ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / Airtel launches voice over Wi-Fi service for better indoor voice call

ઑફર / Jioને ટક્કર આપવા Airtel ની ધમાકેદાર સર્વિસ લૉન્ચ કરી, મફતમાં કરી શકશો વાત

Published By: Kashyap

Last Updated: 07:57 PM, 10 December 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નવા ટેરિફ પ્લાન લાગુ કર્યા બાદ એરટેલ ઇન્ડિયાએ તેની વાઇ-ફાઇ સેવા શરૂ કરી છે. એરટેલે આ નવી સર્વિસનું નામ એરટેલ વાઇ-ફાઇ કોલિંગ રાખ્યું છે. વાઇ-ફાઇ કોલિંગની ખાસ વાત એ છે કે યુઝર્સ ઇન્ટરનેટ દ્વારા ફોન પર લોકો સાથે મફતમાં વાત કરી શકશે. વાઇ-ફાઇ કોલિંગને વોઇસ ઓવર કોલિંગ અથવા VoWiFi પણ કહેવામાં આવે છે. તમે હોમ વાઇ-ફાઇ, પબ્લિક વાઇ-ફાઇ અને વાઇ-ફાઇ હોટસ્પોટની સહાયથી કોલ કરી શકો છો. ઉદાહરણ તરીકે, જો તમારા મોબાઇલમાં નેટવર્ક નથી, તો પછી તમે વાઇ-ફાઇથી ફોન પર આરામથી વાત કરી શકો છો.

ADVERTISEMENT

VoWiFi નો સૌથી મોટો ફાયદો રોમિંગમાં છે, કારણ કે તમે કોઈપણ વાઇ-ફાઇ દ્વારા મફતમાં વાત કરી શકો છો.જોકે જેમની પાસે જુના ફોન છે,જેમાં વાઇફાઇ કોલિંગની સુવિધા ન હોય તો તમે વાઇફાઇ કોલ નહીં કરી શકો.જો તમારી પાસે એરટેલ સીમ કાર્ડ છે, તો તમને નવી સર્વિસનો મેસેજ આવી ગયો હશે.એરટેલની વાઇ-ફાઇ કોલિંગ સર્વિસ હાલમાં ફક્ત વનપ્લસ, શાઓમી, એપલ અને સેમસંગના પસંદગીના સ્માર્ટફોન પર ઉપલબ્ધ છે.એરટેલની વાઇ-ફાઇ કોલિંગ સેવા હાલમાં ફક્ત દિલ્હી-એનસીઆરમાં ઉપલબ્ધ છે. આ સિવાય આ વાઇ-ફાઇ હાલમાં એરટેલ એક્સ્ટ્રીમ ફાઇબર હોમ બ્રોડબેન્ડ સાથે ઉપલબ્ધ છે. ટૂંક સમયમાં દેશના તમામ વાઇ-ફાઇ અને હોટસ્પોટ માટે શરુ કરવામાં આવશે.

સેમસંગના ગેલેક્સી જે 6, સેમસંગ ઓન 6, સેમસંગ ગેલેક્સી એમ 30 એસ અને ગેલેક્સી એ 10 એસ હાલમાં વાઇ-ફાઇ કોલિંગને સપોર્ટ કરે છે. જ્યારે શાઓમીનો પોકો એફ 1, રેડમી કે 20 અને રેડમી કે 20 પ્રો , વનપ્લસના વનપ્લસ 7, વનપ્લસ 7 પ્રો, વનપ્લસ 7 ટી, વનપ્લસ 7 ટી પ્રોને એરટેલ વાઇ-ફાઇ કોલિંગનો સપોર્ટ મળી રહ્યો છે. બીજી તરફ, એપલના આઇફોન 6 એસ પછીના તમામ આઇફોન્સમાં વાઇફાઇ  કોલિંગ સપોર્ટ કરે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Airtel Business News FREE CALLING Gujarati News Video VoWiFi Wi-fi delhi એરટેલ Offer

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ