બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ગુજરાત / અમદાવાદ / Another case of fraud by swapping SIM in Ahmedabad

ચેતજો / અમદાવાદમાં વધુ એક સિમ સ્વેપિંગ કરીને ઠગાઈનો કિસ્સો, 80 લાખની કરી છેતરપિંડી, આરોપીને દબોચ્યો

Kishor

Last Updated: 09:45 PM, 22 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં વધુ સિમ સ્વેપિંગ કરીને ઠગાઈનો કિસ્સો  સામે આવ્યો છે. સાયબર ક્રાઇમે રૂ 80 લાખની છેતરપીંડી કેસમાં મહારાષ્ટ્રના પુનાથી એક આરોપીની ધરપકડ કરી છે.

  • અમદાવાદમાં વધુ એક સિમ સ્વેપિંગ કરીને ઠગાઈનો કિસ્સો
  • 80 લાખની છેતરપીંડી કેસમાં મહારાષ્ટ્રના પુનાથી એકની ધરપકડ
  • સાયબર ક્રાઇમે રૂ 50 લાખ ભોગ બનનારને પરત આપ્યા 

અમદાવાદમાં વધુ એક સિમ સ્વેપિંગ કરીને ઠગાઈનો કિસ્સો સામે આવતા પોલીસ દોડતી થઈ છે. સાયબર ક્રાઇમ પોલીસે રૂ 80 લાખની છેતરપીંડી કેસમાં મહારાષ્ટ્રના પુનાથી એક આરોપીને ઉઠાવી લીધો છે. આ ઠગાઈ કેસમાં સાયબર ક્રાઇમે રૂ 50 લાખ ભોગ બનનારને પરત આપ્યા છે. હાલ પોલીસે આરોપી ગૌતમ ગોપાલચંદ્ર મુખરજીને દબોચી લીધો છે. જેને સિમ સ્વેપિંગ કરીને રૂ 80 લાખની છેતરપીંડી કરી હોવાનું બહાર આવ્યું છે.

Another case of fraud by swapping SIM in Ahmedabad

આરોપી ગૌતમ મુખર્જી ટેક્નોલોજીમાં નિષ્ણાત છે
ઘટનાની વાત કરીએ તો અમદાવાદના એક યુવકનું વિટ્રાગ ફોમ પ્રા.લી કંપની નામથી બેંક ઓફ બરોડાનું એકાઉન્ટ હતું. જેમાં વોડાફોન કંપનીના મોબાઇલ નંબર રજીસ્ટર કર્યો હતો. આરોપીએ 30 મેના રોજ આ નંબરનું સિમ સ્વેપ કરીને બેંક એકાઉન્ટમાંથી રૂ 80 લાખનું ટ્રાન્જેક્શન કર્યું હતું. આરોપી ગૌતમ મુખર્જી ટેક્નોલોજીમાં નિષ્ણાત છે અને મુળ ઝારખંડના રાચીનો રહેવાસી છે.

આરોપી અંગ્રેજી માધ્યમમાં 12 સુધીનો અભ્યાસ કરીને BCA કર્યું હતું. હાલમાં મહારાષ્ટ્રમાં પૂનામાં આવેલી  Incedo technology Solution Ltd. કંપનીમાં ફલોર એકઝીકયુટીવ તરીકે નોકરી કરે છે, આ આરોપી ઠગાઈ કેસમાં માસ્ટર માઈન્ડ છે. જેને પોતાના સાગરીત સાથે મળીને અમદાવાદના યુવકનું કંપનીના રજીસ્ટર સીમકાર્ડ ઓનલાઇન સીમસ્વેપ કરવા વોડાફોન કંપનીમા કોલ કરી આ સીમકાર્ડ ટેમ્પરરી બંધ કરાવ્યું હતું. અને ત્યાર બાદ કંપનીના બેંક એકાઉન્ટ સાથે રજીસ્ટર સીમકાર્ડ આધારે ઓનલાઇન ટ્રાન્જેક્શન કરીને  પોતાના રાંચીના એચએફડીસી એકાઉન્ટમાં રૂ 38 લાખ ટ્રાન્સફર કર્યા હતા. અને ત્યાર બાદ wazirx કંપનીમા નાખી USD ખરીદ કરવા ટ્રાન્સફર કરેલા હતા. જ્યારે ICICI બેંકના એકાઉન્ટ માં રૂ 41.70 લાખ ટ્રાન્સફર કરીને 80 લાખની ઠગાઈ કરી હતી.

અન્ય આરોપીઓની શોધખોળ શરૂ

પકડાયેલા આરોપીનો ગુનાહિત ઇતિહાસ છે અને તેને આ પ્રકારે અનેક ગુના આચર્યા હોવાનું તપાસમાં ખુલ્યું છે. સાયબર ક્રાઇમે 80 લાખની ઠગાઈ કેસમાં સતર્કતા દાખવીને 50 લાખ ફ્રીઝ કરીને ફરિયાદી યુવકને પરત કર્યા છે. જ્યારે સિમ સ્વેપિંગ કેસમાં વોડાફોન કંપનીના કોઈ કર્મચારીઓની સંડોવણી છે કે નહીં તે મુદ્દે તપાસ શરૂ કરી છે.. આ ઉપરાંત આ ગેંગના અન્ય આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ