બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / After the budget, the prices of these 35 items will reach the sky! Know what - what will happen cheap and expensive?

Budget 2023 / બજેટ બાદ આ 35 ચીજવસ્તુઓના ભાવ પહોંચશે આસમાને! જાણો શું-શું થશે સસ્તું અને મોંઘું?

Megha

Last Updated: 03:13 PM, 31 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આત્મનિર્ભર ભારતના અભિયાનને મજબૂત બનાવવા માટે અને વેગ આપવા માટે આ આવતી કાલે રજૂ થનાર બજેટમાં કસ્ટમ ડ્યુટીમાં વધારાની જાહેરાત કરવામાં આવી શકે છે.

  • બજેટમાં કસ્ટમ ડ્યુટીમાં વધારાની જાહેરાત કરવામાં આવી શકે
  • સરકાર 35 સામાન પર કસ્ટમ ડ્યુટી વધારવાની તૈયારી કરી રહી છે
  • મંત્રાલયોની ભલામણ આ વસ્તુઓની યાદી બનાવવામાં આવી 
  • મેક ઇન ઈન્ડિયાને વેગ આપવા માટે વધારવામાં આવશે આયાત ડ્યૂટી 

1 ફેબ્રુઆરી 2023ના રોજ નાણામંત્રી નિર્મલા સીતારમણ ભારતનું સામાન્ય બજેટ (Budget-2023) સંસદમાં રજૂ કરશે. આ દરમિયાન કેન્દ્રીય કર્મચારીઓ પણ બજેટની રજૂઆતની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આત્મનિર્ભર ભારતના અભિયાનને મજબૂત બનાવવા માટે અને વેગ આપવા માટે આ આવતી કાલે રજૂ થનાર બજેટમાં કસ્ટમ ડ્યુટીમાં વધારાની જાહેરાત કરવામાં આવી શકે છે. જણાવી દઈએ કે આ પગલું સરકારના મેક ઇન ઇન્ડિયા અભિયાનમાં મદદ કરશે અને એ કારણે સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન પણ મળશે. આ સાથે જ આયાત ઘટાડવા અને સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે સરકાર 35 સામાન પર કસ્ટમ ડ્યુટી વધારવાની તૈયારી કરી રહી છે, જેમાં પ્રાઈવેટ જેટ, હેલિકોપ્ટર, હાઈ-એન્ડ ઈલેક્ટ્રોનિક વસ્તુઓ, પ્લાસ્ટિકની વસ્તુઓ, જ્વેલરી, હાઈ-ગ્લોસ પેપર અને વિટામિન્સ જેવી ઘણી વસ્તુઓનો સમાવેશ થાય છે.

મંત્રાલયોની ભલામણ આ વસ્તુઓની યાદી બનાવવામાં આવી 
1 ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવેલ બજેટમાં સરકાર જે સામાન પર કસ્ટમ ડ્યુટી વધારવાની યોજના ધરાવે છે તેની યાદી વિવિધ મંત્રાલયો પાસેથી મેળવવામાં આવી છે અને આ યાદીની સમીક્ષા કર્યા પછી એવું માનવામાં આવે છે કે અત્યાર સુધી સરકારે 35 વસ્તુઓ પર કસ્ટમ ડ્યુટી વધારવાનું મન બનાવી લીધું છે. તેની પાછળનું કારણ છે મેડ ઇન ઈન્ડિયાને પ્રોત્સાહન મળે, ભારતમાં આ માલના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે અમુક વસ્તુઓની આયાત મોંઘી કરવામાં આવી રહી છે. જણાવી દઈએ કે ડિસેમ્બરમાં વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે ઘણા મંત્રાલયોને બિન-આવશ્યક આયાતી માલની સૂચિ તૈયાર માંતે કહેવામાં આવ્યું હતું જેમાં કસ્ટમ ડ્યૂટી વધારી શકાય. 

વસ્તુની આયત મોંઘી કરવાથી ઘટશે ખાધ 
સરકાર ચાલુ ખાતાની ખાધને કારણે આયાત ઘટાડવાનો પણ પ્રયાસ કરી રહી છે. જણાવી દઈએ કે ચાલુ ખાતાની ખાધ જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં તેના નવ મહિનાની ઊંચી સપાટી 4.4 ટકાના સુધી પહોંચી ગઈ હતી. તાજેતરમાં બહાર પાડેલ એક અહેવાલ અનુસાર હજુ પણ ચાલુ ખાતાની ખાધમાં વધારો થવાની આશંકા છે. એટલે કે વધતા આયાત બિલના ખતરાની સાથે જ નિકાસ પર પણ 2023-24માં મોંઘવારીનો દબાવ પડવાની આશંકા હતી. સ્થાનિક માંગ જે રીતે નિકાસ વૃદ્ધિને વટાવી ગઈ છે એ પરથી એવો અંદાજ છે કે મર્ચેન્ડાઈઝ વેપાર ખાધ દર મહિને $25 બિલિયન હોઈ શકે છે. એટલે કે આ આંકડો ચાલુ ખાતાની ખાધને જીડીપીના 3.2 થી 3.4 ટકાની બરાબર રાખવામાં સફળ થઈ શકે છે.

આયાત ઘટાડવા માટે સરકારની નવી યોજના!
વિવિધ ક્ષેત્રોમાં આવી વસ્તુઓ પર કસ્ટમ ડ્યુટી વધારી શકાય છે, જે આવશ્યક ચીજવસ્તુઓની શ્રેણીમાં આવતી નથી. આ સિવાય સરકારે લો ક્વોલિટી પ્રોડક્ટ્સની આયાત ઘટાડવા માટે ઘણા સેક્ટરમાં ધોરણો નક્કી કર્યા છે. જેમ કે રમતગમતનો સામાન, લાકડાનું ફર્નિચર અને પીવાલાયક પાણીની બોટલ. આ બંને સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ઉત્પાદકો માટે સમાન છે. જો કે સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલ એ ધોરણોને કારણે ચીનથી આવતી ઘણી સસ્તી ચીજવસ્તુઓની આયાત ઘટી શકે છે, જેના કારણે તે થોડા સમય માટે એ વસ્તુઓ મોંઘી થઈ શકે છે.

મેક ઇન ઈન્ડિયાને વેગ આપવા માટે વધારવામાં આવશે આયાત ડ્યૂટી 
વર્ષ 2014માં લોન્ચ કરવામાં આવેલ 'મેક ઇન ઈન્ડિયા' કાર્યકમ મજબૂત કરવા માટે સરકાર આ બજેટમાં કસ્ટમ ડ્યુટી વધારવાનો નિર્ણય લઈ શકે છે. જણાવી દઈએ કે ગયા બજેટમાં પણ નાણામંત્રીએ ઈમિટેશન જ્વેલરી, છત્રી અને ઈયરફોન જેવી ઘણી વસ્તુઓ પર આયાત ડ્યૂટી વધારીને સ્થાનિક ઉત્પાદનને મજબૂત કરવા પર ભાર મૂક્યો હતો. એ સ્થિતિને જોઈએને એવું લાગી રહ્યું છે કે આ વર્ષે પણ સરકાર અન્ય ઘણી ચીજવસ્તુઓ પરની આયાત ડ્યુટી વધારશે જેથી કરીને મેક ઇન ઇન્ડિયા ઉત્પાદનોનો ફાયદો મળી શકે છે.

રત્ન અને આભૂષણ થઈ શકે સસ્તા 
જણાવી દઈએ કે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે રત્ન અને આભૂષણ સેક્ટર માટે સોના અને અન્ય કેટલીક ચીજવસ્તુઓ પરની આયાત ડ્યૂટી ઘટાડવાનું સૂચન આપ્યું હતું તેનાથી દેશમાંથી જ્વેલરી અને અન્ય તૈયાર ઉત્પાદનોની નિકાસ વધારવામાં મદદ મળશે. નોંધનીય છે કે ગયા વર્ષે બજેટમાં સરકારે સોના પરની આયાત ડ્યૂટી 10.75 ટકાથી વધારીને 15 ટકા કરી હતી એ સામે જ સરકારે ઉડ્ડયન, ઇલેક્ટ્રોનિક્સ, સ્ટીલ અને ઔદ્યોગિક ઉત્પાદન ક્ષેત્રોમાં કસ્ટમ ડ્યુટી નાબૂદ કરી હતી.  

સંકળાયેલા મુદ્દાઓ

Budget 2023 Union Budget 2023 budget 2023-24 બજેટ 2023 બજેટ 2023-24 Budget 2023
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ