બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Are you thinking of changing jobs? So first know what are the rules regarding the notice period

તમારા કામનું / શું તમે નોકરી બદલવાનું વિચારી રહ્યા છો? તો એ પહેલા જાણી નોટિસ પિરિયડને લઈને કેવા હોય છે નિયમો

Megha

Last Updated: 12:03 PM, 19 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજીનામું આપ્યા પછી નોટિસ પીરિયડની સર્વ કરવો જરૂરી છે કે નહીં? ચાલો સમજીએ કે નોટિસના સમયગાળાને લગતા નિયમો શું છે.

  • કંપનીમાં રાજીનામું આપ્યા પછી નોટિસ પીરિયડ પૂરો કરવો જરૂરી કે નહીં?
  • કોન્ટ્રાક્ટમાં લખી હોય છે શરતો 
  • શા માટે કંપનીઓ નોટિસ પિરિયડની જોગવાઈ રાખે છે?

ઘણા લોકો નોકરી કરતા હોય છે અને જે લોકો નોકરી કરે છે એ લોકો નવી નવી નોકરીની ખોજ કરતાં રહે છે અને જ્યારે નવી નોકરી મળે છે ત્યારે જૂની નોકરીમાંથી રાજીનામું આપે છે. એ સમયે એમને કંપનીમાં નોટિસ પીરિયડ પૂરો કરવો પડે છે. જણાવી દઈએ કે નોટિસ પિરિયડ પૂરો કરવાના નિયમ લગભગ દરેક કંપનીઓમાં અલગ અલગ છે. જો કે નોટિસ પીરિયડ પૂરા કર્યા વિના એ કર્મચારી નોકરી છોડી શકે છે પણ આ સ્થિતિમા તેને અમુક નિશ્ચિત નિયમોનું પાલન કરવું પડે છે અને આ નિયમો આર્થિક દૃષ્ટિકોણથી કર્મચારી માટે ફાયદાકારક નથી હોતા. એટલા માટે જ રાજીનામું આપ્યા પછી નોટિસ પીરિયડની સર્વ કરવો જરૂરી બને છે. ચાલો સમજીએ કે નોટિસના સમયગાળાને લગતા નિયમો શું છે.

કોન્ટ્રાક્ટમાં લખી હોય છે શરતો 
જ્યારે પણ તમે કોઈ કંપનીમાં જોડાઓ છો ત્યારે ઘણા પ્રકારના દસ્તાવેજો પર સહી કરાવવામાં આવે છે અને એ દસ્તાવેજોમાં કંપનીની પોલિસી સાથે કામ કરવાની શરતો પણ સામેલ છે. તેમાં જ નોટિસ પીરિયડ વિશે પણ માહિતી લખવામાં આવી હોય છે. ઉદાહરણ તરીકે જો નક્કી કરવામાં આવેલ નોટિસ પિરિયડ કરતાં ઓછો નોટિસ પિરિયડ સર્વ કરવો હોય કે જો તમે નોટિસનો સમયગાળો પૂરો કરવા માંગતા નથી, તો તમારે કઈ પ્રક્રિયાને અનુસરવાની રહેશે આ વિશે દરેક માહિતી દસ્તાવેજોમાં મળી આવે છે. 

શા માટે કંપનીઓ નોટિસ પિરિયડની જોગવાઈ રાખે છે?
જણાવી દઈએ કે કંપનીઓ નોટિસ પિરિયડનો નિયમ રાખે છે જેથી જો કોઈ વ્યક્તિ નોકરી છોડીને જવાની સ્થિતિમાં હોય ત્યારે નોટોસ પિરિયડ દરમિયાન તેની જગ્યાએ બીજા કોઈ કર્મચારીને શોધી શકે. આ રીતે કંપનીના કામને અસર થતી નથી. રાજીનામું આપતાની સાથે જ કંપની નવા ઉમેદવારની શોધ શરૂ કરી. 

નોટિસ પિરિયડ કેટલો હોય છે? 
જણાવી દઈએ કે નોટિસ પિરિયડનો કોઈ નિશ્ચિત નિયમ નથી. દરેક કંપની તેની કોન્ટ્રાક્ટ પોલિસીમાં આનો ઉલ્લેખ કરે છે પણ સામાન્ય રીતે પ્રોબેશન પરના કર્મચારી માટે નોટિસનો સમયગાળો 15 દિવસથી એક મહિનાનો હોય છે, જ્યારે કાયમી કર્મચારીઓ માટે નોટિસનો સમયગાળો બે થી ત્રણ મહિનાનો હોય છે.

નોકરી પર જોઇન કરતાં સમયે કર્મચારીએ નોટિસ પીરિયડ સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા હોય તો એવી સ્થિતિમાં કંપનીની નીતિને અનુસરવાની રહે છે અને નોટિસ પીરિયડ પૂરો કરવો જરૂરી બને છે. જો કે કોઈપણ કંપની કર્મચારીને નોટિસ પીરિયડ પૂરા કરવા દબાણ કરી શકે નહીં અને આ માટે નોટિસનો સમયગાળો પૂરો ન કરવા માટેની શરતો પણ સામાન્ય રીતે તમારા જોબ કોન્ટ્રાક્ટમાં લખેલી હોય છે.

નોટિસ પિરિયડના વિકલ્પો
નોટિસ પિરિયડના બદલે તમારી રજાઓને અડજસ્ટ કરવાના નિયમો હોય કએ અને આ સિવાય નોટિસ પિરિયડના બદલામાં પેમેન્ટ કરવાનો વિકલ્પ પણ મળે છે. તેમાં મૂળભૂત પગારના આધારે ચૂકવણી કરવી પડશે અને ઘણી કંપનીઓ  Buy Out પણ કરી લે છે. તમારી સેલેરીનું બચેલ પેમેન્ટ કે  તમારા નોટિસ સમયગાળાના બદલામાં કરવામાં આવેલી ચુકવણી કંપની દ્વારા પૂર્ણ અને અંતિમ ચુકવણી (FnF પેમેન્ટ) દ્વારા સેટલ કરવામાં આવે છે. આ સિવાય કોઈ સમસ્યા હોય તો તમારી કંપનીના એચઆર સાથે ચર્ચા કરવી જોઈએ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ