બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Aditi Rao Hydari got married to Siddharth in the temple of Telangana

બધાઈ હો! / તાપસી પન્નુ બાદ હવે આ અભિનેત્રીએ કર્યા ગુપચુપ લગ્ન? 'રંગ દે બસંતી'ના એક્ટર સાથે મંદિરમાં ફર્યા સાત ફેરા

Megha

Last Updated: 02:41 PM, 27 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તમિલ ફિલ્મ સ્ટાર સિદ્ધાર્થે અદિતિ રાવ હૈદરી સાથે એક મંદિરમાં લગ્ન કરી લીધા છે. સોશિયલ મીડિયા પર આ સમાચાર વાયરલ થતાની સાથે જ ફેન્સ બંનેને શુભકામનાઓ આપી રહ્યા છે.

છેલ્લા થોડા સમયથી બોલીડમાં લગ્નની સિઝન ચાલી રહી છે. રિપોર્ટ અનુસાર થોડા દિવસ પહેલા તાપસી પન્નુએ લગ્ન કરી લીધા છે. એવામાં હવે બૉલીવુડની જાણીતી અભિનેત્રી અદિતી રાવ હૈદરીની લાઈફને લઈને એક મોટી અપડેટ સામે આવી છે. 

'રોકસ્ટાર', 'મર્ડર 3', 'ફિતૂર' અને 'પદ્માવત' જેવી ફિલ્મોમાં જોવા મળેલી અભિનેત્રી અદિતિ રાવ હૈદરી છેલ્લા કેટલાક સમયથી તેના અંગત જીવનને કારણે ચર્ચામાં છે. તે સાઉથ એક્ટર સિદ્ધાર્થને ડેટ કરી રહી છે. હવે સમાચાર આવ્યા છે કે અદિતિ અને સિદ્ધાર્થે તેલંગાણાના એક મંદિરમાં લગ્ન કરી લીધા છે. 

સોશિયલ મીડિયા પર આ સમાચાર વાયરલ થતાની સાથે જ ફેન્સ આ નવા કપલને ઘણી બધી શુભકામનાઓ આપી રહ્યા છે. અહેવાલ મુજબ, સિદ્ધાર્થ અને અદિતિએ આજે ​​તેલંગાણાના વાનપર્થી જિલ્લાના શ્રીરંગાપુરમાં શ્રી રંગનાયકસ્વામી મંદિરમાં લગ્ન કર્યા હતા. 

આ લગ્નમાં તેમના પરિવાર અને નજીકના મિત્રો હાજર રહ્યા હતા. જો કે આ વિશે કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી પણ એવી અપેક્ષા રાખવામાં આવે છે કે અદિતિ-સિદ્ધાર્થ ટૂંક સમયમાં તેમના ચાહકો સાથે આ સારા સમાચાર શેર કરશે.

વધુ વાંચો: 'ફિલ્મનું ટ્રેલર ખૂબ પસંદ પડ્યું પરંતુ રેકોર્ડ...', બડે મિયાં છોટે મિયાંને લઇ સલમાન ખાને આ શું કહ્યું

સિદ્ધાર્થનું પૂરું નામ સિદ્ધાર્થ સૂર્યનારાયણ છે અને તે સાઉથના જાણીતા અભિનેતા છે. સાથે જ એમને કેટલીક હિન્દી ફિલ્મોમાં કામ કર્યું છે. એક્ટર હોવા ઉપરાંત સિદ્ધાર્થ પ્રોડ્યુસર અને સિંગર પણ છે. જાણીતું છે કે સિદ્ધાર્થ અને અદિતિએ 2021માં આવેલી ફિલ્મ 'મહા સમુદ્રમ'માં સાથે કામ કર્યું છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ