બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / According to a report published in the Canadian Institute of Food Safety, red kidney beans contain a toxin called phytohaemagglutinin.

ખાસ ધ્યાન રાખજો.. / લાલ રાજમામાં મળી આવ્યું ઝેર, નવા સંશોધનમાં થયો એવો ખુલાસો કે ચારે બાજુ ખળભળાટ મચી ગયો

Pravin Joshi

Last Updated: 10:24 PM, 24 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેનેડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફૂડ સેફ્ટીમાં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ લાલ રાજમામાં ફાયટોહેમેગ્લુટીનિન નામનું ઝેર મળી આવ્યું છે. કેનેડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફૂડ સેફ્ટીમાં પ્રકાશિત થયેલા અહેવાલથી હાહાકાર મચી ગયો છે.

  • રાજમા ઉત્તર ભારતીયો માટે પ્રિય ખોરાક માનવામાં આવે છે
  • હાલમાં લાલ રાજમાને લઈને કરવામાં આવ્યો મોટો ઘટસ્ફોટ
  • લાલ રાજમામાં ફાયટોહેમેગ્લુટીનિન નામનું ઝેર મળી આવ્યું
  • કેનેડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફૂડ સેફ્ટીના અહેવાલમાં ખુલા

રાજમા ઉત્તર ભારતીયો તેમાં પણ ખાસ કરીને દિલ્હી અને પંજાબના લોકો માટે પ્રિય ખોરાક છે. દિલ્હી અને પંજાબમાં તમને દરેક જગ્યાએ રાજમા ચોખાની લારીઓ અને દુકાનો જોવા મળશે. ત્યાં લોકો સવારના નાસ્તામાં તેની મજા લે છે. હવે તમે વિચારતા જ હશો કે આપણે ઘણા વર્ષોથી આ ખાઈએ છીએ અને આજ સુધી આપણને કંઈ થયું નથી, તો હવે શું થશે. પરંતુ આ તે છે જ્યાં તમે ભૂલ કરી રહ્યા છો. એક સંશોધન મુજબ લાલ રાજમામાં એક પ્રકારનું ઝેર જોવા મળ્યું છે, જેને અંગ્રેજીમાં રેડ કીડની બીન્સ કહેવામાં આવે છે. આવો અમે તમને સંશોધન વિશે અને તેમાં મળેલા ઝેર વિશે જણાવીએ..

benefits of rajma dal

સંશોધન શું કહે છે?

કેનેડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફૂડ સેફ્ટીમાં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ લાલ રાજમામાં ફાયટોહેમેગ્લુટીનિન નામનું ઝેર જોવા મળે છે. જો તમારા શરીરમાં ફાયટોહેમાગ્લુટીનિનનું પ્રમાણ વધી જાય તો તે તમારા આંતરડાને નુકસાન પહોંચાડી શકે છે. તેના કારણે પણ તમે ડાયેરિયાનો શિકાર બની શકો છો. બીજી તરફ યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) ના રિપોર્ટ અનુસાર જો તમે સૂકા લાલ રાજમાને 10 મિનિટથી ઓછા સમય માટે રાંધો છો તો તેની અંદરનું ઝેર પાંચ ગણું વધી જાય છે.

રોજ એક મુઠ્ઠી રાજમા ખાઈ લેવાથી શરીર પર થાય છે ગજબની અસર, મળશે એકસાથે 8  ફાયદા | Health Benefits Of Kidney Beans

લાલ રાજમા અને સફેદ રાજમા વચ્ચેનો તફાવત

એક તરફ જ્યાં લાલ રાજમા ઝેરી હોવાનું કહેવાય છે, ત્યાં સફેદ રાજમા વિશે આવું કંઈ કહેવાયું નથી. સફેદ દાળોને ચિત્રા કઠોળ કહેવાય છે. આ રાજમા સંપૂર્ણપણે લાલ નથી, તેના પર આછા ભૂરા રંગના પટ્ટાઓ છે. તેનો જન્મ હિમાલયની તળેટીમાં થયો છે. તેમાં લાલ રાજમા કરતાં વધુ પ્રોટીન હોય છે. જો તમે તેને આખી રાત પલાળી રાખો અને તેને 15 થી 20 મિનિટ સુધી ઉકાળો તો તે વધુ ફાયદાકારક બને છે. જો કે, તેમને કાચા ન ખાવા જોઈએ. કાચા રાજમા ખાવાથી તમારા પેટની બિમારી થઈ શકે છે. એટલા માટે કોઈપણ રાજમા ખાઓ તેને સારી રીતે રાંધીને ખાઓ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ