બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / સુરત / વડોદરાના સમાચાર / Ambalal weather forecast with big flurries

શક્યતા ખરી / ભારત-પાકની મેચ ધોવાશે? નવરાત્રિમાં વરસાદ રમઝટ બોલાવશે, અંબાલાલની વાતાવરણમાં મોટા હલચલ વાળી આગાહી

Vishal Khamar

Last Updated: 05:15 PM, 28 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ધીમે ધીમે ચોમાસુ રાજ્યમાંથી વિદાય લઈ રહ્યું છે. ત્યારે ચોમાસાની વિદાયની સાથે સાથે રાજ્યમાં ગરમીનું પણ પ્રમાણ વધી રહ્યું છે. તો આ વખતે નવરાત્રીમાં પણ છૂટા છવાયા વરસાદની આગાહી કરી છે. જેથી ખેલૈયાઓની મઝા બગડી શકે છે.

  • હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી
  • સપ્ટેમ્બરનાં અંત સુધીમાં ગુજરાતનાં ઘણા ભાગોમાંથી ચોમાસુ વિદાય લેશે
  • નવરાત્રીમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છેઃ અંબાલાલ પટેલ

રાજ્યમાં હવે ધીમે ધીમે ચોમાસુ વિદાય લઇ રહ્યું છે. ત્યારે આગામી મહિનામાં નવરાત્રી અને ભારત - પાકિસ્તાનનો હાઇવોલ્ટેજ ક્રિકેટ મેચ પણ અમદાવાદમાં યોજાવાની છે. ત્યારે નવરાત્રી અને ક્રિકેટ મેચ પર સંકટના વાદળ છવાઇ તેવી શક્યતા જોવા મળી રહ્યા છે.

અનુરાધા નક્ષત્રમાં પણ વાવાઝોડું બનવાની શક્યતા રહેશેઃ અંબાલાલ પટેલ
ચિત્રા નક્ષત્ર તેમજ સ્વાતી નક્ષત્ર અને વિશાખા સૂર્ય નક્ષત્રમાં વાવાઝોડું બનવાની પ્રક્રિયા રહેશે. અનુરાધા નક્ષત્રમાં પણ વાવાઝોડનું બનવાની શક્યતા રહેશે. બંગાળનાં ઉપસાગરમાં સિસ્ટમ ઓક્ટોમ્બરથી ડિસેમ્બર સુધી સક્રિય રહેવાની શક્યતા રહેશે. આ વર્ષ જે છે તે સાયકલોનનું વર્ષ છે. 2024 પણ સાયક્લોનનું વર્ષ ગણાય છે. 

અંબાલાલ પટેલ (હવામાન નિષ્ણાંત)

સપ્ટેમ્બર માસનાં એન્ડ સુધી રાજ્યમાંથી ચોમાસુ વિદાય લેશેઃ અંબાલાલ પટેલ
આ બાબતે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, આ માસનાં એન્ડ સુધીમાં ગુજરાતનાં ઘણા ભાગોમાંથી ચોમાસુ વિદાય લેશે.  પશ્ચિમ ભાગમાંથી ચોમાસાની વિદાય લેશે. અને ગરમી વધવાની શરૂઆત થશે. એટલે હવે ધીમી ધીમી ચોમાસુ વિદાય તરફ જશે.  પરંતું આમ છતાં અરબ સાગર તેમજ બંગાળ ઉપસાગરમાં સીસ્ટમ બની જશે. જેમાં ઓક્ટોમ્બર માસમાં ભારે સીસ્ટમ બનશે. અત્યારે હાલ પણ બંગાળ ઉપસાગરમાં તેમજ અરબ સાગરમાં હલચલ જોવા મળી રહી છે. 

નવરાત્રીમાં વરસાદમાં વરસાદ પડી શકે છેઃ અંબાલાલ પટેલ
નવરાત્રીમાં વરસાદને લઈ અંબાલાલ પટેલે આગાહી કરી હતી કે,  નવરાત્રી પહેલા બંગાળ ઉપસાગરમાં હલચલ જોવા મળશે. પરંતું તા. 17 નાં રોજ  દરિયા કિનારે ભારે પવન ફૂંકાશે. તેમજ બંગાળ ઉપસાગરમાં વાવાઝોડાની પ્રક્રિયા શરૂ થશે.  ત્યારે નવરાત્રીની શરૂઆતમાં વાદળછાયું વાતાવરણ રહેશે. તેમજ ત્યાર બાદ છૂટો છવાયો વરસાદ પડી શકે છે. 


 

 

સંકળાયેલા મુદ્દાઓ

Ambalal Patel Navratri Rain gujarat અંબાલાલ પટેલ અમદાવાદ ગુજરાત વરસાદ rain Forecast
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ