બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Accused caught stealing ST bus from Ahmedabad city

અમદાવાદ / ભારે કરી! કૃષ્ણનગર ડેપોમાંથી ચોર આખે આખી ST બસ જ ઉઠાવી ગયો, પછી જે થયું તે જાણીને ચોંકી જશો

Vishal Khamar

Last Updated: 03:50 PM, 16 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં કૃષ્ણનગર બસ ડેપોમાંથી બસની ચોરી કરી થવાની ઘટના પ્રકાશમાં આવતા પોલીસ તેમજ એસટી વિભાગમાં દોડાદોડી થઈ જવા પામી હતી. ત્યારે પોલીસ દ્વારા આ સમગ્ર મામલે ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી.

  • અમદાવાદ શહેરમાંથી ST બસની થઈ ચોરી
  • કૃષ્ણનગર બસ ડેપોમાંથી થઈ હતી બસની ચોરી
  • બસ ચોરી કરનાર યુવક માનસિક રીતે અસ્થિર હોવાનું ખુલ્યું

 મળતી માહિતી મુજબ અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલ કૃષ્ણનગર બસ સ્ટેન્ડમાંથી બસની ચોરી થઈ ગઈ હોવાનો બનાર બનતા એસટી વિભાગમાં દોડાદોડ મચી જવા પામી હતી. તો બીજી તરફ આ બાબતની જાણ એસટી વિભાગ દ્વારા પોલીસને કરતા પોલીસ પણ દોડતી થઈ જવા પામી હતી. ત્યારે પોલીસ દ્વારા બે કલાકની ભારે જહેમત બાદ આરોપીને બસ સાથે ઝડપી લેતા એસટી વિભાગે રાહતનો શ્વાસ લીધો હતો. 

બસ મળી આવતા પોલીસે હાશકારો અનુભવ્યો
અમદાવાદ શહેરનાં કૃષ્ણનગર બસ ડેપોમાંથી બસ ચોરી થઈ હોવાનાં સમાચાર વાયુ વેગે સમગ્ર વિસ્તારમાં પ્રસરી જતા લોકોમાં કૂતુહલ સર્જાયું હતું કે, આટલી મોટી બસ કોણ ચોરી ગયું હશે. પોલીસ દ્વારા કેસની ગંભીરતા જોતા તાત્કાલીક ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી. બે કલાકની દોડધામ બાદ આરોપી દહેગામ નજીકથી બસ સાથે મળી આવતા એસટી વિભાગ તેમજ પોલીસે હાશકારો અનુભવ્યો હતો.

વધુ વાંચોઃ રાજકોટવાસીઓને 25મીએ મળશે વધુ એક ગિફ્ટ: PM મોદીના હસ્તે કરાશે લોકાર્પણ, સરોવરની કામગીરી પૂર્ણ કરવા આદેશ

પોલીસે 2 કલાકની ભારે જહેમત બાદ બસને શોધી કાઢી 
બસ ચોરી કરનાર યુવક ઝડપાઈ ગયા બાદ પોલીસ દ્વારા યુવકની પૂછપરછ કરતા તે માનસિક અસ્થિર હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. યુવક દ્વારા રાત્રીના સમયે કૃષ્ણનગર ડેપોમાંથી બસની ચોરી કરી હતી. પોલીસે 2 કલાકની ભારે જહેમત બાદ બસને શોધી કાઢી હતી. નરોડા પોલીસે તુષાર ભટ્ટ નામના વ્યક્તિની ધરપકડ કરી છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

https://whatsapp.com/channel/0029Va9Pzs50gcfLWGaYSv35

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ