બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / An attempt at reconciliation between Jayaraj Singh and Anirudh Singh Jadeja

રીબડા વિવાદ / જયરાજસિંહ-અનિરુદ્ધસિંહ જાડેજા વચ્ચે સમાધાનના પ્રયાસ: સૌરાષ્ટ્રભરના ક્ષત્રિય યુવાનો આવ્યા મેદાને, પ્રમુખે આપ્યું ચોંકાવનારું નિવેદન

Priyakant

Last Updated: 08:18 AM, 24 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તાજેતરમાં ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ મહાસંમેલન થકી રીબડામાં શક્તિપ્રદર્શન કર્યું, જોકે હવે ગોંડલના જયરાજસિંહ જાડેજા, રીબડાના અનિરુદ્ધસિંહ વચ્ચે ક્ષત્રિય આગેવાનો દ્વારા સમાધાનના પ્રયાસ

  • ગોંડલના જયરાજસિંહ જાડેજા, રીબડાના અનિરુદ્ધસિંહ વચ્ચે સમાધાનના પ્રયાસ
  • આગામી દિવસોમાં વિવાદ વધુ ન વકરે તે માટે ક્ષત્રિય આગેવાનો મેદાને
  • સૌરાષ્ટ્ર ભરના ક્ષત્રિય યુવાનોના મહાસંમેલનનું થશે આયોજન
  • રાજપૂત સમાજના પ્રમુખ પીટી જાડેજાએ કહ્યું બંને આગેવાનો ક્ષત્રિય સમાજનું ઘરેણું
  • વડીલ તરીકે મારી વાત નહીં માને તો અચોક્કસ મુદતના ઉપવાસ કરીશ: જાડેજા

ગુજરાત વિધાનસભાની ચૂંટણી અગાઉ રિબડામાં અનિરુદ્ધસિંહ જાડેજા અને જયરાજસિંહ જાડેજા ગ્રૂપ વચ્ચે તાણખેંચ શરૂ થઈ હતી. જે દિવસેને દિવસે વકરી રહી છે. તેવામાં તાજેતરમાં ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ મહાસંમેલન થકી રીબડામાં શક્તિપ્રદર્શન કર્યું હતું. રીબડા ખાતે આવેલ હકાભાઈ ખૂંટની વાડીમાં મહાસંમેલન યોજાયું હતું. આ તરફ હવે ગોંડલના જયરાજસિંહ જાડેજા, રીબડાના અનિરુદ્ધસિંહ વચ્ચે સમાધાનના પ્રયાસ થઈ રહ્યા છે. આગામી દિવસોમાં વિવાદ વધુ ન વકરે તે માટે ક્ષત્રિય આગેવાનો દ્વારા આ પ્રયાસ શરૂ કરાયો છે. 

જયરાજસિંહ-અનિરુદ્ધસિંહ વચ્ચે સમાધાનના પ્રયાસ

ગોંડલના જયરાજસિંહ જાડેજા અને રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજા વચ્ચે હવે ક્ષત્રિય આગેવાનો દ્વારા સમાધાનના પ્રયાસ શરૂ થયા છે. વિગતો મુજબ સૌરાષ્ટ્ર ભરના ક્ષત્રિય યુવાનોના મહાસંમેલનનું આયોજન થશે.  નોંધનીય છે કે, સરદાર પટેલ ગ્રુપે જયરાજસિંહ જાડેજાનો સન્માન સમારોહ પણ યોજ્યો હતો. જેમાં 'રીબડામાં એ લોકોની દાદાગીરી નહીં ચાલે'.તેવો જયરાજસિંહે હુંકાર કર્યો હતો.

શું કહ્યું આંતરરાષ્ટ્રીય રાજપૂત સમાજના પ્રમુખે ? 

જયરાજસિંહ-અનિરુદ્ધસિંહ વચ્ચે સમાધાનના પ્રયાસ માટે હવે ક્ષત્રિય આગેવાનો મેદાને પડ્યા છે. આંતરરાષ્ટ્રીય રાજપૂત સમાજના પ્રમુખ પીટી જાડેજાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, બંને આગેવાનો ગુજરાતના ક્ષત્રિય સમાજનું ઘરેણું છે. તેઓ વડીલ તરીકે મારી વાત નહીં માને તો અચોક્કસ મુદતના ઉપવાસ કરીશ. મહત્વનું છે કે, પીટી જાડેજા એ સોશિયલ મીડિયામાં અલગ અલગ 5 વીડિયો પોસ્ટ કર્યા છે. 

નોંધનીય છે કે, જયરાજસિંહે મહાસંમેલનમાં સમાજને એક થઇને રહેવાની હાંકલ કરી હતી. વધુમાં યુવાનોને ગામના કેટલાક માથાભારે શખ્સો સામે લડવાનું પણ આશ્વાસન આપ્યું હતું. આ ઉપરાંત જયરાજસિંહે અન્યાય ન કરવા અને અન્યાય સહન ન કરવાનું સૂત્ર પણ આપ્યું હતું. તેમણે કહ્યું કે, રીબડા ગામમાં પટેલ સમાજ સાથે જમીનો સહિત અન્ય પ્રશ્નો અન્યાય થઈ રહ્યો છે અને વાત વાતમાં લોકોને મારવા અને ધમકાવવાની પ્રવૃતિ થાય છે જે દાદાગીરી અયોગ્ય હોવાનું પણ તેઓએ કહ્યું હતું. ઉપરાંત લોકોને ખાતરી આપતા કહ્યું કે, ગામમાં વધતી દાદાગીરી હું ચલાવી લઈશ નહિ. હું રીબડા ગામનો પ્રશ્ન હલ કરીને જ ઝંપીશ તેમ અંતમાં જયરાજસિંહએ ઉમેર્યું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ