બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / વડોદરા / Anandani Chirag Hospital Dr. Serious allegation of child trafficking on Kanu Nayak

પાપ છાપરે ચડીને પોકારે! / આણંદની ચિરાગ હોસ્પિટલના ડૉ. કનુ નાયક પર બાળ તસ્કરીનો ગંભીર આક્ષેપ, ભોગ બનનારે કહ્યું '1991માં મને 7 હજારમાં વેચ્યો'

Vishal Khamar

Last Updated: 06:39 PM, 29 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આણંદ શહેરની ચિરાગ હોસ્પિટલ પર યુવક દ્વારા ગંભીર આરોપ કરવામાં આવ્યા છે. ત્યારે યુવક કેવલ જોષીએ હોસ્પિટલનાં ર્ડાક્ટર કનુ નાયક પર આક્ષેપ કર્યો છે. જેમાં યુવકે ર્ડાક્ટર કનુ નાયક દ્વારા બાળ તસ્કરી કરવામાં આવતી હોવાનો આક્ષેપ કર્યો છે.

  • આણંદ શહેરની ચિરાગ હોસ્પિટલ પર ગંભીર આક્ષેપ
  • ડોં કનુ નાયક અને સ્ટાફ દ્વારા વેચાણ થયું હોવાની વ્યક્ત કરી શંકા
  • કેવલ જોષીનાં માતાપિતા ને તેનું વેચાણ 7 હજાર રૂપિયામાં કર્યું હતુ
  • કેવલ જોષીએ ડોક્ટર કનુ નાયક વિરૂદ્વ  નોંધાવી ફરિયાદ

નડિયાદ ખાતે રહેતા અને ટ્રાવેલ્સનાં ધંધા સાથે સંકળાયેલા 34 વર્ષીય યુવક કેવલકુમાર કેદારભાઈ જોષીને 32 વર્ષ પહેલા આણંદની ચિરાગ હોસ્પિટલનાં ર્ડાક્ટર તેમજ તેનાં સાગરીતો દ્વારા કંઈ પણ જાતની કાયદાકીય કાગળીયા કર્યા વગર માત્ર સાત હજારમાં તેનાા માતા-પિતા પાસેથી લેવામાં આવ્યો આક્ષેપ કર્યો છે. સમગ્ર મામલે આણંદ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.  

કેવલ જોષી

ર્ડાક્ટરે કાયદેસરનાં કાગળ કર્યા હોત તો આજે મારી પાસે દત્તક પુત્ર તરીકેનાં તમામ પુરાવા હોતઃ કેવલ જોષી
આ બાબતે વધુમાં યુવકે જણાવ્યું હતું કે,  વર્ષ 1991 માં 30 સપ્ટેમ્બરનાં રોજ ર્ડા. કનુભાઈ નાયક તેમજ તેમનાં સ્ટાફ જ્યોતિબેન દ્વારા કેવલ જોષીનું તેમનાં મારા પાલક માતા પિતાને સાત હજાર જેવી રકમ લઈ વેચાણ કરવામાં આવ્યું હતું.  એક પ્રકારે કહીએ તો બાળ તસ્કરી કરવામાં આવી હતી.  ત્યારે કેવલ જોષીની સમગ્ર પોલીસ તંત્ર તેમજ તમામ અધિકારીઓને એક જ નમ્ર વિનંતી છે ક્યાં કારણોસર મને મારા જૈવિક માતા-પિતાએ છોડી દીધો છે. અથવા તો આ સમગ્ર બાબતમાં શું સત્ય છે તેને શોધીને લાવે અને મને મારા જૈવિક માતા-પિતા સુધી પહોંચાડે.  તેમજ આ ગુનામાં જે લોકો સંડોવાયેલા છે તેમને સરકાર દ્વારા સજા કરવામાં આવે તેવી કેવલ જોષીની માંગ છે.  તેમજ એ વખતે જો ર્ડાક્ટરે કાયદેસરનાં કાગળ કર્યા હોત તો આજે મારી પાસે દત્તક પુત્ર તરીકેનાં તમામ પુરાવા હોત. ત્યારે ર્ડાક્ટર દ્વારા આવા કોઈ કાગળ કર્યા નથી. જેથી એક અંદાજ એવો લગાવી શકાય કે ર્ડાક્ટર દ્વારા અનેક બાળકો આવી રીતે આપ્યા હશે જે વંચિત હશે તેઓનાં અસલી માં-બાપથી. ત્યારે આ અંગેની જાણ થતા કેવલ જોષીએ ચિરાગ હોસ્પિટલનાં ર્ડાક્ટર કનુ નાયક તેમજ જ્યોતિબેન સામે પોલીસ મથકે ગુનો નોંધાવવા પહોંચ્યા હતા. પરંતું પોલીસે જવાબદાર વ્યક્તિઓનાં નિવેદન લીધા છે. પરંતું હજુ સુધી ગુનો નોંધ્યો નથી. 

આણંદ પોલીસ સ્ટેશન

હેમલત્તાબેનને સગા વ્હાલાઓ અવાર નવાર મ્હેણાં ટોણા મારતા

મળતી માહિતી મુજબ આજથી 32 વર્ષ પહેલાની વાત કરીએ તો કેવલ જોષીનાં પાલક માતા પિતા એટલે કે કેદારભાઈ જોષી જેઓ અમદાવાદની કોલેજમાં પ્રિન્સીપાલ તરીકે નોકરી કરતા હતા. તેમજ હેમલત્તાબેન જોષી જેઓનાં લગ્નને 14 વર્ષ જેટલો લાંબો સમય વીતવા છતાં પણ તેઓને સંતાન પ્રાપ્તિ થઈ ન હતી. તેમજ તેઓએ સંતાન પ્રાપ્તિ માટે અનેક બાધા માનતાઓ રાખી,  અનેક દવાઓ કરી છતાં પણ કોઈ પરિણામ ન આવતા છેલ્લે તેઓએ આશાઓ છોડી દીધી હતી.  અવાર નવાર સગા વ્હાલાઓ હેમલત્તાબેનને મ્હેણા ટોણા પણ મારતા હતા. 

ર્ડા. કનુ નાયક (ચિરાગ હોસ્પિટલ, આણંદ)

સમગ્ર મામલે ખુલાસો થતા યુવકનાં પગ નીચેથી જમીન ખસી ગઈ
કેવલ જોષીએ આ સમગ્ર મામલે તેઓને તેમનાં મામી સ્વ. ગીતાદેવી દિનેશચંદ્ર ભટ્ટ દ્વારા આ સમગ્ર હકીકત જાણવા મળી હતી. જેમાં તેઓની પાડોશમાં જ રહેતા જ્યોતિબેન ચિરાગ હોસ્પિટલમાં ફરજ બજાવતા હતા. તે દરમ્યાન તેમનાં મારફતે તેઓને સાત હજારમાં ખરીદ્યો હોવાનો ખુલાસો થયો હતો.જે સાંભળતા જ યુવકનાં પગ નીચેથી જમીન ખસી જવા પામી હતી. ત્યારે યુવક દ્વારા એવી માંગ કરી છે કે આવી રીતે બાળકોને વેચનાર ર્ડાક્ટર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે.

હાલ સમગ્ર બાબતે લેખિત રજૂઆત મળી તપાસ ચાલુ છેઃ પીઆઈ
આ બાબતે આણંદ શહેર પોલીસ સ્ટેશનનાં પીઆઈ એચ.આર.બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે કેવલ જોષીનાં પિતાએ કેવલને 2019 માં સમગ્ર હકીકત જણાવી હતી. ત્યારે હાલ સમગ્ર બાબતે લેખિત રજૂઆત મળી છે.  હાલ તપાસ ચાલુ છે. તેમજ આ ઘટનાં 30-32 વર્ષ પહેલાની છે. જેમાં કેટલાક પુરાવા મળવાની સંભાવનાં નહિવત છે. તો DNA એ રિપોર્ટ કરાવવો પડી શકે છે.  ત્યારે હાલ સમગ્ર મામલે નિવેદન લેવાની કાર્યવાહી ચાલુ છે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ