બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Ahmedabad's Mansi Meena cleared the UPSC exam in the first attempt

સફળતાની કહાની / 'ભાઈએ ખૂબ સપોર્ટ કર્યો, 8 કલાક ભણતી હતી': અમદાવાદની માનસી મીણાએ પાસ કર્યું UPSC, પિતા-ભાઈ પણ છે IAS

Malay

Last Updated: 12:46 PM, 24 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

UPSC Result 2022: સિવિલ સર્વિસીસ 2022 પરીક્ષામાં અમદાવાદની માનસી મીણાએ પણ બાજી મારી લીધી છે. માનસી મીણાએ દિવસ-રાત ખૂબ જ મહેનત કરીને UPSC પરીક્ષા પ્રથમ પ્રયાસમાં જ પાસ કરી છે.

  • માનસી મીણાએ UPSCમાં મારી બાજી
  • UPSC પરીક્ષામાં મેળવ્યો 738મો રેન્ક
  • પરિવારને આપ્યો સફળતાનો શ્રેય

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન એટલે કે UPSC દેશમાં વહીવટી સેવાઓ માટે દર વર્ષે પરીક્ષાઓનું આયોજન કરે છે. જેને સિવિલ સર્વિસ પરીક્ષા કહેવામાં આવે છે. સિવિલ સર્વિસની પરીક્ષા દેશની સૌથી અઘરી પરીક્ષાઓમાંની એક છે. આ માટે ઉમેદવારો ખૂબ જ સખત તૈયારી કરે છે. પરંતુ થોડાક જ લોકો સફળ થાય છે. આઈએએસ, આઈપીએસ, આઈએફએસ અને આઈઆરએસ જેવી ખાલી જગ્યાઓ ભરવા માટે યુપીએસસીની સિવિલ સર્વિસની પરીક્ષા લેવામાં આવે છે. ત્યારે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)એ સિવિલ સર્વિસીસ 2022 પરીક્ષાનું પરિણામ ગઈકાલે જાહેર કરી દીધું છે. 

અમદાવાદની માનસી મીણાએ મેળવી સફળતા
પરિણામ જાહેર કરવાની સાથે જ UPSCએ ઇતિહાસ પણ રચ્યો છે. આ વર્ષે ભારતીય સિવિલ સર્વિસિસ માટે અત્યાર સુધીમાં સૌથી વધુ મહિલાઓની પસંદગી કરવામાં આવી છે. UPSC દ્વારા બહાર પાડવામાં આવેલા ફાઈનલ લિસ્ટમાં 933 ઉમેદવારોમાંથી (320) એક તૃતીયાંશ કરતાં વધુ મહિલાઓ છે. UPSCની પરીક્ષામાં અમદાવાદની માનસી મીણાએ બાજી મારી લીધી છે. સૌથી ખાસ વાત તો એ છે કે માનસી મીણાએ પ્રથમ પ્રયાસમાં જ યુપીએસસીની પરીક્ષા ક્લિયર કરી છે. પરિણામ જાહેર થયા બાદ પરિવારમાં અનોખી ખુશી જોવા મળી રહી છે. 

માનસીએ પરિવારને આપ્યો સફળતાનો શ્રેય
UPSCની પરીક્ષામાં અમદાવાદની માનસી મીણાએ પણ સફળતા મેળવી છે. માનસી મીણાએ UPSC પરીક્ષામાં 738મો રેન્ક મેળવ્યો છે. માનસી મીણાએ સફળતાનો શ્રેય પરિવારને આપ્યો છે. માનસીના પરિવારમાં 4 સભ્યો છે, જેમાંથી પિતા અને ભાઈ IAS ઓફિસર છે. માનસી મીણાના ભાઈએ વર્ષ 2021માં UPSCની પરીક્ષા આપી હતી. 

દોઢ વર્ષથી કરતી હતી તૈયારીઃ માનસી મીણા
માનસી મીણાએ VTV ન્યૂઝ સાથે વાતચીત કરતા જણાવ્યું કે, આ મારો પ્રથમ પ્રયાસ હતો. હું કોલેજમાં અભ્યાસ કરી રહી હતી, ત્યારથી જ મેં તૈયારી શરૂ કરી દીધી હતી.  હું દોઢ વર્ષથી યુપીએસસીની તૈયારી કરી રહી હતી અને દરરોજ 8 કલાક સુધી અભ્યાસ કરતી હતી. ઘણી વખત તો હું 10થી 12 કલાસ સુધી અભ્યાસ કરતી હતી. સૌથી વધારે મારા ભાઈએ મને ઘણો સહયોગ આપ્યો છે. 

મને મારી દીકરી પણ ઘણો ગર્વ છેઃ માનસી મીણાની માતા
માનસી મીણાના માતાએ જણાવ્યું કે, મને ખૂબ જ ખુશી થઈ રહી છે કે અમારા ઘરમાંથી વધુ એક વ્યક્તિ આઈએએસ બનાવા જઈ રહી છે. મને મારી દીકરીની પર ઘણો ગર્વ છે. હું તેને ફક્ત એટલું જ કહીશ કે તે લોકોની સેવા કરે. જે કેડર મળે, જ્યાં પણ જાય લોકોની સારી સેવા કરે. 

પિતા અને ભાઈ બંને IAS ઓફિસર
આપને જણાવી દઈએ કે, પ્રથમ પ્રયાસમાં UPSC પરીક્ષા પાસ કરી 738મો રેન્ક મેળવનાર માનસી મીણા ગાંધીનગરના IAS ઓફિસર રમેશ મીણાની દીકરી છે. જ્યારે IAS ઓફિસર રમેશ મીણાના પુત્ર હર્ષલ મીણા પણ કેરળ કેડરમાં ગુજરાતી IAS તરીકે ફરજ બજાવી રહ્યા છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ