બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ગુજરાત / અમદાવાદ / Ahmedabad Big malls cheat in the name of big schemes and discounts

જાણવા જેવું / '50 ટકા ડિસ્કાઉન્ટ...' : આવી જાહેરાતો વાંચીને દોડ્યા ન જતાં, જાણો સ્કીમો લાવી કેવી રીતે છેતરે છે મોટા મોલ

Vishnu

Last Updated: 11:21 PM, 29 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

50 ટકા ડિસ્કાઉન્ટની જાહેરાતોમાં ન લોભાતા, કંપનીઓ મુર્ખ નથી. ગ્રાહકોને મુર્ખ બનાવે છે, કંપનીઓ MSP મનફાવે તેટલી લખે છે!

  • ડિસ્કાઉન્ટના નામે ડબલ પૈસા!
  • ડિસ્કાઉન્ટના દાવાનો પોલખોલ રિપોર્ટ 
  • મોટા મોલના ડિસ્કાઉન્ટમાં મોટી ગોલમાલ!

શું તમે મોલની મોટી-મોટી સ્કિમો અને ડિસ્કાઉન્ટ જોઈને ખરીદી માટે કુદી પડો છો.ખરીદી કરતા જ હશો.અને ખુશ પણ થતા હશો કે. ભાઈ મજા પડી ગઈ. 50 ટકા ડિસ્કાઉન્ટ મડ્યું. 10 હજારનો સામાન 5 હજારમાં લઈને આવી ગયો.તો હવે તમારી આ મુર્ખતાને શું કહેવું. કારણ કે, તમે 50 ટકા ડિસ્કાઉન્ટમાં ખરીદી તો કરી આવ્યા. પરંતુ મુર્ખ ત્યાં બની ગયા કે, હકીકતમાં 5 હજારમાં આવેલી વસ્તુના પણ વધુ પૈસા આપીને આવ્યા છે. કારણ કે, GST લાગુ થતાં તમને એમએસપીમાં મનફાવે તેટલા ભાવ લખીને લૂંટવામાં આવે છે. 

ડિસ્કાઉન્ટ સસ્તું લાગશે, પણ છતરાશો તમે જ
ભાઈ ફલાણા મોલમાં 50 ટકા ડિસ્કાઉન્ટની સ્કીમ છે. અરે નાના ભાઈ પેલા મોલમાં તો 80 ટકા ડિસ્કાઉન્ટની સ્કીમ છે. ચાલો-ચાલો ખરીદી કરી લઈએ.આવી સ્કીમ મળેને મારા ભાઈ તો દોડ્યા ન જતા. કારણ કે, 80 ટકા તો માત્ર બહાનું છે. કારણ કે, એ 80 ડિસ્કાઉન્ટ આપીને પણ તમારી પાસેથી 80 ટકા વધુ પૈસા લઈ જશે. આવો જ ચોંકાવનારો ખુલાસો વીટીવી ન્યૂઝના રિયાલિટી ચેકમાં સામે આવ્યો છે. જેમાં જાણવા મળ્યું કે, 10 રૂપિયાની વસ્તુની એમઆરપી કંપનીઓ અથવા મોલ સંચાલકો દ્વારા 100 રૂપિયા લખવામાં આવે છે. અને તે જ વસ્તુ ગ્રાહકને 40 થી 50 રૂપિયામાં ઓફરના નામે આપી છેતરવામાં આવે છે. આવું અમને નહીં પરંતુ વેપારીઓ કહી રહ્યા છે. 

10 રૂપિયાની વસ્તુની 100 MSP લખી છેતરે છે!
મહત્વનું છે કે, દેશમાં પહેલી જુલાઈ ૨૦૧૭થી GSTની અમલવારી સાથે એક્સાઈઝના યુગનો અંત આવ્યો. એક્સાઈઝ ડયૂટીની વ્યવસ્થા પ્રાઈઝ કંટ્રોલિંગનું કામ કરતી હતી. પરંતુ GST અમલમાં આવતા જ એક્સાઈઝની વ્યવસ્થા નીકળી ગઈ. તેથી કોઈપણ પ્રોડક્ટની એમઆરપી લખવા પર કોઈ જ નિયંત્રણ રહ્યું નથી. પરિણામે ૧૦ રૂપિયાના ઉત્પાદન ખર્ચવાળી વસ્તુની મહત્તમ છૂટક કિંમત ૧૦૦ લખતા ઉત્પાદકો ખચકાટ અનુભવતા નથી. જેના કારણે મોટી રકમના ડિસ્કાઉન્ટ આપવાનો ખેલ ચાલુ થયો છે. આ સ્થિતિના કારણે ગ્રાહકો તો છેતરાય જ છે. પરંતુ તેની સાથે-સાથે નાના રીટેઈલ વેપારીઓની સ્થિતિ પણ વિકટ બની છે. અને માગ કરી રહ્યા છે કે, સરકાર મનફાવે તેમ કિંમત લખતી કંપનીઓ પર કંટ્રોલ લાવે.

ડિસ્કાઉન્ટ આપી કોઈ ખોટનો ધંધો ન કરે
મહત્વનું છે કે, મોટા-મોટા ડિસ્કાઉન્ટના કારણે મોલ અને મોટા વેપારીઓને ઉત્પાદક કંપનીઓ તરફથી ખુબ સસ્તામાં પ્રોડક્ટ મળે છે. જ્યારે તે જ વસ્તુ નાના વેપારીને મોંઘી પડે છે. બીજી તરફ મોટા મોલ અને વેપારીઓ પ્રોડક્ટ પર મોટા ડિસ્કાઉન્ટના નામે એમઆરપીમાં છેડછાડ કરી લોકોને મુર્ખ બનાવે છે. જ્યારે નાના બજારમાં તે વસ્તું સસ્તી હોવા છતાં લોકો સ્કિમોના ચક્કરમાં ફસાઈને નાના વેપારીઓ સુધી નથી પહોંચતા. આમ ગ્રાહકો પણ છેતરાય છે અને નાના વેપારીઓને પણ નુકસાન થાય છે. 

લોભામણી જાહેરાતોથી બચીને રહેજો
અહીં સવાલ એ થાય છે કે, શું ગ્રાહકોને લૂંટતા મોલ અને કંપનીઓને રોકવાનો કોઈ રસ્તો નથી? શું ડિસ્કાઉન્ટના નામે થતી લૂંટને અટકાવી ન શકાય? કેમ 50 અને 60 ટકા ડિસ્કાઉન્ટની જાહેરાતો આપીને લોકોને મુર્ખ બનાવવામાં આવે છે?  એમઆરપીમાં કેમ મન ફાવે તેમ ભાવ લખવામાં આવે છે?  સ્કીમોના નામે લોકોને કોણ-કોણ મુર્ખ બનાવી રહ્યું છે.? શું કેન્દ્ર સરકાર એમઆરપીમાં ગોટાળા કરી લોકોને લૂંટતી કંપનીઓ સામે ભરશે કડક પગલાં? સવાલો અનેક છે. ત્યારે આશા રાખીએ કે, સરકાર તો લોકોને લૂંટતી કંપનીઓ સામે કાર્યવાહી કરશે જ. પરંતુ જનતા પણ ડિસ્કાઉન્ટ જોઈ મોલ કે મોટી દુકાનોમાં જતા પહેલા નાના બજારમાં એક વખત જરૂરથી જાય. જેથી ડિસ્કાઉન્ટના નામે છેતરપીંડી અટકે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ