બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Amit Shah in loksabha said we are going to change 3 criminal justice law of india, now dawood ibrahim criminals will be punished in court

સદન / દાઉદ જેવા અપરાધીઓ દુનિયાના ગમે તે ખૂણામાં જતાં રહે, બચી નહીં શકે: મોદી સરકાર લાવી રહી છે કાયદો, અમિત શાહે જુઓ શું કહ્યું

Vaidehi

Last Updated: 10:15 AM, 12 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગૃહમંત્રી અમિત શાહે દેશનાં 3 મોટા બિલમાં ફેરફાર કરવાની ઘોષણા કરી. કહ્યું કે હું સદનને આશ્વાસન આપું છું કે તેનાથી લોકોને ન્યાય મળવામાં સરળતા રહેશે.

  • ગૃહમંત્રી અમિત શાહે સદનમાં મોટી ઘોષણા કરી
  • અંગ્રેજોનાં સમયથી ચાલતાં 3 બિલમાં થશે ફેરફાર
  • ભાગેડુ ગુનેગારની ગેરહાજરીમાં પણ દેશમાં ચાલશે ટ્રાયલ

હવે ભારતથી ભાગીને ગુનેગાર દુનિયાનાં કોઈ પણ ખૂણામાં છૂપાઈ જાય પરંતુ ગાયબ થઈ જવા પર ભારતમાં સજા તો થશે જ! અને તેના માટે દેશમાં એક નવો કાયદો પણ આવી રહ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે આપણાં નવા કાયદામાં પ્રાવધાન છે કે દાઉદ કે કોઈપણ ભાગેડુ દુનિયાનાં કોઈપણ ખૂણામાં હશે, તેની ગેરહાજરીમાં પણ કોર્ટમાં સુનાવણી થશે અને સજા પણ સંભળાવવામાં આવશે.

ભાગેડુની ગેરહાજરીમાં પણ ટ્રાયલ ચાલુ રહેશે
અમિત શાહે કહ્યું કે," અમે એક ઐતિહાસિક નિર્ણય લીધો છે અને એ છે ગેરહાજરીમાં પણ ટ્રાયલ કરવાનો.. અનેક મામલામાં દાઉદ ઈબ્રાહિમ wanted છે. તે દેશ છોડીને ભાગી ગયો છે તેથી તેના પર ટ્રાયલ નથી થઈ શકતું. આજે અમે નક્કી કર્યું છે કે સેશન કોર્ટનાં જજ યોગ્ય પ્રક્રિયા બાદ જેને ભાગેડુ ઘોષિત કરશે તેની ગેરહાજરીમાં પણ ટ્રાયલ થશે અને તેને સજા પણ સંભળાવવામાં આવશે. "

3 કાયદાઓમાં ફેરફાર કરવામાં આવશે
કેન્દ્રીય ગૃહમંત્રીએ આગળ કહ્યું કે," કોઈપણ આરોપીને જો સજાની સામે અપીલ કરવી હોય તો તેને ભારત આવવું પડશે. ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે અમે 3 નવા બિલ લાવ્યાં છે. IPC 1860,CRPC 1898 અને ઈન્ડિયન એવિડેંસ એક્ટ 1872- આ ત્રણ અંગ્રેજો દ્વારા લાવવામાં આવેલ કાયદાઓ હતાં. અમિત  શાહે કહ્યું કે 1860થી 2023 સુધી દેશમાં ફોજદારી ન્યાય પ્રણાલી અંગ્રેજો દ્વારા બનાવવામાં આવેલા કાયદાઓ અનુસાર કામ કરતી રહી પરંતુ હવે 3 કાયદાઓ બદલવામાં આવશે અને દેશમાં  ક્રમિનલ જસ્ટિસ સિસ્ટમમાં મોટો બદલાવ આવશે."

સામાન્ય માણસ આ નવા કાયદાનાં કેન્દ્રમાં રહેશે- શાહ
તેમણે કહ્યું કે," હવે અમે લોકસભામાં ભારતીય ન્યાય સંહિતા બિલ 2023, ભારતીય એવિડેન્સ બિલ 2023 અને ભારતિય નાગરિક સુરક્ષા સંહિતા બિલ લાવી રહ્યાં છીએ. તેનો ઉદેશ્ય સૌને ન્યાય આપવાનો છે. હું સદનને આશ્વાસન આપું છું કે તેનાથી લોકોને ન્યાય મળવામાં સરળતા રહેશે. બિલને સ્ટેંડિંગ કમિટીમાં મોકલવામાં આવી રહ્યું છે. સામાન્ય માણસ આ નવા કાયદાનાં કેન્દ્રમાં રહેશે."  શાહે કહ્યું કે,' PM મોદીએ 2019માં કહ્યું હતું કે અંગ્રેજો દ્વારા બનાવવામાં આવેલા કાયદાઓને આજના હિસાબે બનાવવામાં આવશે.'

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ