ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / aishwarya rai bachchan summon ed panama papers leak

એક્શન / પનામા પેપર્સ મામલો : બચ્ચન પરિવારની મુશ્કેલીઓ વધી, હવે ઐશ્વર્યા રાયને EDએ મોકલ્યું સમન્સ

Published By: Kavan

Last Updated: 11:29 AM, 20 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પનામા પેપર્સ કૌભાંડના પડઘા દેશભરમાં પડી રહ્યા છે ત્યારે હવે આ મામલે બોલીવૂડ એક્ટ્રેસ અને બચ્ચન પરિવારની પુત્રવધૂ ઐશ્વર્યા રાય બચ્ચનને ED દ્વારા સમન્સ મોકલવામાં આવ્યું છે.

ADVERTISEMENT

  • પનામા પેપર્સ કૌભાંડ મામલે એશ્વર્યા રાયને સમન્સ
  • ગયા મહિને અભિષેક બચ્ચનની થઈ હતી પૂછપરછ
  • અનેક નામી-અનામી હસ્તીઓના નામનો થયો છે ખુલાસો

સૂત્રોના જણાવ્યા અનુસાર, ઐશ્વર્યા રાયની પૂછપરછ દિલ્હીના લોકનાયક ભવનમાં કરવામાં આવશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ઐશ્વર્યા રાયને પૂછવા માટેના પ્રશ્નોની યાદી તૈયાર કરી દીધી છે. પરંતુ અધિકારીઓના જણાવ્યા અનુસાર, તે આવશે કે નહીં તે હજુ નક્કી નથી. ગયા મહિને જ આ કેસમાં અભિષેક બચ્ચનની પૂછપરછ કરવામાં આવી હતી.

પનામા પેપર્સ કેસની તપાસના સંદર્ભમાં ઘણા મોટા ચહેરાઓ પર પૂછપરછ કરવામાં આવી છે. દેશની અનેક મોટી હસ્તીઓ તપાસમાં જોડાઈ છે. બોલિવૂડ એક્ટર અભિષેક બચ્ચન પણ એક મહિના પહેલા ED ઓફિસ પહોંચ્યો હતો, જ્યાં તેની પૂછપરછ કરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર આ કેસમાં તપાસ માટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા અમિતાભ બચ્ચનને નોટિસ પણ મોકલી શકાય છે.

અમિતાભ બચ્ચન સહિત અનેક નામચીન્હ હસ્તિઓના નામ પણ આવ્યા હતા સામે

પનામા પેપેર્સ મામલામાં અમિતાભ બચ્ચન સહિત અનેક નામચીન્હ હસ્તિઓના નામ સામે આવ્યા છે.આ મામલામાં આવકવેરા વિભાગ ખુબ આક્રમકતાથી કામ કરી રહ્યું છે જેથી મુસીબત વધી શકે છે. જ્યારે આવકવેરા આ મામલે વધુમાં વધુ જાણકારી મેળવવામાં લાગી ગયું છે.

શું છે મોઝોક ફોન્સેકા ? 

જે કંપનીઓના દસ્તાવેજ લીક થયા છે. તેનું નામ મોઝોક ફોન્સેકા છે. આ ફર્મ પનામાની છે. અને તેની વેબસાઇટની માનવામાં આવે તો તેના ગ્લોબલ નેટવર્કમાં 600 લોકો છે. જે 42 દેશોમાં કામ કરે છે. આ કંપનીની વિશ્વભરમાં ફ્રેંચાઇજી છે. મોઝોક ફોન્સેકા સ્વિટ્લેન્ડ સાઇપ્રસ બ્રિટિશ વર્જિન આઇસલેન્ડમાં ટેકસ હેવન ઓપરેટ કરે છે. 

પાછલા 40 વર્ષના આ દસ્તાવેજો જણાવે છે કે કેવી રીતે કંપની ગ્રાહકોને મની લોન્ડ્રિંગ અને ટેકસ બચાવવામાં મદદ કરે છે. મોઝોક ફોન્સેકાથી લીક થયેલા દસ્તાવેજોના મતે કેવી રીતે દુનિયાના પાવરફુલ લોકોને ઓફશોર હેવન્સ અને મિલિયન ડોલરના ટેકસ બચાવ્યા અને મની લોન્ડ્રિંગ કરી. જેના માટે આ હસ્તીઓએ વિદેશોમાં શૈડો કંપનીઓ ટ્રસ્ટ અને કોર્પોરેશન બનાવ્યા. આ હસ્તીઓએ અહીંયા પૈસા લગાવ્યા કારણ કે અહીં પૈસા લગાવનારની ઓળખનો ખુલાસો કરવામાં આવતો નથી.  

લિસ્ટમાં છે 500 ભારતીયોનાં નામ 

પનામા પેપર્સ લીકમાં 500 ભારતીયોના નામનો પણ ઉલ્લેખ છે. જેમાં ડીએલએફના કે પી સિંહ ઇન્ડિયા બુલ્સના સમીર ગેહલોત અને પૂર્વ સોલિસિટર જનરલ હરીશ સાલ્વે જેવી જાણીતી હસ્તીઓના નામ સામે આવ્યા છે. આ બધા નામ સામે આવતા સરકારે આ મામલાની તપાસ માટે મલ્ટી એજન્સી ટીમ બનાવી છે. 

પનામા પેપર લીક મામલે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનુ નામ સામે આવ્યા બાદ ક્રેમલિને સ્પષ્ટીકરણ જાહેર કર્યુ છે અને કહેવામાં આવ્યું છે કે પુતિનના ડરના કારણે તેમને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જો કે પનામાની ફાઈલમાં ડાયરેકટલી પુતિનનું નામ નથી. ક્રેમલિનના પ્રવકતા દામિત્રીએ કહ્યું છે કે તેમના ઈરાદા સ્પષ્ટ છે અને પનામા પેપર્સ લીકના માધ્યમથી તેમના દેશ તેમજ તેમના રાષ્ટ્રપતિને ટાર્ગેટ કરવામાં આવ્યા છે. જેથી કરીને સપ્ટેમ્બરમાં યોજાનારી ચૂંટણીમાં તેમને નુકશાન થાય.
 

સંકળાયેલા મુદ્દાઓ

Aishwarya Rai Bachchan પનામા પેપર્સ બોલીવૂડ એક્ટ્રેસ Aishwarya Rai Bachchan

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ