બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / According to astrology your horoscope how will this week prove

ભવિષ્ય / 25 સપ્ટેમ્બર થી 1 ઓકટોબર: કેવા રહેશે તમારા આવનાર 7 દિવસ, કઈ રાશિના જાતકોને મોજ, તો કોની પર વિધ્નના સંકેત, જુઓ સાપ્તાહિક રાશિફળ

Mahadev Dave

Last Updated: 07:59 AM, 25 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

25 સપ્ટેમ્બર થી 1 ઓકટોબર સુધીના આ 7 દિવસ અમુક રાશિના જાતકોને જલસા તો અમુકને ઉપાધિનાં ઘર સમાન સાબિત થશે. જુઓ સાપ્તાહિક રાશિફળ આ અહેવાલમાં!

  • નવું સપ્તાહ અનેક રાશિના લોકોના જીવનમાં ઉતાર ચઢાવ લઈને આવશે
  • અમુક રાશિના લોકો માટે આ સપ્તાહ મુશ્કેલીભર્યું 
  • જાણો કઇ રાશિના લોકોને થશે લાભ

આજથી શરૂ થતું નવું સપ્તાહ અનેક રાશિના લોકોના જીવનમાં ઉતાર ચઢાવ લઈને આવશે. અમુક રાશિના લોકો માટે આ ખૂબ સારો સમય છે તો અમુક રાશિના લોકો માટે આ સપ્તાહ મુશ્કેલીભર્યું સાબિત થશે. જેથી સતર્કતા રાખવી આવશ્યક છે. ત્યારે આવો જાણીએ વિસ્તારથી

Tag | VTV Gujarati


મેષ રાશિ
મેષ રાશિના જાતકોએ આ અઠવાડિયે કોઈને પણ કાડવું લાગે તેવુ સત્ય કહેતા પહેલા અટકવું જોઈએ. જો આ અંગે ગંભીરતાથી લેવામાં નહિ આવે તો સંબંધોમાં તિરાડ પડી શકે છે. આ લોકોએ માત્ર સંબંધોની જ નહીં સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવું. બીમારી ભોગવવાનો વારો પણ આવી શકે છે જો તમે સંબંધમાં જરા પણ લાપરવાહી કરો તો ખરાબ પરિણામ ભોગવવાનો વારો આવી શકે છે. એટલું જ નહીં કરિયર અને વેપાર સંબંધી નિર્ણય તમને અસમંજસમાં મૂકી શકે છે. આથી કોઈપણ નિર્ણય લેતા પહેલા વિશેષજ્ઞ તથા શુભચિંતકો નો મત લેવો જરૂરી છે.

વૃષભ રાશિ
વૃષભ રાશિના લોકોએ આ સપ્તાહ દરમિયાન વિચારેલા કામો પૂર્ણ કરવામાં ખૂબ પરિશ્રમ અને પ્રયાસ કરવો પડશે. સપ્તાહની શરૂઆતમાં જ ઘરેલુ સમસ્યા અને વિવાદના સિલસિલામાં ભાગદોડ કરવી પડશે  આ ઉપરાંત ઘરના મોભીના આરોગ્ય બાબતે પણ ચિંતા વધી શકે છે. બીજી બાજુ નોકરી તથા તમારા કાર્યક્ષેત્રના કોઈપણ કામ બીજાના ભરોસે મુકવાની ભૂલ ન કરવી તેમજ નોકરી કરતા લોકો આ સમયગાળા દરમિયાન તમારા વિરોધીઓથી સતર્ક રહેવું જરૂરી છે. તો પ્રેમ સંબંધ સાથે જોડાયેલી તમામ સમસ્યાઓને સૂઝબુજ અને સંવાદ સાથે ઉકેલવી જોઈએ.


મિથુન રાશિ
મિથુન રાશિના જાતકો માટે આ સપ્તાહમાં ઉર્જા અને સમય ખૂબ મહત્વના છે. જો તમે આ સમયગાળા દરમિયાન સમયનો દુરુપયોગ કરવાથી બચશો તો તમને ખૂબ સારી સફળતા મળી શકે છે. કારણ કે કરિયર અને વેપાર માટે આ સપ્તાહ વિશેષ મહત્વનો છે. તમારા અટકેલા કામોને પૂર્ણ કરવાનો પણ અવસર મળી શકે છે. તેમજ પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે પણ સપનાને હકીકતમાં બદલવાનો સમય છે. વેપાર માટે આ સમયગાળો સારો નીવડે તેવી સંકેતો જોવા મળશે અને બજારમાં તમારી શાખમાં પણ વધારો થશે.


કર્ક રાશિ
કર્ક રાશિના લોકો માટે આ સપ્તાહમાં ઉતાર-ચઢાવ જોવા મળશે. નોકરીમાં અચાનક કામકાજનો બોજ વધી શકે છે. જેને લઇને તમારે ખૂબ પરિશ્રમ અને પ્રયાસ કરવા પડશે. સાથે સાથે તમારા સિનિયર અને જુનિયરનો સહયોગ પણ મળી શકે છે. આ ઉપરાંત તમે માર્કેટિંગ અથવા કમિશન સાથે સંકળાયેલા કામમાં હોય તો મોટી સફળતા હાથ લાગે તેવી શક્યતાઓ સેવાઈ રહે છે. જોકે આ સપ્તાહમાં તમારે નાણાંની લેવડદેવડ સાવધાની સાથે કરવી જોઈએ. અન્યથા લાપરવાહીથી મોટું નુકસાન થવાના ભણકારા પણ જોવા મળી રહ્યા છે. જમીન સહિતની બાબતો સાથે સંકળાયેલા મામલે ઇગ્નોર કરશો તો મોટું પરિણામ ભોગવવાનો પણ વારો આવી શકે છે.

Topic | VTV Gujarati
સિંહ રાશિ
સિંહ રાશિના જાતકો માટે પણ આ સપ્તાહ ઉત્તર ચડાવયુક્ત રહેશે. વિચારેલા કામોમાં મોડું થવાથી ધાર્યું પરિણામ ન મળે તેમજ સપ્તાહની શરૂઆતથી જ તમારા માથે મોટું ખર્ચ પણ આવી શકે છે. નોકરી ધંધાના સ્થળ પર કોઈપણ પ્રકારની ભૂલના લીધે તમારા સિનિયરનો ગુસ્સો સહન કરવો પડશે. તથા વેપારમાં અટવાયેલા નાણા મેળવવા માટે વધુ પરિશ્રમ કરવો પડશે. જીવનમાં આવતી સમસ્યાઓ અને વિટમણાઓનો ઉકેલ માટે તમારા મિત્રનો સહારો લઈ શકો છો. આ સપ્તાહમાં માત્ર તમારી જ નહીં પરંતુ તમારા ઘરના વડીલના આરોગ્યની પણ તમારે સંભાળ રાખવી પડશે. ઉપરાંત અભિમાનથી પણ બચવું જોઈએ.


કન્યા રાશિ
કન્યા રાશિના જાતકોએ આ સપ્તાહમાં નજીકનો ફાયદો અને દૂરના નુકસાન કરવાથી બચવું જોઈએ. આ સપ્તાહમાં કોઈપણ કામ બીજાના ભરોસા પર રાખવુ જોઈએ નહીં અને પાર્ટનરશીપમાં વેપાર કરતાં લોકોએ પણ આ બાબત ખાસ નોંધવી જોઈએ. સપ્તાહની શરૂઆતમાં તમારા વેપાર અને કરિયરને આગળ લઈ જવા માટે જોયેલા સપનાને સાકાર કરવા માટે ઉચિત સમયની રાહ જોવી પડશે. વધુમાં ઘરની સુખ સુવિધા અને મરામત માટે વધુ નાણાં ખર્ચવા પડે તેવું પણ જોવા મળી રહ્યું છે. આ સપ્તાહમાં ખાવા પીવા અને આરોગ્ય બાબતની ખાસ કાળજી રાખવી જોઈએ.


તુલા રાશિ
તુલા રાશિના લોકોએ આ સપ્તાહમાં વાત વ્યવહાર ખૂબ સાવધાની સાથે કરવાની આવશ્યકતા રહેશે. તેમજ આ સમયમાં કોઈને પણ વચન આપતા પહેલા વિચારવું જોઈએ. કારણ કે પાછળથી આ વચનને પૂર્ણ કરવામાં તમે મુશ્કેલીનો સામનો કરી શકો છો. આ સમયગાળામાં તમે જવાબદારીથી ભાગવા કરતા તેમને સારી રીતે નિભાવવાનો પ્રયાસ કરી શકો છો. વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને સારી ધન રાશિ પ્રાપ્ત થશે. તથા પરીક્ષાની તૈયારી સાથે જોડાયેલા હોય તો આળસ ત્યજી અને કઠોળ પરિશ્રમ કરવો જોઈએ જેથી સફળતા મળી શકે છે. પ્રેમી પાર્ટનર સાથે મુલાકાત ન થયાની વાત મનમાં ખૂંચે અને સુખી દાંપત્ય માટે પત્ની સાથે તાલમેલ કરી રહેવું જોઈએ.

કઈ રાશિને પ્રવાસથી થશે લાભને કોને મળશે ભાગ્યનો સાથ, જાણો આજનું રાશિ ભવિષ્ય  | Know your wednesday rashi bhavishya 1st january 2020

વૃષીક રાશિ
વૃષીક રાશિના લોકો માટે આ સપ્તાહ ગુડ લક લઈને આવશે. સપ્તાહની શરૂઆતમાં જ કરિયર અને વેપાર સાથે સંકળાયેલ શુભ સૂચના મળી શકે છે. તેમજ વિચારેલા કામ સફળ થતાં હોવાનું પણ દેખાશે. જેને લઇને અંદર આત્મવિશ્વાસ વધશે તો વધુ જોમ અને જુસ્સા સાથે કાર્યની શરૂઆત થશે. સપ્તાહ દરમિયાન કોઈ પ્રભાવશાળી વ્યક્તિની મદદથી જીવનમાં મોટો તણાવ દૂર થઈ શકશે તો સંતાન મામલે પણ મોટી ઉપલબ્ધિ હાંસલ થશે જે તમારા માન સન્માનનું કારણ બની શકે છે.


ધનું રાશિ
ધનું રાશિના લોકો માટે પણ આ સપ્તાહ ખૂબ સારા સમાચાર લઈને આવશે. તમારા દરેક ક્ષેત્રમાં સૌભાગ્યનો લાભ મળશે અને જો તમે નોકરી સાથે સંકળાયેલા છો તો તમારા ભવિષ્ય માટે બદલાવનું આયોજન કરી શકો છો જો તમે નોકરી શોધી રહ્યા છો તો મિત્ર અને શુભચિંતકની મદદથી સારી નોકરી પણ મળી શકે છે. તો વેપારમાં પણ સપ્તાહની શરૂઆતમાં જ વિચારેલ ધનલાભ પ્રાપ્ત થઈ શકે છે. આ સપ્તાહમાં યુવાઓનો વધુ સમય મિત્ર સાથે મોજમસ્તીમાં જશે.તથા પરિજનો પ્રેમીનો સ્વીકાર કરીને વિવાહની મંજૂરી પણ આપી શકે છે.


મકર રાશિ
મકર રાશિના જાતકોએ આ સમયગાળા દરમિયાન જીવન સાથે સંકળાયેલ કોઈ પણ પગલું લેતા પહેલા 100 વખત વિચારવા જેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. આ દરમિયાન કોઈપણ કાર્ય શોર્ટકટથી પૂર્ણ કરવુંએ નુકસાનકારક સાબિત થશે. એટલું જ નહીં આ સમયગાળા દરમિયાન વિરોધીઓથી સતર્ક રહેવું જોઈએ બજારમાં ફસાયેલા નાણા કાઢવામાં પણ મુશ્કેલી આવી શકે છે. બાપ-દાદાની જમીનનો વિવાદ કોર્ટમા જઇ શકે છે. તથા આ સમયમાં કોઈ પણ ખોટું કામ અટકવું જોઈએ.

કુંભ રાશિ
કુંભ રાશિના જાતકો માટે આ સપ્તાહમાં ઉતાર-ચઢાવ જોવા મળશે. ક્યારેક કામ બનશે તો ક્યારેક કામ બગડી શકે છે. તથા પરિવારના સદસ્યો સાથે જમીન વિવાદનો લઈને અણબનાવ ઉભો થશે. તેમજ આ સમય આરોગ્ય અને સંબંધની દ્રષ્ટિએ જરા પણ સારો નથી. પરિજનો પાસેથી ઉમ્મીદ મુજબ સહકાર મળશે નહીં! કાર્ય ક્ષેત્રમાં કામ પણ ખૂબ વધુ રહેશે અને તમારા આરોગ્ય માટે પણ સમય કાઢવો જોઈએ.

મીન રાશિ
મીન રાશિના લોકો માટે આ સપ્તાહનો સમય ખુશીઓ લઈને આવશે. આ સપ્તાહમાં તમને કોઈ મોટી સફળતા મળી શકે છે. જેને લઇને પરિવારમાં ખુશીઓનો માહોલ ઊભો થશે. જો તમે રોજગાર માટે ભટકી રહ્યા છો તો આ સપ્તાહમાં નોકરીના પણ સંકેતો છે અને અગાઉથી જ નોકરી કરતા લોકોને સારી ઓફરના પણ સંકેતો વર્તાઈ રહ્યા છે. કાર્યક્ષેત્રમાં સિનિયર અને જુનિયર લોકોનો લાભ મળશે. કોઈ સારું સન્માન પણ મળી શકે છે. તેમજ જીવનસાથી સાથે કોઈ તીર્થયાત્રા પણ જવાનો પણ પ્રોગ્રામ બની શકે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Astrology Horoscope Weekly Horoscope કર્ક મિથુન રાશિ સાપ્તાહિક રાશિફળ weekly horoscope
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ