ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / accident between two cars near Nadiad Highway, 5 killed, 3 injured

રવિવાર બન્યો ગોઝારો / નડિયાદ હાઈવે નજીક બે કાર વચ્ચે મોટો અકસ્માત, 5ના મોત જ્યારે 3 ગંભીર

Published By: Kashyap

Last Updated: 10:51 PM, 16 August 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે રવિવારની રાતે નડિયાદ નજીક નેશનલ હાઈ વે પર ગમખ્વાર અકસ્માતની ઘટના બની હતી. બે કાર વચ્ચે થયેલો આ અકસ્માત એટલો ભયાનક હતો કે તેમાં 5 લોકોના મોત થયાં હતાં.

ADVERTISEMENT

રવિવારની રાતે નડિયાદ નેશનલ હાઈવે નજીક પીજ ચોકડી પાસે મોટો અકસ્માત થયો હતો જેમાં 5 લોકોના મોત થયા હતાં. આ અકસ્માત ત્યારે થયો જ્યારે નડિયાદથી અમદાવાદ જઈ રહેલી કાર એકબીજા સાથે ટકરાઈ હતી. જેમાં 5 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે અને 3 લોકોની હાલત ગંભીર હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. 

અકસ્માતમાં મૃત પામેલા લોકોમાં બે મહિલા, બે બાળકો અને એક પુરૂષ હતાં. નડિયાદથી અમદાવાદ જઈ રહેલી એક લક્ઝુરિયસ કાર અને સ્વિફ્ટ કાર વચ્ચે આ અકસ્માત સર્જાય હતો. 

અકસ્માતમાં ઘાયલ લોકોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે. જ્યારે અકસ્માતની જાણ થતાં પોલીસ પણ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. 

સંકળાયેલા મુદ્દાઓ

Injured accident killed nadiad અકસ્માત નડિયાદ Accident

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ