બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સ્પોર્ટસ / અમદાવાદ / Cricket / After the World Cup final, PM Modi raised the passion of the Indian team like this

હિંમત / 'તું તો ગુજરાતી બોલતો હોઇશ ને!', વર્લ્ડકપ ફાઈનલ બાદ PM મોદીએ કંઇક આ રીતે વધાર્યો ભારતીય ટીમનો જુસ્સો, શમીની પીઠ થપથપાવી

Priyakant

Last Updated: 11:14 AM, 21 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PM Modi Meet Indian Cricket Team Latest News: PM મોદીએ રવીન્દ્ર જાડેજાને મળતા કહ્યું કે, 'કાં બાપુ, ઢીલો ના પડતો'. આ પછી PM મોદીએ મોહમ્મદ શમીને ગળે લગાવીને કહ્યું હતું કે, બહોત અચ્છા કિયા હે ઇસ બાર.

  • વર્લ્ડકપ ફાઈનલમાં હાર બાદ PM મોદી ડ્રેસિંગ રૂમમાં ભારતીય ટીમના ખેલાડીઓને મળ્યા
  • કોહલી, રોહિત, જાડેજા, બૂમરાહ સહિતના તમામ ખેલાડીઓ સાથે વાત કરી
  • PM મોદીએ તમામ ખેલાડીઓ સાથે વાત કરી તેમનો જુસ્સો વધાર્યો
  • PM મોદીએ ખેલાડીઓને દિલ્હી આવવા માટે આપ્યું આમંત્રણ 

PM Modi Meet Indian Cricket Team : વર્લ્ડકપ ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાની જીત બાદ અનેક લોકોના દિલ તૂટી ગયા છે. 10 મેચો જીત્યા બાદ ફાઇનલમાં પહોંચેલ ભારતીય ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. આ દરમિયાન મેચમાં હાર બાદ PM મોદી ડ્રેસિંગ રૂમમાં ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓને મળ્યા હતા. જ્યાં તેમણે વિરાટ કોહલી, રોહિત શર્મા, રવીન્દ્ર જાડેજા, જસપ્રિત બૂમરાહ સહિતના તમામ ખેલાડીઓ સાથે વાત કરી તેમનો જુસ્સો વધાર્યો હતો. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્ટેડિયમના ડ્રેસિંગ રુમમાં ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓ સાથે વાત કરી તેમનો જુસ્સો વધાર્યો હતો. PM મોદીએ કોહલી અને રોહિત સહિત ટીમને કહ્યું હતું કે, તમે 10-10 મેચ જીતીને આવ્યા છો. આવું તો ચાલ્યા કરે. PM મોદીએ રોહિતને કહ્યું કે, મુસ્કુરાઈએ ભાઈ દેશ આપ લોગો કો દેખ રહા હે. આ સાથે કોચ રાહુલને મળી ને કહ્યું કે, કાં રાહુલ.. આપ લોગ મહેનત બહોત કિયે હે લેકિન.. 

PM મોદીએ રવીન્દ્ર જાડેજાને મળતા કહ્યું કે, 'કાં બાપુ, ઢીલો ના પડતો'. આ પછી PM મોદીએ મોહમ્મદ શમીને ગળે લગાવીને કહ્યું હતું કે, બહોત અચ્છા કિયા હે ઇસ બાર. જે બાદમાં જસપ્રિત બૂમરાહને મળીને કહ્યું કે, તું તો ગુજરાતી બોલતો હોઈશ ને  ? જેના પર જસપ્રિતે કહ્યું કે, હા થોડું થોડું.. જે બાદમાં PM મોદીએ કહ્યું કે, હસતાં હસતાં કહ્યું કે, તારું તો ઘર છે આ. 

દિલ્હી આવવા માટે આપ્યું આમંત્રણ 
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય ટીમના ખેલાડીઓને મળી તેમનો જુસ્સો વધાર્યો હતો. જે બાદમાં તેમણે કહ્યું કે, તમે લોકો જ્યારે ફરી હોવ ત્યારે દિલ્હી આવશો ત્યારે બેસીશું તમારી સાથે. મારી તરફથી નિમંત્રણ છે તમને બધાને...

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ