બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / After Chandryaan 3 successful landing, Odisha some of the parents have thought to name their New Born Babies after chandrayaan

ઓડિશા / ચંદ્રયાન ચંદ્ર પર ઉતર્યું કે તરત પૃથ્વી પર આવ્યાં બીજા ચાર 'ચંદ્રયાન', બની ખૂબ કૌતુકની ઘટના

Vaidehi

Last Updated: 06:54 PM, 24 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચંદ્રયાન-3ની સફળ લેન્ડિંગ બાદ ઓડિશાની હોસ્પિટલમાં 4 બાળકોનો જન્મ થયો અને માતા-પિતાએ ખુશ થઈને તેમનું નામ ચંદ્રયાન રાખવાની વાત કરી.

  • ચંદ્રયાન-3ની સફળતાથી સમગ્ર વિશ્વ આનંદિત
  • લેન્ડિંગ સમયે ઓડિશાની હોસ્પિટલમાં 4 બાળકો જન્મ્યાં
  • માતા-પિતાએ બાળકોનું નામ ચંદ્રયાન પરથી રાખવાની વાત કરી

ચંદ્રયાન-3ની સફળ લેન્ડિંગની ઊજવણી સમગ્ર દેશમાં થઈ રહી છે. ભારત સહિત દુનિયાનાં તમામ લોકો ઈસરોને આ સફળતા બદલ વધામણી આપી રહ્યાં છે. તેવામાં ચંદ્રયાન-3નાં લેન્ડિંગ સમયે ઓડિશામાં પણ એક ખુશ કરી દેનારી ઘટના બની. અહીં એક હોસ્પિટલમાં જન્મનારા બાળકોનું નામ ચંદ્રયાન રાખવાની વાત કરવામાં આવી.

નવજાત શિશુઓનું નામ ચંદ્રયાન પરથી રાખશે...
ઓડિશાનાં કેન્દ્રપાડા જિલ્લાની હોસ્પિટલમાં જન્મેલા અનેક બાળકોનાં પરિવારજનો તેમનું નામ ચંદ્રયાન રાખવાની વાત કરી રહ્યાં છે. 23 ઑગસ્ટની સાંજે હોસ્પિટલમાં 4 બાળકોનો જન્મ થયો જેમાં 3 છોકરાં અને 1 બાળકી હતી. હવે ચંદ્રયાનની સફળતાથી ખુશ થઈને બાળકોનાં માતા-પિતા તેમનું નામ 'ચંદ્રયાન' રાખવા ઈચ્છે છે.

શું બોલ્યાં પરિવારજનો?
ચાર બાળકોમાંથી એકનાં પિતા પ્રવત મલિકે કહ્યું કે ચંદ્રયાનની સફળતા અને અમારા બાળકોનો જન્મ અમારા માટે બમણી ખુશીનો ઉત્સવ છે. ચંદ્રયાનની સફળતાની કેટલીક મિનીટ બાદ જ અમારા બાળકનો જન્મ થયો. અમે બાળકનું નામ આ ચંદ્ર અભિયાન પર રાખવાનો નિર્ણય કર્યો છે. તો એક અન્ય બાળકની માતા રાનૂએ કહ્યું કે ઘરનાં વડીલોને બાળકોનું નામ ચંદ્રયાનનાં નામ પરથી રાખવા અંગે વાત કરવામાં આવશે. તેમણે કહ્યું કે બાળકનું નામ ચંદ્ર અથવા લૂના પણ થઈ શકે છે કારણકે ચંદ્રયાનનો અર્થ ચંદ્ર પર લઈ જતું વાહન  થાય છે.

ક્યારે રાખવામાં આવશે નામ?
બાળકોના માતા-પિતાએ કહ્યું કે અમારા બાળકોનાં જન્મનાં 21માં દિવસે પૂજા બાદ તેમનું નામકરણ કરવાની પ્રથા છે. અમે 21માં દિવસે પૂજામાં આ વિશે નિર્ણય લેશું. કેન્દ્રપાડા હોસ્પિટલની મુખ્ય નર્સ અંજના સાહૂએ કહ્યું કે,' આ તમામ માતાઓ પોતાના બાળકોનું નામ ચંદ્રયાન પર રાખવા ઈચ્છે છે.'

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ