ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / મુંબઈ / બોલિવૂડ / After the controversies, the first song of Varun-Kiara's film released, you will be shocked to hear

રિલીઝ / વિવાદ બાદ વરુણ-કિયારાની ફિલ્મનું સોંગ થયું રિલીઝ,લગ્નની સિઝનમાં મચાવશે એવી ધૂમ કે સાંભળીને ઝૂમી ઉઠશો

Published By: Kavan

Last Updated: 05:49 PM, 28 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોંગમાં વરુણ ધવન અને કિયારા અડવાની ફેમિલી સાથે મળીને એન્જોય કરી રહ્યાં છે. તમામ લગ્નમાં નાચતા- ગાતા અને જામ છલકાવતા પડ્યા નજરે

ADVERTISEMENT

  • લગ્નગાળાની સિઝનમાં ધુમ મચાવશે ધ પંજાબન સોંગ 
  • સોંગમાં વરુણ ધવન અને કિયારા અડવાની મળ્યા જોવા
  • વિવાદોમાંથી પસાર થઈ આખરે રિલીઝ થયું સોંગ

આ સોંગ એનર્જીથી ભરપૂર છે, જેને જોઈને તમારા અંદર પણ એનર્જી આવી જશે.જેને સાંભળતાની સાથે તમે ખુશીથી ઝૂમી ઉઠશો. વરુણ ધવન અને કિયારા અડવાનીની ફિલ્મ 'જુગ જુગ જિઓ' નું પહેલો સોંગ રિલીઝ થયું છે. આ સોંગનું નામ 'ધ પંજાબન સોંગ' છે. ઘણા વિવાદો બાદ કરણ જોહરે પોતાની ફિલ્મનાં સોંગને દુનિયાની સમક્ષ મુકી જ દીધુ અને આ સોંગ ખરેખર ખુબ જ સરસ છે. ધ પંજાબન સોંગ સાંભળ્યાં બાદ એ વાત તો નક્કી છે કે, આ વર્ષે લગ્નની સિઝનમાં આ જ સોંગ લોકપ્રિય બનશે.

રિલીઝ થયું જુગ જુગ જિયોનું પ્રથમ ગીત

ધ પંજાબન સોંગમાં કિયારા અને વરુણની સાથે અનિલ કપૂર, નિતૂ કપૂર, પ્રાજક્તા કોલી અને મનીષ પોલ જોવા મળે છે. સોંગમાં લગ્નનો માહોલ છે. પરંતુ ખરેખરમાં લગ્ન નીતૂ કપૂરના થવા જઈ રહ્યાં છે. વીડિયોની શરૂઆતમાં નીતૂ કપૂર લાલ રંગના શાનદાર ડ્રેસમાં આવી રહી છે. તેમની સાથે વરુન અને મનીષ છે. તેના પછી કિયારા અને અનિલ કપૂરની એન્ટ્રી થાય છે.
સોંગમાં પૂરી ફેમિલી મળીને એન્જોય કરી કહી છે. સોંગમાં સેટ-અપથી વધીને સ્ટાર્સના આઉટફિટ સુધી તામામ વસ્તુઓ સેલિબ્રેશન વાળી ફીલિંગ આપે છે. આ સોંગને સાંભળીને તમે પણ ઝૂમી ઉઠશો.
 

સોંગ પર થયો હતો વિવાદ
 

થોડા દિવસો પહેલા ધ પંજાબન સોંગને લઈને વિવાદ ઉભો થયો હતો. સોંગના કોપી રાઈટને લઈને પાકિસ્તાની સિંગર અબરાર ઉલ હકે કરણ જોહરને ખૂબ ખરી ખોટી સંભળાવી હતી. અબરારે કરણ જોહર પર તેમનો સોંગ ચોરી કરવાનો આરોપ લગાવ્યો હતો. કોપી રાઈટના આ મામલામાં ઇબરારે લીગલ એક્શન લેવાની વીત કહી હતી. જો કે, પાછળથી T-Series અને Dharma Productionને સ્પષ્ટ કહ્યું કે, આ સોંગને તેમની ફિલ્મમાં લેવાના લીગલ રાઈટ્સ તેઓ પાસે છે.

ફિલ્મ જુગ જુગ જિઓની વાત કરીએ તો આ ફિલ્મ તલાખની સ્ટોરી પર આધારીત છે. ફિલ્મમાં વરુન ધવન અને કિયારા આડવાની, અનિલ કપૂર, નીતૂ કપૂર, પ્રાજક્તા કોલી અને મનીષ પોલ પણ છે. કરણ જોહરે Dharma Productionના બેનર હેઠળ આ ફિલ્મને પ્રોડ્યુઝ કર્યું છે.

સંકળાયેલા મુદ્દાઓ

Bollywood Entertainment Gujarati News Kiara Advani New Song T - series The Punjaabban Song Varun Dhawan dharma productions jug jug jiyo wedding song wedding song

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ