બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Ahmedabad Hereditary Conductor named Kaushik Lew Jihad angle probed

ક્રાઈમ / અમદાવાદમાં વિધર્મી કંડકટરે 'કૌશિક' નામ રાખી હિન્દુ યુવતીને ફસાવી, બનાવી ગર્ભવતી, લેવ જેહાદ એંગલની તપાસ

Dinesh

Last Updated: 11:36 PM, 28 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad news: અમદાવાદ પૂર્વ મહિલા પોલીસ સ્ટેશનમાં લવ જેહાદ મામલે યુવતીએ ફરિયાદ નોંધાવી છે, AMTS બસનો કંડક્ટર અન્ય ધર્મનો હોવા છતાં ખોટી પોતાની ઓળખ આપી યુવતી સાથે લગ્ન કર્યા હતા

અમદાવાદ શહેરમાં વધુ એક લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદ પૂર્વ મહિલા પોલીસ સ્ટેશનમાં લવ જેહાદ મામલે યુવતીએ ફરિયાદ નોંધાવી છે. યુવતીને AMTS બસના કંડકટર સાથે પરિચય થયો હતો. AMTS બસનો કંડક્ટર મુસ્લિમ હોવા છતાં પોતાની ઓળખ હિન્દુ તરીકે આપી યુવતી સાથે મિત્રતા કેળવી હતી. 

AMTSના કંડકટરે યુવતીને ફસાવી
મિત્રતા કેળવ્યા બાદ યુવતીએ કંડકટર સાથે લગ્ન પણ કરી લીધા હતા. ત્યારબાદ યુવતીને ખબર પડી કે આરોપી કંડકટરનુ નામ કૌશિક નહી પણ તોસિફ ભિસદી છે. તોસીફના અગાઉ લગ્ન પણ થઈ ચૂક્યા હોવાથી સંતાનો પણ હતા. તેથી યુવતીએ રિવરફ્રન્ટ ઉપર જઈને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. 

વાંચવા જેવું: અમદાવાદના TRP મોલ પર કાર્યવાહી,થિયેટર,પીજી ગર્લ્સ હોસ્ટલ,ગેમ્સ ઝોન સીલ, આગથી ઘટના પ્રકાશમાં

મિત્રતા બાદ લગ્ન કરીને છેતરપિંડી આચરી
આપઘાતના પ્રયાસ પહેલા યુવતીએ વીડિયો બનાવ્યો હતો. તે સમયે કેટલાક લોકોએ પોલીસને જાણ કરતા યુવતીને બચાવી લીધી હતી. યુવતીએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને મુસ્લિમ શખ્સની ધરપકડ કરી હતી. જ્યારે કોર્ટમાં રજૂ કરીને 30 માર્ચ સુધીના રિમાન્ડ મેળવી આ કેસમાં સંડોવાયેલા શખ્સો અંગે તપાસ કરવા વધુ પૂછપરછ શરૂ કરી છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ