બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / April weekend fares of flights are raising for mumbai and delhi

ટ્રાવેલ / વિમાનમાં યાત્રા કરતા પહેલા ચેક કરી લો ટિકિટના ભાવ, દિલ્હી મુંબઈ સહિત આ શહેરોમાં મોંધી થશે હવાઈ મુસાફરી

Vaidehi

Last Updated: 08:14 PM, 7 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ વિકેન્ડ જો તમે દિલ્હી અને મુંબઈ જવાની યોજના બનાવી રહ્યાં છો અને તેના માટે ફ્લાઈટની ટિકીટ બુક કરવાનાં છો તો તમને વધારે પૈસા ચૂકવવા પડી શકે છે.

  • એપ્રિલમાં ફ્લાઈટમાં ટ્રાવેલિંગ પડશે મોંઘી
  • વિકેન્ડની ટિકીટનાં ભાવ આસમાને
  • દિલ્હી-મુંબઈ-ગોવા માટેનાં ભાવ વધ્યાં

એપ્રિલ મહિનામાં આવનારાં 2 લાંબા વિકેન્ડ્સ દરમિયાન યાત્રા કરવા માટે ઘરેલૂ હવાઈ ભાડામાં વૃદ્ધિ થવાની છે અને આ દરમિાયન એરપોર્ટ પર ભીડ વધવાનાં પણ અનુમાન છે.

મુંબઈ-ગોવા-દિલ્હી વગેરેની ટિકીટ મોંઘી

એપ્રિલ અંત સુધી સૌથી લોકપ્રિય શોર્ટ હોલી ડે ડેસ્ટિનેશન ગોવામાં પણ ઘણી ડિમાન્ડ જોવા મળી રહી છે. ગુરુવારે મુંબઈથી યાત્રા માટે વાપસીનું સૌથી સસ્તું ભાડું 10000 રૂપિયાથી શરૂ થયું છે અને એ રાત્રે 11 30 વાગ્યે ગોવામાં ઊતરશે જ્યારે વાપસીની ફ્લાઈટ 12 15 વાગ્યે રવાના થઈ. તો મુંબઈથી સવારે 11.25 વાગ્યે પ્રસ્થાન અને બપોપે 1.15 વાગ્યે વાપસી ઉડાનનું ભાડું 32500 રૂપિયા હતું.

આ જગ્યાઓ માટે ટિકીટ થશે મોંઘી
મુંબઈ અને દિલ્હી જેવા મહાનગરોથી સૌથી મોંઘી ફ્લાઈટ મળી રહી છે. ત્યારબાદ શ્રીનગર, લેહ, કોચી, દેહરાદૂન, મેંગલૂરુ અને તિરુપતિ જેવી જગ્યાઓ માટે પણ ટિકીટ ઘણી મોંઘી છે. સુવિધાજનક સમયવાળી ફ્લાઈટનું ભાડું સૌથી સસ્તા ભાડાની તુલનામાં લગભગ 2 ઘણું છે.

માંગ વધુ હોવાને કારણે છે આ સ્થિતિ
મહામારી બાદથી ભારતનાં ઘરેલૂ યાત્રીઓ ટ્રાવેલિંગની સૌથી વધારે માંગ કરી રહ્યાં છે. 2022નાં મઘ્ય એપ્રિલનાં લાંબા વિકેન્ડ બાદ પહેલીવાર પ્રતિ દિવસ 4 લાખ યાત્રીઓનો આંકડો હવે પાર થયો છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ