બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / ACB and ED will review the files passed from Anand Collector's office

ખુલાસો / આણંદ સ્પાયકાંડ કેસનો ખેલ ઉઘાડો પડ્યો: એક અંગૂઠે થતો કરોડો 'વહીવટ', મળતીયા પાસેથી મળ્યું મશીન

Vishal Khamar

Last Updated: 07:19 PM, 24 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આણંદ કલેક્ટર કચેરીમાં સ્પાય કેમેરા મામલે હવે તપાસમાં ACB તેમજ ED એ તપાસનાં ચક્રોગતિમાન કર્યા છે. ACB તેમજ ED દ્વારા કલેક્ટર કચેરીમાંથી ક્લિયર થયેલી ફાઈલોનું રિવ્યું કરવામાં આવશે. ત્યારે જે.ડી. પટેલ બિનખેતીની ફાઈલ ક્લીયર કરવા લાંચ લેતો હતો.

 

  • આણંદ કલેકટર કચેરીમાં સ્પાય કેમેરા લગાવવાનો કેસ
  • કચેરીમાંથી ક્લિયર થયેલી ફાઈલોનું ACB અને ED કરશે રિવ્યુ
  • જે.ડી પટેલ બિનખેતીની ફાઇલ ક્લીયર કરવા લેતો હતો લાંચ

 આણંદ કલેક્ટર કચેરીમાં સ્પાય કેમેરા લગાવવા મામલે એક પછી એક મોટા ખુલાસા થઈ રહ્યા છે.  ત્યારે કેતકી વ્યાસ અને જેડી પટેલ ફરતે ગાળિયો કસાયો છે.  ત્યારે હવે તપાસમાં ACB તેમજ ED એ ઝંપલાવ્યું છે.  કલેક્ટર કચેરીમાંથી ક્લીયર થયેલ તમામ ફાઈલોનું રિવ્યું એસીબી તેમજ ઈડી લેશે. ત્યારે જે ડી પટેલ બિનખેતીની ફાઈલ ક્લીયર કરવા માટે લાંચ લેતો હતો. તેમજ કલેક્ટરમાંથી બિનખેતીની ફાઈલ મંજુર થયા બાદ 7/12  માં એન્ટ્રી કરવાની હોય છે. જેમાં જે ડી પટેલની ફિંગરપ્રિન્ટથી 7/12 માં એન્ટ્રી પડતી હતી. 

નોંધ પાડવા માટેનો વહીવટ થયા બાદ ફિંગરપ્રિન્ટ થતી હોવાનો આક્ષેપ 
કલેક્ટર દ્વારા બિનખેતીની ફાઈલ સમય મર્યાદામાં નિકાલ કરવામાં આવતો હતો. જે બાદ જે. ડી. પટેલ ફિંગરપ્રિન્ટ નહી આપી નોંધ દાખલ કરવા માટે ઠાગાઠૈયા કરતો હતો. તેમજ પોતાને મળેલી સત્તાનો જે ડી પટેલે વહીવટ કરવામાં દુરૂપયોગ કર્યો હતો.  એલસીબીને જે.ડી. પટેલનાં મળતીયા હરીશ ચાવડાની કારમાંથી ફિંગર પ્રિન્ટ મશીન મળી આવતા જપ્ત કર્યું હતું. જેનો ઉપયોગ નોંધ પાડવા માટેનો વહીવટ થયા બાદ ફિંગરપ્રિન્ટ થતી હોવાનો આક્ષેપ છે. અને જે ડી પટેલની ફિંગર બાદ જ 7/12 માં બિનખેતીની નોંધ કરવામાં આવતી હતી.  

હાલ કેતકી વ્યાસ બિલોદરા જેલમાં કેદ
આણંદ કલેક્ટર ડી.એસ ગઢવીની ઓફિસમાં સ્પાય કેમેરા લગાવવા મામલે પોલીસે ADM કેતકી વ્યાસ, નાયબ મામલતદાર જે.ડી પટેલ અને હરેશ ચાવડા વિરુદ્ધ ગુનો નોંધી ત્રણેયની ધરપકડ કરી હતી. જો કે, સમગ્ર મામલાને લઈ ADM કેતકી વ્યાસને સસ્પેન્ડ કરાઈ છે. અત્રે જણાવી દઈએ કે, આરોપી કેતકી વ્યાસ બિલોદરા જેલમાં કેદ છે.
ADM કેતકી વ્યાસને કરાયા સસ્પેન્ડ 
આણંદ કલેકટર કચેરીમાં સ્પાયકાંડને લઇને કાર્યવાહી ધમધમાટ ચાલી રહ્યો છે. સસ્પેન્ડેડ કલેક્ટર ડી.એસ.ગઢવીના સ્પાયકાંડમાં કેતકી વ્યાસ સંડોવાયેલ છે. સ્પાયકાંડની પૂછપરછમાં કરોડોની જમીન ઉપરાંતના વહીવટ બાબતના ખુલાસા થયા છે. કેતકી વ્યાસના કૌભાંડના પણ એક બાદ એક ખુલાસા સામે આવી રહ્યાં છે.
કેતકી વ્યાસનો વધુ એક વિવાદ
સ્પાયકાંડની આરોપી કેતકી વ્યાસનો વધુ એક વિવાદ સામે આવ્યો છે. બાવળાનો એક પરિવાર કેતકી વ્યાસના કૌભાંડનો શિકાર બન્યો હતો. પરિવારને ફસાવવા કેતકી વ્યાસે ખોટી ફરિયાદ હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.  મહેન્દ્રસિંહ ચૌહાણે ખોટા ઓર્ડર અંગે કેતકી વ્યાસ પર સવાલ ઉઠાવતા ફરિયાદ કરી છે. કેતકી વ્યાસે તેમની બદલીના દિવસે જ મારી વિરુદ્ધ ખોટી FIR નોંધાવી હતી તેમજ ફરિયાદમાં જે આરોપ લગાવ્યા છે તે તમામ પાયાવિહોણા છે તેમ મહેન્દ્રસિંહ ચૌહાણે જણાવ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ