બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / Amit Shah said they can't buy all 23 crops at MSP : Gurnam Singh Chaduni

આંદોલન / ખેડૂત અગ્રણીનો મોટો આરોપ, કહ્યું ''બેઠકમાં તો ગૃહમંત્રી શાહે કહ્યું હતું કે ટેકાના ભાવે બધા પાક ન ખરીદી શકાય કારણ કે...''

Parth

Last Updated: 12:45 PM, 14 December 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ખેડૂત આંદોલનનો આજે 19મો દિવસ છે અને આજે ઉપવાસ કરીને પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે ત્યારે ખેડૂત અગ્રણીએ મોદી સરકાર પર મોટો આરોપ લગાવ્યો છે.

  • કૃષિ કાયદાઓના વિરોધમાં ખેડૂતોનો હલ્લાબોલ 
  • આજે ઉપવાસ પર બેઠા ખેડૂતો, અમિત શાહ કરી રહ્યા છે મંત્રીઓ સાથે બેઠક 
  • ખેડૂત અગ્રણીએ ટેકાના ભાવ મુદ્દે મોદી સરકાર લગાવ્યો મોટો આરોપ 

મોદી સરકાર પર લગાવ્યો મોટો આરોપ 

ખેડૂત અગ્રણી ગુરનામ સિંહ ચઢૂણીએ સરકાર પર મોટો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે સરકાર MSPને લઈને લોકોમાં ભ્રમ ફેલાવી રહી છે. ગૃહમંત્રી અમિત શાહે તો ડિસેમ્બર મહિનામાં થયેલ બેઠકમાં કહ્યું હતું કે સરકાર 23 પાકને ટેકાના ભાવે ખરીદી ન શકે કારણ કે તે માટે 17 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ આવશે. તેમણે વધુમાં કહ્યું કે સરકાર બધા જ રાજ્યોમાં ટેકાના ભાવે ખરીદી નથી કરતી અને ટેકાના ભાવ મુદ્દે સરકાર વિચારી રહી છે કે પહેલા જે ભાવે ખરીદવામાં આવતું હતું તે એમ જ ચાલુ રહેશે પરંતુ ખેડૂતો હવે તેના પર જ ટકી ન શકે. 

 

ખેડૂતોની મોટી બેઠક 

ખેડૂતો આજે ભૂખ હડતાળ કરી રહ્યા છે આજે સાંજે ગાઝીપુર અને અન્ય બોર્ડરના ખેડૂતો બેઠક કરશે ને તે બાદ સિંઘુ બોર્ડર પર બધા જ સંગઠનો એકત્રિત થશે અને આગળની રણનીતિ પર ચર્ચા કરશે. આંદોલનને લઈને આ બેઠકમાં મોટો નિર્ણય લેવાઈ શકે છે. 

મોદી સરકારના મંત્રીઓની મોટી બેઠક 

થોડીવારમાં કૃષિ કાયદા અને વિરોધ મામલે મોદી સરકારના ગ્રુપ ઓફ મિનિસ્ટર્સની બેઠક થશે જેમાં ગૃહમંત્રી અમિત શાહ પણ સામેલ થશે અને તે સિવાયના મંત્રીઓ બેઠકમાં હાજર રહે તેવી શક્યતા છે. મીડિયા અહેવાલો અનુસાર માનવામાં આવી રહ્યું છે કે નરેન્દ્ર સિંહ તોમર સાથે ફરીથી અમિત શાહ અલગથી ચર્ચા પણ કરી શકે છે. 

ખેડૂત આંદોલન બન્યું ઉગ્ર

દેશના અલગ અલગ ભાગોમાં ખેડૂતોની ભૂખ હડતાળ શરૂ થઈ છે. રાજસ્થાનના શાહજહાંપુરમાં મોટી સંખ્યામાં ખેડૂતો સીમા પર આંદોલન કરી રહ્યા છે અને ભૂખ હડતાળ પર છે. દિલ્હીમાં સિંધુ, ટીકરી, ગાઝીપુર સીમા પર ખેડૂતોના ધરણા ચાલી રહ્યા છે. ખેડૂતોની તરફથી સડક જામ કરવામાં આવી રહી છે અને સાથે જ ભાજપના નેતાઓને ઘેરવાનો પ્લાન પણ છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ