બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Anticipation against calamity: How Gujarat coped with the desperation of ``Biporjoy''? How was the relief operation?

મહામંથન / આફત સામે અગમચેતી : `બિપોરજોય'ની ભયાવહતાને ગુજરાતે કઈ રીતે ખાળી? રાહત કામગીરી કેવી રહી?

Vishal Khamar

Last Updated: 08:40 PM, 16 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતનાં દરિયા કિનારાનાં વિસ્તારોમાં બિપોરજોય વાવાઝાડાએ તારાજી સર્જી છે. ત્યારે સરકાર દ્વારા વાવઝોડા સમયે મોટી જાનહાનિ ન સર્જાય તે માટે અનેક પ્રયત્નો હાથ ધર્યા હતા. તેમજ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા. ત્યારે વાવાઝોડા બાદ પણ જ્યાં જ્યાં નુકશાન થયું છે. ત્યાં તાત્કાલીક ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે.

બિપોરજોય વાવાઝોડું ગુજરાતમાંથી પસાર થઈ ગયું અને તેની અસરો પણ વર્તાઈ રહી છે. આ વખતે સરકાર અને તેનું તંત્ર અભિનંદનને પાત્ર બને છે કારણ કે જે વાવાઝોડાની ભયાવહતાની સતત વાતો થઈ રહી હતી તે વાવાઝોડું ગુજરાતને જયારે ટકરાયું ત્યારે ઓછામાં ઓછુ નુકસાન થયું તે માટે સરકાર પહેલેથી તૈયારી કરી ચુકી હતી. 
બિપોરજોયથી તો બચી ગયા ત્યારે હવે પછીના પડકાર શું?
જયાં વાવાઝોડાની શક્ય વધુ અસર થવાની હતી તે વિસ્તારમાંથી અસરગ્રસ્તોનું સ્થળાંતર હોય કે પછી વીજ પુરવઠાને લગતી કામગીરી હોય, તંત્રએ ટેકનોલોજી, નાગરિકોના સહકાર અને એકંદરે સચોટ આપદા પ્રબંધન નીતિઓને કારણે સફળતા મેળવી. બિપરજોય વાવાઝોડાની આફત ગુજરાત ઉપરથી ઉતરી ચુકી છે હવે વાવાઝોડા પછીની અસર અને આગામી દિવસોમાં થનારા વરસાદ પછીની કામગીરી હવે મુખ્ય રહેશે. હવે સવાલ એ છે કે બિપરજોયથી તો બચી ગયા ત્યારે હવે પછીના પડકાર શું. આપદાની આ સ્થિતિમાં રાહત કામગીરી કેવી રહી, આફત સામે અગમચેતી એ જ શ્રેષ્ઠ ઉપાય છે એવું ફરી વાર સાબિત થયું અને હવે તમામે આ જ વાતને બ્રહ્મવાક્ય તરીકે સ્વીકારી લેવી જોઈએ કે કેમ?

  • ગુજરાત ઉપર `બિપોરજોય' ચક્રવાત ટકરાવાનું નક્કી હતું
  • આવા સમયે સરકારની આપદા પ્રબંધન નીતિ કામ આવી
  • આફતની સામે પૂર્વતૈયારીએ `બિપરજોય'ની ભયાવહતાને ખાળી શકાઈ

આફત સામે અગમચેતીએ બચાવ્યા
ગુજરાત ઉપર બિપોરજોય ચક્રવાત ટકરાવાનું નક્કી હતું.  આવા સમયે સરકારની આપદા પ્રબંધન નીતિ કામ આવી છે. આફતની સામે પૂર્વ તૈયારીએ બિપોરજોયની ભયાવહતાને ખાળી શકાઈ છે. ટેકનિકલ કામગીરમાં પણ અનેક સુધારા થયા છે. કેન્દ્ર અને રાજ્યની ટીમે નાગરિકોની શક્ય તમામ મદદ કરી છે. 

કેટલા લોકોનું સ્થળાંતર થયું? 

કચ્છ
34300
 
જામનગર
10000
 
મોરબી
9243
 
રાજકોટ
6089
 
દેવભૂમિ દ્વારકા
5035
 
જૂનાગઢ
4604
 
પોરબંદર
3469
 
ગીર-સોમનાથ
1605
  • સ્થળાંતરીત કરાયેલા લોકોનું પુનર્વસન કરવું
  • ખોરવાયેલો વીજ પુરવઠો સંપૂર્ણ પૂર્વવત કરવો
  • બંધ થયેલા રસ્તા ફરી શરૂ કરવા 

`બિપરજોય'થી બચ્યા હવે શું પડકાર?
સ્થળાંતરીત કરાયેલા લોકોનું પુનવર્સન કરવું. તેમજ ખોરવાયેલો વીજ પુરવઠો સંપૂર્ણ પૂર્વવત કરવો. બંધ થયેલા રસ્તા ફરી શરૂ કરવા. તેમજ અસરગ્રસ્તોને કેશડોલની ચૂકવણી કરવી. 

  • બિપરજોય વાવાઝોડાની કચ્છ, દ્વારકામાં વધુ અસર થઈ
  • ભુજ-માંડવી હાઈ-વે ઉપર પાણી ફરી વળ્યા
  • હાઈ-વે ઉપરના વાહનવ્યવહારને અસર પહોંચી

`બિપરજોય'થી શું નુકસાન થયું?
બિપરજોય વાવાઝોડાની કચ્છ, દ્વારકામાં વધુ અસર થઈ છે.  ભુજ-માંડવી હાઈ-વે ઉપર પાણી ફરી વળ્યા છે. તેમજ હાઈ-વે ઉપરના વાહનવ્યવહારને અસર પહોંચી છે.  સેંકડો કાચા મકાનોના પતરા ઉડી ગયા છે.  રસ્તા ઉપર અનેક વૃક્ષ પડી ગયા છે.  અનેક જગ્યાએ વીજપોલ ધરાશાયી થયા છે. માંડવી પોસ્ટઓફિસ કચેરીમાં પાણી ઘૂસી ગયા છે.  દ્વારકામાં અનેક જગ્યાએ અંધારપટ છવાયો છે.  જખૌ પોર્ટ ઉપર વ્યાપક નુકસાન થયું છે.  જખૌ પોર્ટની અનેક દિવાલ ધરાશાયી થઈ છે.  દ્વારકામાં અનેક ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે.  માંડવીમાં પણ ખેતર અને મકાનોમાં પાણી ભરાયા છે.  

સંકળાયેલા મુદ્દાઓ

Biporjoy Cyclone Gujarat Govt Mahamanthan Vtv Exclusive Widespread Losses ગુજરાત સરકાર બિપોરજોય વાવાઝોડું મહામંથન Mahamanthan
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ