બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / Anger in the tribal community against Raman Vora in Sabarkantha

લોકસભા ચૂંટણી 2024 / સાબરકાંઠા જિલ્લા ભાજપમાં વિવાદ, પૂર્વ શિક્ષણ મંત્રી રમણ વોરા દ્વારા અપશબ્દો બોલ્યાનો આક્ષેપ

Ajit Jadeja

Last Updated: 03:25 PM, 28 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ધારાસભ્ય રમણ વોરા જાહેરમાં માફી માગે તેવી આદિવાસી સમાજની માગ, આદિવાસી સમાજે ધારાસભ્યના ઘરનો ઘેરાવ કરવાની આપી ચિમકી

 

સાબરકાંઠા જિલ્લા ભાજપમાં વધુ એક વિવાદ સામે આવ્યો છે. ઈડરના ધારાસભ્ય રમણ વોરા પર અપશબ્દો બોલ્યાનો આરોપ લાગ્યો છે. રમણ વોરા સામે આદિવાસી સમાજમાં રોષ જોવા મળ્યો છે. સાબરકાંઠા લોકસભા બેઠકના ઉમેદવારને લઈને વિરોધ શાંત નથી થયો ત્યાં વધુ કે એક વિવાદ વકર્યો છે. જિલ્લા પંચાયતના સભ્યો અને ધારાસભ્ય રમણલાલ વોરા વચ્ચે વિવાદ વકર્યો છે. ધારાસભ્ય રમણલાલ વોરાએ ગઈકાલે જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતીના ચેરમેન અનસુયાબેન ગામેતીને અપશબ્દો બોલ્યા હોવાનો આક્ષેપ કર્યો છે.  જેને લઈને આદિવાસી સમાજમાં રોષ ફેલાયો છે. આ બાબતે રમણલાલ વોરા જાહેરમાં માફી માંગે તેવી આદિવાસી સમાજે માંગ કરી છે. તેમજ ધારાસભ્યના ઘરનો ઘેરાવો કરવાની ચિમકી આપી છે. જેને લઈને રમણલાલ વોરાનું ઘરે ચૂસ્ત પોલિસ બંદોબસ્ત ગોઠવાયો છે. વિવાદ વધુ વકરતા ભાજપના આગેવાનો મામલો થાળે પાડવા કામે લાગ્યા છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ