓ માર્ચ 2021 થી વિદેશ મંત્રાલયના પ્રવક્તાનું મહત્વપૂર્ણ પદ સંભાળ્યું હતું.

  • વિદેશ મંત્રાલયમાં અધિક સચિવ અરિંદમ બાગચીને મોટી જવાબદારી સોંપાઈ
  • સંયુક્ત રાષ્ટ્ર અને અન્ય આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાં ભારતના રાજદૂત તરીકે નિમણૂક 
  • હવે વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચી યુએનમાં જોવા મળશે

સરકારે ભારતના વિદેશ મંત્રાલયના ગતિશીલ પ્રવક્તા અરિંદમ બાગચીને મોટી જવાબદારી સોંપી છે. વિદેશ મંત્રાલયમાં અધિક સચિવ તરીકે ફરજ બજાવતા અરિંદમ બાગચીની સરકાર દ્વારા જીનીવામાં સંયુક્ત રાષ્ટ્ર અને અન્ય આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાં ભારતના આગામી રાજદૂત/સ્થાયી પ્રતિનિધિ તરીકે નિમણૂક કરવામાં આવી છે. ખુદ વિદેશ મંત્રાલયે આ જાણકારી આપી છે.

ઉઈગર મુસ્લિમો પર ચીની અત્યાચાર મામલે UNHRCમાં ભારતે શા માટે ન કર્યું  વોટિંગ, વિદેશ મંત્રાલયે કરી ચોખવટ | china atrocities on uyghur muslims  india did not vote in unhrc ...
1995 બેચના IFS અધિકારી

અરિંદમ બાગચી 1995 બેચના IFS અધિકારી છે. તેઓ હાલમાં ભારત સરકારના વિદેશ મંત્રાલયમાં અધિક સચિવ તરીકે સેવા આપી રહ્યા છે. જો અહેવાલોનું માનીએ તો, અરિંદમ બાગચીને એડિશનલ સેક્રેટરીના પદ પર પ્રમોશન મળ્યા બાદ થોડા સમય પહેલા એમ્બેસેડરના પદ પર નિમણૂક કરવામાં આવી હતી. જો કે, G20 સમિટને ધ્યાનમાં રાખીને તેમને આ પદ પર ચાલુ રાખવા માટે કહેવામાં આવ્યું હતું. વિદેશ મંત્રાલયે કહ્યું છે કે અરિંદમ બાગચી ટૂંક સમયમાં કાર્યભાર સંભાળે તેવી અપેક્ષા છે.

ભારત કે ઈન્ડિયા? દેશના નામ પર વિવાદ વચ્ચે UNનું મોટું નિવેદન, તુર્કીયેનું  ઉદાહરણ આપીને જુઓ શું કહ્યું | Bharat vs india row united nations give  example of turkiye and ...

2021માં પ્રવક્તા બન્યા

અરિંદમ બાગચી માર્ચ 2021 થી વિદેશ મંત્રાલયના પ્રવક્તાનું મહત્વપૂર્ણ પદ સંભાળી રહ્યા હતા. તેમના કાર્યકાળ દરમિયાન, બાગચીએ ભારતની વિદેશ નીતિનું પ્રતિનિધિત્વ કરવામાં અને વૈશ્વિક મીડિયા સાથે જોડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમના કાર્યકાળ દરમિયાન, તેમણે કોવિડ-19 રોગચાળા અને ચીન સાથે LAC પર તણાવ જેવા ઘણા મોટા મુદ્દાઓ પર વિશ્વ સમક્ષ ભારતનો પક્ષ રજૂ કર્યો. અગાઉ બાગચી ક્રોએશિયામાં ભારતીય રાજદૂત અને પડોશી દેશ શ્રીલંકામાં ડેપ્યુટી હાઈ કમિશનર તરીકે પણ કામ કરી ચૂક્યા છે. આ ઉપરાંત, તેમણે પીએમ ઓફિસ અને ન્યૂયોર્કમાં યુએનમાં ભારતના કાયમી મિશનમાં ડિરેક્ટર તરીકે પણ કામ કર્યું છે.

ભારતીય રાજદૂત ઈન્દ્ર મણિ પાંડેનું સ્થાન લેશે

અરિંદમ બાગચી જિનીવામાં સંયુક્ત રાષ્ટ્રમાં વર્તમાન ભારતીય રાજદૂત ઈન્દ્ર મણિ પાંડેનું સ્થાન લેશે. ઈન્દ્રમણિ પાંડે ત્રણ વર્ષના કાર્યકાળ બાદ નવી દિલ્હી પરત ફરવાના છે. વિદેશ મંત્રાલયના નવા પ્રવક્તાનું નામ હજુ જાહેર કરવામાં આવ્યું નથી. જો કે સૂત્રોનું માનીએ તો આ પદ માટે મોરેશિયસ હાઈ કમિશનર નંદિની સિંગલા, જોઈન્ટ સેક્રેટરી નાગરાજ નાયડુ કાકનુર સહિત ચાર રાજદ્વારીઓના નામ પર વિચાર કરવામાં આવી રહ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ