બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / Amritpal's arrest: CM Man said-I stayed up all night getting updates

નિવેદન / અમૃતપાલની ધરપકડ: CM માને કહ્યું-હું આખી રાત જાગીને અપડેટ લેતો રહ્યો, 18 માર્ચે જ પકડી લીધો હોત પણ ગોળી...

Priyakant

Last Updated: 03:26 PM, 23 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભગવંત માને કહ્યું કે, તેઓ આ બાબતથી સંપૂર્ણપણે વાકેફ છે, હું ગઈ રાત્રે આખી રાત સૂતો નહોતો, દર 15 મિનિટે અપડેટ્સ મેળવતો હતો

  • અમૃતપાલ સિંહની ધરપકડ બાદ પંજાબના મુખ્યમંત્રીની પ્રેસ કોન્ફરન્સ 
  • હું પંજાબના 3.5 કરોડ લોકોને આશ્વાસન આપું છું કે, પંજાબમાં શાંતિ છે: CM
  • હું ગઈ રાત્રે આખી રાત સૂતો નહોતો, દર 15 મિનિટે અપડેટ્સ મેળવતો હતો: CM

અમૃતપાલ સિંહની ધરપકડ બાદ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને પ્રેસ કોન્ફરન્સ કરી હતી. મુખ્યમંત્રીએ કહ્યું કે, હું પંજાબના 3.5 કરોડ લોકોને આશ્વાસન આપું છું કે, પંજાબમાં શાંતિ છે. અમૃતપાલનું નામ લીધા વિના ભગવંત માને કહ્યું કે, તેઓ આ બાબતથી સંપૂર્ણપણે વાકેફ છે. હું ગઈ રાત્રે આખી રાત સૂતો નહોતો, દર 15 મિનિટે અપડેટ્સ મેળવતો હતો, કારણ કે હું કોઈ ખૂનખરાબો ઇચ્છતો ન હતો. પરંતુ મને પંજાબ માટે ઊંઘ ગુમાવવાનો કોઈ અફસોસ નથી.

ભગવંત માને કહ્યું કે, 18 માર્ચે પણ અમૃતપાલની ધરપકડ થઈ શકી હોત પરંતુ ગોળી ચલાવવી પડત, તેથી પંજાબ પોલીસે ખૂબ સંયમ રાખ્યો હતો. તેણે સમગ્ર ઓપરેશન માટે પંજાબ પોલીસની પીઠ થપથપાવી હતી. CM માને કહ્યું કે, દેશની સુરક્ષા માટે ખતરો ઉભો કરનારાઓને બક્ષવામાં આવશે નહીં. ભગવંત માને કહ્યું કે, AAP સરકાર લોકોની સુરક્ષા અને કાયદો અને વ્યવસ્થા માટે કામ કરી રહી છે અને તે અમારી જવાબદારી અને ફરજ છે.

મહત્વનું છે કે, પંજાબ પોલીસે આખરે 36 દિવસ પછી અમૃતપાલ સિંહની ધરપકડ કરી છે. ખાલિસ્તાન સમર્થકને પોલીસે મોગાના ગુરુદ્વારામાંથી કસ્ટડીમાં લીધા બાદ તેની ધરપકડ કરી હતી. ભાગેડુની પત્ની કિરણદીપ કૌરને ત્રણ દિવસ પહેલા ગુરુવારે (21 એપ્રિલ) અમૃતસર એરપોર્ટ પર રોકવામાં આવી હતી. 

અમૃતપાલના તમામ સાથીઓની ધરપકડ થઈ ચૂકી છે. તેના સાથીદારોની સતત પૂછપરછ કરવામાં આવી રહી હતી. એવું માનવામાં આવે છે કે પોલીસે તેની પત્ની પર દબાણ શરૂ કર્યા પછી જ તે પણ કસ્ટડીમાં આવ્યો. અમૃતપાલને ડિબ્રુગઢ જેલમાં મોકલી શકાય છે. જ્યારે તે ફરાર હતો ત્યારે તેણે સોશિયલ મીડિયાના માધ્યમથી અનેકવાર વીડિયો જાહેર કર્યા હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ