બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / મનોરંજન / બોલિવૂડ / Akshay Kumar again did Pan Masala ad with Shahrukh-Ajay, fans got angry on the internet

મનોરંજન / 'આપ તો વિમલ કી એડ નહીં કરને વાલે થે તો અબ ક્યા હુઆ', ફરીવાર પાન-મસાલા બ્રાન્ડની જાહેરાતમાં દેખાતા અક્ષય કુમાર થયો ટ્રોલ

Megha

Last Updated: 10:48 AM, 9 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અક્ષય કુમાર ફરીવાર પાન-મસાલા બ્રાન્ડની જાહેરાતમાં જોવા મળ્યા છે, થોડા સમય પહેલા ટ્રોલ થયા બાદ અભિનેતાએ ચાહકોને વચન આપ્યું હતું કે તે ભવિષ્યમાં આવી જાહેરાતો નહીં કરે.

  • ફરીવાર પાન-મસાલા બ્રાન્ડની જાહેરાતમાં દેખાયા અક્ષય કુમાર 
  • શાહરૂખ- અજય સાથે 'વિમલ'ની એડમાં જોવા મળતા લોકોએ કર્યા ટ્રોલ 
  • અક્ષય કુમારે કહ્યું હતું કે હવે તે પાન મસાલાની જાહેરાત નહીં કરે

અક્ષય કુમાર ફરી એકવાર શાહરૂખ ખાન અને અજય દેવગણ સાથે તમાકુ બ્રાન્ડની નવી એડમાં સાથે જોવા મળ્યા છે. આ પહેલા પણ ત્રણેય કલાકારો એક જ કંપનીના એડ શૂટ માટે સાથે આવ્યા હતા. ઇન્સ્ટાગ્રામ પર શાહરૂખના એક ફેન એકાઉન્ટે તેના પેજ પર વીડિયો પોસ્ટ કર્યો છે. આ જાહેરાતમાં ત્રણ કલાકારો ઉપરાંત અભિનેત્રી-મૉડલ સૌંદર્યા શર્મા પણ જોવા મળે છે. હવે આ વિડીયો સામે આવતાની સાથે જ લોકો અક્ષય કુમારને ખરાબ રીતે ટ્રોલ કરી રહ્યા છે.

શાહરૂખ અને અજય સાથે 'વિમલ'ની એડમાં દેખાયા અક્ષય કુમાર 
હાલ આ વિડીયો ઘણો વાયરલ થઈ રહ્યો છે અને વિડીયોમાં કોમેન્ટ કરતાં લોકો અભિનેતાને જૂની ઘટના યાદ કરાવી રહ્યા છે, જ્યારે એક તમાકુ બ્રાન્ડ માટે એડ કર્યા પછી તેણે માફી માંગી હતી. નોંધનીય છે કે છેલ્લી વખત અક્ષય કુમાર તમાકુ બ્રાન્ડની જાહેરાતમાં જોવા મળ્યો હતો, ત્યારે તે ટ્રોલ થયો હતો. લોકોએ તેને તેમનો એક જૂનો ઈન્ટરવ્યુ યાદ અપાવ્યો હતો, જેમાં અક્ષયે કહ્યું હતું કે તે એવી કોઈ પણ વસ્તુનો પ્રચાર કરતો નથી જેની સાથે તે પોતે સહમત ન હોય કે તેનો ઉપયોગ ન કરતાં હોય. ટ્રોલિંગ પછી અક્ષયને સત્તાવાર રીતે માફી માંગવી પડી હતી. એવામાં હવે અક્ષય કુમારે ફરીથી ભૂલ કરી છે અને તે ફરી એકવાર સોશિયલ મીડિયા ટ્રોલિંગનો શિકાર બન્યો છે. 

ટ્રોલરોએ લગાવી અક્ષયની ક્લાસ 
વીડિયો પર પ્રતિક્રિયા આપતા એક વ્યક્તિએ કહ્યું, 'અક્ષયને લોકોની વાત સાંભળવી પડશે. તેણે કહ્યું હતું કે તે તમાકુની જાહેરાતો નહીં કરે. અન્ય એક વ્યક્તિએ લખ્યું, 'અક્ષય કુમારે કહ્યું હતું કે હવે તે પાન મસાલાની જાહેરાત નહીં કરે કારણ કે જ્યારે તેણે પહેલીવાર વિમલની એડકરી તો તેના ચાહકો ખુશ નહોતા. તો પછી તેણે ફરીથી આવું કેમ કર્યું? અન્ય એક વ્યક્તિએ કોમેન્ટમાં લખ્યું, 'અક્ષય કુમાર વિમલની એડ કરવા જઈ રહ્યો ન હતો, પછી શું થયું? આ કેવો નિર્ણય છે? 

કેટલાક લોકોએ કર્યું અક્ષયનું સમર્થન 
આ બધાની વચ્ચે કેટલાક ફેન્સ અક્ષયને સપોર્ટ કરતા પણ જોવા મળ્યા હતા.એકે લખ્યું, "કદાચ આ તમાકુ નથી, તે માત્ર સ્વાદવાળી સોપારી છે" તો કેટલાકે કહ્યું હતું કે આ જાહેરાત ઘણા સમય પહેલા શુટ થઈ ગઈ હશે.' 

અક્ષયે પોસ્ટ કરીને ચાહકોની માફી માંગી હતી
આ વર્ષની શરૂઆતમાં અક્ષયને ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. એપ્રિલમાં તેણે ઈન્સ્ટાગ્રામ પર એક નોટ દ્વારા તેના ચાહકોની માફી માંગી હતી. તેણે લખ્યું, 'મને માફ કરજો. હું મારા તમામ ચાહકો અને શુભેચ્છકોની માફી માંગવા માંગુ છું. છેલ્લા કેટલાક દિવસોમાં તમારા પ્રતિભાવે મારા પર ઊંડી અસર કરી છે. હું તમાકુનું સમર્થન કરતો નથી અને કરીશ પણ નહીં, વિમલ ઈલાઈચી સાથેના મારા જોડાણને ધ્યાનમાં રાખીને હું તમારી ભાવનાઓને માન આપું છું. બધી નમ્રતા સાથે મેં એ એડ પાછી ખેંચી લીધી છે અને તેની ફી એક સારા હેતુ માટે દાન કરવાનું નક્કી કર્યું છે. બ્રાન્ડ કરારની કાનૂની મુદત માટે જાહેરાતો પ્રસારિત કરવાનું ચાલુ રાખી શકે છે પરંતુ હું મારી ભાવિ પસંદગીઓ કરવામાં અત્યંત સાવચેત રહેવાનું વચન આપું છું.' 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ