બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ગુજરાત / અમદાવાદ / Ahmedabad police to start drive against who are violating traffic rules

કાર્યવાહી / ગુજરાતીઓ ટ્રાફિક નિયમો તોડ્યા તો ખિસ્સાં ખાલી કરવા તૈયાર રહેજો, જાણો શું કરવા જઈ રહી છે પોલીસ

Parth

Last Updated: 06:38 PM, 27 July 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોનાની બીજી લહેર આવતા જ શહેરીજનો લોક ડાઉન અને અનલોક વચ્ચે ઘરની બહાર હેલ્મેટ વિના નિકળતા જોવા મળી રહ્યા છે.

  • ટ્રાફિકનાં નિયમોનુ ભંગ કરતા લોકો સામે તવાઈ
  • ટ્રાફિક પોલીસે ઈ-ચલણનાં દંડ પેટે 45 કરોડ વસૂલ્યા
  • હજૂ પણ 1.54 કરોડ રૂપિયાનો દંડ વસૂલવાનો બાકી
  • 14 જેટલા વિસ્તારોમાં ટ્રાફિક પોલીસ યોજશે ડ્રાઈવ

અમદાવાદમાં ઈ-મેમો આપવાની શરૂઆત 
 અમદાવાદમાં કોરોના કાળ પછી બેદરકાર બનેલા શહેરીજનોને ચેતી જવાની જરૂર છે કારણ કે હવે જો ટ્રાફિકનાં નિયમોનુ પાલન નહી કરો તો દંડ ભરવો પડશે. ટ્રાફિક વિભાગે નિયમોનુ ભંગ કરતા શહેરીજનો સામે દંડાત્મક કાર્યવાહી શરૂ કરી છે. ચાલુ વર્ષે કોરોના કાળમાં થોડોક સમય માટે ઈ-ચલણ બંધ કરાયુ હતુ છતાં પણ પોલીસે 45 કરોડ રૂપિયા દંડ શહેરીજનો પાસે વસૂલ્યો છે. જયારે 1.54 કરોડ હજુ પણ અમદાવાદીઓના માથે ઈ ચલણનુ દેવુ છે. 

લૉકડાઉન બાદથી અનેક લોકો બેદરકાર 
કોરોનાની બીજી લહેર આવતા જ શહેરીજનો લોક ડાઉન અને અનલોક વચ્ચે ઘરની બહાર હેલ્મેટ વિના નિકળતા જોવા મળી રહ્યા છે. ત્યારે હવે નિયમોનુ પાલન ન કરવુ તમને પડી શકે છે ભારે કારણ કે અમદાવાદ શહેર ટ્રાફિક વિભાગે ઈ-ચલણ આપવાની કામગીરીને ફરી વાર પહેલાની જેમ વેગવાન બનાવી છે. હાલમાં રોજનાં 2 હજારથી 2500 ઈ –ચલણ ટ્રાફિકનાં નિયમોનુ ભંગ કરતા લોકોને મોકલવામાં આવી રહ્યા છે. જેથી હેલ્મેટ વિના, સીટબેલ્ટ પહેર્યા વિનાં તેમજ ત્રણ સવારી અને રોંગ સાઈડ વાહનો ચલાવનાર લોકો સામે પોલીસે ખાસ ઝુંબેશ શરૂ કરી છે. 

હવે પોલીસ યોજશે ડ્રાઈવ 
ટ્રાફિક વિભાગ દ્વારા શહેરમાં પૂર્વ અને પશ્ચિમ અમદાવાદનાં ટ્રાફિક ડીસીપીનાં 5-5 સ્કવોર્ડ બનાવવામાં આવ્યા છે, જે સ્કવોર્ડ અલગ અલગ પોઈન્ટ ઉપર ઉભી રહીને બાકી રહેલા ઈ-ચલણ ઉધરાવવાની કામગીરી કરી રહી છે. ત્યારે 28મી જુલાઈની એક જ દિવસની વાત કરવામાં આવે તો એક દિવસમાં 2369 ઈ-ચલણ જનરેટ કરવામાં આવ્યા હતા જેમાં દંડની રકમ 1.57 લાખ થાય છે ત્યારે ચાલુ મહિને 19.87 લાખની ઈ-ચલણની દંડની રકમ વસૂલવામાં આવી છે, જ્યારે 44 લાખની રકમ હજૂ સુધી શહેરજનો પાસે વસૂલવાની બાકી છે...ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 45 કરોડ઼ રૂપિયા ટ્રાફિક વિભાગે ઈ-મેમોનાં દંડ તરીકે વસૂલ્યા છે જ્યારે હજુ પણ 154 કરોડ રૂપિયાનાં દંડ વસૂલવાનાં બાકી છે. 

ટ્રાફિકનાં નિયમો પાળવા પડશે 
મહત્વનુ છે કે શહેરમાં દરરોજ એક લાખથી વધુની રકમ દંડ સ્વરૂપે વસૂલવામાં આવે છે. ત્યારે હજૂ પણ અનેક શહેરીજનો રોડ રસ્તા પર હેલ્મેટ વિના, સીટ બેલ્ટ વિના તેમજ ત્રણ સવારી અને રોંગ સાઈટમાં વાહનો ચલાવતા જોવા મળે છે. ત્યારે આગામી દિવસમાં ટ્રાફિક વિભાગ POS મશીન સાથે રોડ પર ઉભી રહીને બાકી રહેલા ઈ-ચલણની રકમ લોકો પાસેથી વસૂલ કરશે

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ