બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / After the May 4 tragedy, the Defense Force decided to suspend the operation of ALH Dhruv helicopters

મોટી અપડેટ / 4મેની દુર્ઘટના બાદ રક્ષાદળે લીધો મોટો નિર્ણય, ALH ધ્રુવ હેલિકોપ્ટરના સંચાલન પર લગાવી રોક

Priyakant

Last Updated: 12:08 PM, 6 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ALH Dhruv Helicopter News: જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લાના દૂરના વિસ્તાર મડવાના મચના જંગલોમાં 4મેના રોજ સેનાનું હેલિકોપ્ટર થયું હતું ક્રેશ

  • જમ્મુ-કાશ્મીરમાં ALH ધ્રુવ હેલિકોપ્ટર ક્રેશ થયા બાદ મોટો નિર્ણય 
  • ALH ધ્રુવ હેલિકોપ્ટરના સંચાલન પર લગાવી રોક
  • ટેક્નિકલ ખામીના કારણે ઈમરજન્સી લેન્ડિંગ દરમિયાન ક્રેશ થયું હેલિકોપ્ટર

જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં ALH ધ્રુવ હેલિકોપ્ટર ક્રેશ થયા બાદ મોટો નિર્ણય સામે આવ્યો છે. વાત જાણે એમ છે કે, 4 મેના રોજ ALH ધ્રુવ હેલિકોપ્ટર ક્રેશ થયા બાદ હવે તેનું સંચાલન બંધ કરી દેવામાં આવ્યું છે. હકીકતમાં ગુરુવારે જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં ALH ધ્રુવ હેલિકોપ્ટર ક્રેશ થયું હતું, જેમાં એક સૈનિકે જીવ ગુમાવ્યો હતો. 

સંરક્ષણ અધિકારીના જણાવ્યા અનુસાર સેનાએ સાવચેતીના પગલા તરીકે તેને ઓપરેશન માટે રોકી દીધું છે. જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લાના દૂરના વિસ્તાર મડવાના મચના જંગલોમાં સેનાનું હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. આર્મીનું આ હેલિકોપ્ટર ટેક્નિકલ ખામીના કારણે ઈમરજન્સી લેન્ડિંગ દરમિયાન ક્રેશ થયું હતું. હેલિકોપ્ટર ક્રેશ થાય તે પહેલાં પાઇલટ અને કો-પાયલટે એર ટ્રાફિક કંટ્રોલર (ATC) ને તકનીકી ખામી વિશે જાણ કરી અને પછી ઇમરજન્સી લેન્ડિંગનો પ્રયાસ કર્યો.

આ રીતે થયું હતું હેલિકોપ્ટર ક્રેશ 
વિગતો મુજબ પાયલોટે હેલિકોપ્ટરને મારુઆ નદીના કિનારે ઉતારવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે સફળ થયો ન હતો અને મોટો અકસ્માત થયો હતો. હેલિકોપ્ટરમાં પાઈલટ કો-પાઈલટ તેમજ ટેક્નિશિયન હાજર હતા. ALH હેલિકોપ્ટર ભારતીય કોસ્ટ ગાર્ડની સાથે આર્મી, નેવી અને એરફોર્સ સહિત ત્રણેય સંરક્ષણ દળો દ્વારા સંચાલિત છે. અગાઉ મુંબઈમાં થયેલા અકસ્માત બાદ ભારતીય સેનાના એએલએચ ધ્રુવ હેલિકોપ્ટર દ્વારા તેના ઓપરેશન પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. આ સાથે ઘટનાના કારણોની તપાસ કરવામાં આવી રહી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ