બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / An accident between a car and an Activa on University Road in Rajkot

અકસ્માત / વધુ એક નબીરાએ રાજકોટમાં એક્ટિવા ચાલકને ઉડાવ્યો, 20 ફૂટ સુધી યુવક ફંગોળાયો, ઈજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડાયો

Malay

Last Updated: 10:18 AM, 23 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rajkot Accident News: રાજકોટના યુનિવર્સિટી રોડ પર નબીરાએ ફૂલ સ્પીડમાં કાર ચલાવી એક્ટિવા ચાલકને લીધો અડફેટે, એક્ટિવા ચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો.

  • રાજકોટમાં વધુ એક નબીરાએ કર્યો અકસ્માત
  • કારચાલકે એક્ટિવા ચાલકને અડફેટે લીધો
  • એક્ટિવા ચાલક 20 ફૂટ સુધી ફંગોળાયો

Rajkot Accident News: રાજકોટમાં નબીરાઓ બેફામ બન્યા છે. રાજકોટમાંથી સતત અકસ્માતના બનાવો સામે આવી રહ્યા છે, ત્યારે શહેરમાં વધુ એક અકસ્માત સર્જાયો છે. જેમાં કારચાલકે એક્ટિવાને અડફેટે લેતા એક્ટિવા ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી છે. જે બાદ ઈજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડાયો છે. તો પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

કારચાલક નબીરાએ સર્જ્યો અકસ્માત
પ્રાપ્ત વિગતો અનુસાર, શહેરના યુનિવર્સિટી રોડ ફૂલ સ્પીડમાં આવી આવી રહેલા કારચાલકે એક્ટિવાને અડફેટે લીધું હતું. કારચાલકે એક્ટિવાને ટક્કર મારતા એક્ટિવા ચાલક 20 ફૂટ સુધી ફંગોળાયો હતો. આ અકસ્માતને પગલે રાહદારીઓના ટોળા ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. 

Image

ઈજાગ્રસ્તને હોસ્પિટલમાં ખસેડાયો
જે બાદ આ અંગેની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. તો ઈજાગ્રસ્ત એક્ટિવા ચાલકને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, જ્યારે અકસ્માત સર્જાયો ત્યારે કારની સ્પીડ 100 સુધી હતી. હાલ આ અકસ્માતને લઈને પોલીસ તપાસ કરી રહી છે. 

બે દિવસ અગાઉ પણ સર્જાયો હતો અકસ્માત
આપને જણાવી દઈએ કે, બે દિવસ અગાઉ રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર આવેલી સોમનાથ સોસાયટીમાં સ્કોર્પિયો ચાલકે ફૂલ સ્પીડમાં કાર ચલાવીને  3 બાઈક અને એક ફેરિયાને અડફેટે લીધો હતો. જે બાદ સ્કોર્પિયો કાર મકાન સાથે અથડાયા બાદ દિવાલમાં ઘૂસી ગઈ હતી. આ અકસ્માતની ઘટનામાં ફેરિયાને ગંભીર ઈજાઓ થતાં તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો. અકસ્માતના બનાવને પગલે સ્થાનિકો ટોળા ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતો. 

સ્થાનિકે નોંધાવી હતી ફરિયાદ
આ ઘટના બાદ સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. તો સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ પણ સોમનાથ સોસાયટી ખાતે દોડી આવી હતી. જે બાદ પોલીસે કારચાલકનું લાયસન્સ માંગતા તેની પાસે લાયસન્સ ન હોવાનું જણાવ્યું હતું. જે બાદ સોમનાથ સોસાયટીમાં રહેતા કુલદિપભાઈ સાઓએ સ્કોર્પિયોના ચાલક કેવલ રમેશભાઈ ગાણોલીયા સામે ફરિયાદ નોંધાવી હતી. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ