બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / almora dhoni his native village in almora with wife sakshi took blessing of elders

સાદગી / ઝારખંડ નહીં, ઉત્તરાખંડમાં છે MS ધોનીનું વતન: વર્ષો બાદ પોતાના ગામમાં પહોંચ્યો સુપરસ્ટાર, વડીલોના પગે લાગીને લીધા આશીર્વાદ

Arohi

Last Updated: 01:24 PM, 17 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

MS Dhoni In Uttarakhand: અલ્મોડા જિલ્લામાં આવેલું લ્વાલી મહેન્દ્ર સિંહ ધોનીનું ગામ છે. મંગળવારે નૈનીતાલ પહોંચેલા માહી બુધવારે પત્ની સાક્ષી સાથે પૈતૃક ગામ પહોંચ્યા તો લોકોએ ખુશીથી તેમનું સ્વાગત કર્યું.

  • મહેન્દ્ર સિંહ ધોની પહોંચ્યા ઉત્તરાખંડ
  • 20 વર્ષ બાદ ધોની પહોંચ્યા પોતાના ગામ 
  • પત્ની સાક્ષી સાથે લીધી ગામની મુલાકાત 

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની લગભગ 20 વર્ષ બાદ બુધવારે પોતાના પૈતૃક ગામ લ્વાલી પહોંચ્યા. પત્ની સાક્ષી સાથે તેમણે ગામના મંદિરોમાં ઈષ્ટ દેવતાઓની પૂજા અર્ચના કરી અને વનડે વિશ્વકપમાં ભારતીય ટીમની જીત માટે પ્રાર્થના કરી. સાથે જ વૃદ્ધોના આશીર્વાદ લેતા યુવાઓ અને બાળકોને ક્રિકેટ ટિપ્સ આપી અને અઢી કલાક જેવો સમય ગામમાં પસાર કર્યો. 

અલ્મોડા જિલ્લામાં આવેલું લ્વાલી મહેન્દ્ર સિંહ ધોનીનું ગામ છે. મંગળવારે નૈનીતાલ પહોંચેલા માહી બુધવારે પત્ની સાક્ષી સાથે પૈતૃક ગામ પહોંચ્યા તો લોકોએ ખુશીથી તેમનું સ્વાગત કર્યું. તેમણે અહીં ગંગનાથ મંદિર, ગોલુ દેવતા, દેવી માતા અને નરસિંહગ મંદિરમાં પૂજા અર્ચના કરી. 

ધોનીએ ડબલ કરી ભઈબીજની ખુશીઓ
ભઈબીજ પર ગામ પહોંચેલા માહીએ તહેવારની ખુશી ડબલ કરી નાખી. ગામની બહેનોએ તેમના માથા પર ચ્યૂડે (ચોખા)મુકી તેમના સુખી જીવનની કામના કરી. ગામના લોકો તેમની સાથે ખૂબ સેલ્ફી પણ પડાવી. 

યુવાઓ માટે હેલીકોપ્ટર શૉટના ટિપ્સ 
ઘણા સમય સુધી યુવાઓએ તેમની પાસે હેલીકોપ્ટર શૉટ સહિત બેટિંગ અને વિકેટકીપિંગની ટિપ્સ પણ લીધી. ગ્રામીણોએ રમતના મેદાન અને ક્રિકેટ એકેડેમી ખોલવા જેવા પ્રસ્તાવ પણ મુક્યા અને ગામમાં રમત અને મેદાન ન હોવાની સમસ્યા પણ શેર કરી. તેના પર માહીએ પોતાના સ્તર પર થતા પ્રયત્નો કરવાનું આશ્વાસન આપ્યું. 

એક કિમી ચાલીને પહોંચ્યા ગામ 
ધોનીના ગામ લ્વાલી આજે પણ રસ્તો ન હોવા જોવી મુળભૂત સુવિધાઓનો અભાવ સહન કરી રહ્યા છે. માહી ચાયખાન-બચકાંડે સુધી કારમાં આવ્યા બાદ પગડંડીના રસ્તે ઘર સુધી પહોંચ્યા. 

ગામમાં મળેલા સન્માન અને લાડથી માહી અને સાક્ષી ખૂબ જ ખુશ જોવા મળી રહ્યા હતી. પરંતુ રસ્તો સારો ન હોવાના કારણે ધોની પુત્રીને ગામમાં ન હતા લાવ્યા. તેમણે બે ત્રણ વર્ષ બાદ દિકરીના મોટા થયા બાદ ફરી તેને ગામમાં લઈને આવવાની ઈચ્છા જાહેર કરી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ