બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Ambalal Forecast: Arrival of Meghraja in Gujarat from today, heat will increase in the state from this date

વાતાવરણ / અંબાલાલની આગાહી: ગુજરાતમાં આજથી મેઘરાજાનું આગમન, આ તારીખથી રાજ્યમાં વધશે ગરમી

Malay

Last Updated: 12:06 PM, 24 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Meteorologist Ambalal Patel's forecast: ગુજરાતમાં વરસાદને લઈને આગાહી કરતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કહ્યું કે, 27થી 31 ઓગસ્ટ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં વરસાદી ઝાપટા પડશે.

  • હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી 
  • 24થી 26 ઓગસ્ટ મહદઅંશે વરસાદી ઝાપટા પડશે
  • 28 ઓગસ્ટથી રાજ્યમાં ગરમીમાં વધારો થશેઃ અંબાલાલ

ગુજરાતભરમાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. આકાશમાં વાદળા ઘેરાયાં છે. આવા વાદળછાયા વાતાવરણ વચ્ચે પણ રાજ્યમાં ભારે વરસાદની અત્યારે કોઈ શક્યતા નજરે પડતી નથી, જોકે કેટલાક હવામાન નિષ્ણાંતોએ 25 ઓગસ્ટ બાદ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે તેવી આગાહી કરી છે. રાજ્યમાં વરસાદને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે. 

રાજ્યમાં આ તારીખથી વધશે ગરમીઃ અંબાલાલ પટેલ 
તેઓએ જણાવ્યું છે કે, ગુજરાતમાં 24થી 26 ઓગસ્ટ મહદઅંશે વરસાદી ઝાંપટા પડશે. જ્યારે 27થી 31 ઓગસ્ટ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં વરસાદી ઝાપટા પડશે. 30-31 ઓગસ્ટ ચીનમાં ચક્રવાતના કારણે વરસાદની ગતિવિધિ અટકશે. જ્યારે 28 ઓગસ્ટથી રાજ્યમાં ગરમીમાં વધારો થશે. 23 સપ્ટેમ્બરથી ઉનાળાનો અહેસાસ થાય તેવી ગરમી વધી શકે છે. 

અંબાલાલની આગાહી: 17થી 31 ઓગસ્ટ સુધી ગુજરાતમાં થશે મેઘ મહેર, જાણો  નવરાત્રીમાં કેવું રહેશે વાતાવરણ | Ambalal Patel Rain Forecast: From 17th to  31st August there will be cloudy ...
અંબાલાલ પટેલ (હવામાન નિષ્ણાંત)

નાગરિકો અનુભવી રહ્યા છે હળવાશ
અત્યારે તો રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદે વિરામ લીધો છે. અમદાવાદમાં વરસાદી ઝાપટાં પડે છે, પરંતુ તેમાં મેઘરાજા મન મૂકીને વરસતા નથી. આ વરસાદી ઝાપટાંથી થોડા ઘણા અંશે રોડ ભીંજાઈ જાય છે. જોકે વરસાદ પડતો ન હોઈ એક પ્રકારે નાગરિકો હળવાશ અનુભવી રહ્યા છે. વરસાદે વિરામ લીધો હોઈ પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભગવાન ભોળાનાથના ભાવિક ભક્તો શિવાલયમાં જઈને તેમની શ્રદ્ધાપૂર્વક ભક્તિ કરી રહ્યા છે. શ્રાવણ મહિનાના પહેલા સોમવારે તો શિવ મંદિરોમાં શ્રદ્ધાળુઓનો ભારે ધસારો જોવા મળ્યો હતો. અત્યારે પણ શિવાલયો સવારથી હર હર મહાદેવના નારાથી ગૂંજી રહ્યા છે.

માવઠાએ તો ભારે કરી! હજુય ગુજરાત પરથી ટળ્યું નથી સંકટ, 24 કલાકમાં 40  તાલુકામાં વરસાદ, જુઓ શું કહે છે હવામાન વિભાગની આગાહી | Rain in 40 talukas  in 24 hours in ...

 

આજે આ વિસ્તારોમાં પડી શકે છે હળવો વરસાદ  
રાજ્યના વિવિધ વિસ્તારો પણ વરસાદના અભાવને અનુભવી રહ્યા છે. ચોથા રાઉન્ડની મેઘ સવારી અટકી પડી છે. સ્થાનિક હવામાન વિભાગનાં સૂત્રો જણાવે છે કે આજે  જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને દમણ, દાદરાનગર હવેલીમાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે.

ભરઉનાળે ગુજરાતનાં આ ગામમાં ગાજવીજ સાથે વરસાદ, વીજળી પડતાં એક વ્યક્તિનું  નિધન, ખેતરોમાં પૂર જેવી સ્થિતિ | Heavy rain with thunder in South Gujarat

ગુજરાતમાં પડ્યો 713.63 મિમિ વરસાદ 
રાજ્યના સ્ટેટ ઈમર્જન્સી ઓપરેશન કંટ્રોલનાં સૂત્રો જણાવે છે કે ગુજરાતમાં અત્યાર સુધીમાં 713.63 મિ.મિ. વરસાદ પડી ચૂક્યો છે, જે વરસાદની 81.41 ટકાવારી છે. અત્યારે તો કચ્છ સહિત રાજ્યના મોટા ભાગના વિસ્તારમાંથી વરસાદ ગાયબ થયો છે. ઓગસ્ટ મહિનામાં તો ભારે વરસાદ ક્યાંય પડ્યો નથી. ફક્ત ઝરમરિયા વરસાદ કે એક-દોઢ ઇંચ વરસાદથી લોકોએ સંતોષ માનવો પડે છે. જોકે ચાલુ ચોમાસાની સિઝનમાં કચ્છ 136.19 ટકા વરસાદ સાથે સમગ્ર રાજ્યમાં મોખરાના સ્થાને છે. ત્યાર બાદ સૌરાષ્ટ્રમાં 110.02 ટકા વરસાદ નોંધાયો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ