બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Again in Gujarat from this date Meghraja will strike Saurashtra-North as a calamity

તોફાની આગાહી / ગુજરાતમાં ફરી સૌરાષ્ટ્ર-ઉત્તર પર આફત બનીને ત્રાટકશે મેઘરાજા: આજે પણ કેટલાંક જિલ્લાઓમાં રેડ એલર્ટ, માછીમારોને ચેતવણી

Malay

Last Updated: 08:08 AM, 24 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Meteorological department's rain forecast: ગુજરાતમાં સર્જાયેલા વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગે આજે પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી કરી છે. આજે ગુજરાતના આ 4 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

  • આજે ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી 
  • વરસાદને લઈને આ 4 જિલ્લામાં રેડ એલર્ટ
  • આવતીકાલથી વરસાદનું જોર ઘટશે 

ગુજરાતમાં વરસાદના ત્રીજા રાઉન્ડમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. અત્યારે મેઘરાજા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ધડબડાટી બોલાવી રહ્યા છે. સૌરાષ્ટ્ર સહિતના અનેક વિસ્તારમાં અતિભારે વરસાદે તારાજી સર્જી છે. લોકો વરસાદના તાંડવથી તોબા પોકારી ઉઠ્યા છે તેમ છતાં વરસાદનું જોર ઘટવાની શક્યતા નથી. આજે પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી છે.

આ જિલ્લાઓમાં આજે રેડ એલર્ટ જાહેર
બંગાળની ખાડીમાં સર્જાયેલી લો પ્રેશર સિસ્ટમ સહિત ત્રણ સિસ્ટમ એક્ટિવ હોવાથી ગુજરાતમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા આજે વરસાદને લઈને રાજકોટ, દ્વારકા, ભાવનગર અને વલસાડમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આજે આ જિલ્લાઓમાં અતિભારે વરસાદ વરસી શકે છે. જ્યારે નવસારી, જામનગર, કચ્છમાં ઓરેન્જ અલર્ટ જાહેર કરાયું છે. તેમજ અમરેલી, સોમનાથ, જૂનાગઢ, ભરૂચ અને વડોદરામાં પણ ઓરેન્જ અલર્ટ જાહેર કરાયું છે. અમદાવાદમાં ભારે વરસાદની શક્યતા છે. 

આગામી 2 દિવસ દરિયો ન ખેડવાની માછીમારોને સૂચના
હવામાન વિભાગ દ્વારા આગામી 2 દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. વરસાદની આગાહીને પગલે 2 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સુચના આપવામાં આવી છે. સાથે જ એવું પણ કહેવામાં આવ્યું છે કે, રાજ્યમાં આગામી 4 દિવસ વરસાદની આગાહી છે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ કરી આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાતમાં 30 દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદ વરસશે તેવી આગાહી કરી છે. તેઓએ જણાવ્યું છે કે, રાજ્યના કેટલાક વિસ્તારોમાં 22થી 29 તારીખ ભારેથી અતિભારે વરસાદ વરસશે. 27, 28 અને 29 જુલાઈના રોજ પણ ભારેથી અતિભારે વરસાદ પડશે. આગામી 26મી જુલાઈએ દરિયામાં ડિપ્રેશન સર્જાશે જેના કારણે ભારેથી અતિભારે વરસાદ પડશે.

ઓગસ્ટમાં પણ ભારે વરસાદની શક્યતાઃ અંબાલાલ
ઓગસ્ટ મહિનાને લઈને પણ અંબાલાલ પટેલે એક આગાહી કરી છે. ઓગસ્ટ મહિનામાં પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. ભૂમધ્ય સાગરના 3 સ્ટ્રોમ બની રહ્યા છે. ઓગસ્ટ મહિનામાં ભારે પવન સાથે દરિયામાં હલચલ વધશે. ઓગસ્ટમાં સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાતમાં મેઘ તાંડવ જોવા મળી શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ