બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / About 20 cases of dog bites are coming to Jamnagar GG Hospital every day

આતંક / તંત્ર હાથ પર હાથ દઈ બેઠું: જામનગરમાં છ મહિનામાં પાંચ હજાર લોકોને શ્વાન કરડવાના બનાવો, જરૂરી પગલાં ઝીરો

Dinesh

Last Updated: 11:10 PM, 11 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

jamnagar news : જામનગરની જી જી હોસ્પિટલમાં દરરોજ 20 જેટલાં કેસ તો ફક્ત શ્વાન કરડવાના આવી રહ્યા છે, કેસ વધવાના કારણે હોસ્પિટલમાં એન્ટી રેબિટ ક્લિનિક શરુ કરવામાં આવી છે

  • જામનગરમાં રખડતા શ્વાનનો ત્રાસ
  • ડોગ બાઈટસ દર રોજ 20 કેસ નોંધાઈ રહ્યાં છે
  • જાન્યુઆરીમાં 837 કેસ નોંધાયા 


જામનગરમાં છેલ્લા કેટલાક સમયથી ડોગ બાઈટસના કેસમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. સરકારી આંકડા જણાવે છે કે, છેલ્લા છ મહિનામાં પાંચ હજાર શ્વાન કરડવાના કેસ નોંધાયા છે. જામનગરની જી જી હોસ્પિટલમાં દરરોજ 20 જેટલાં કેસ તો  ફક્ત શ્વાન કરડવાના આવી રહ્યા છે. ડોગ બાઈટ્સના કેસ વધવાના કારણે હોસ્પિટલમાં એન્ટી રેબિટ્સ ક્લિનિક શરુ કરવામાં આવી છે. 

પ્રતિકાત્મક તસવીર

જાન્યુઆરીમાં 837 કેસ
હોસ્પિટલના ત્રણ નંબરના વોર્ડમાં શ્વાન કરડવાને લગતા દર્દીઓને રસી આપવાથી લઈને સારવાર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. ડોગ કરડવાના કેસની મહિના વાઈઝ વાત કરીએ તો જાન્યુઆરીમાં 837, ફેબ્રુઆરીમાં 834 કેસ, માર્ચમાં 817 કેસ, એપ્રિલમાં 761 કેસ, મેમાં 792 કેસ, જુનમાં 689 કેસ, જુલાઈમાં 706 કેસ, ઑગસ્ટમા 599 કેસ નોંધાયા છે. જામનગર શહેરની વાત કરીએ તો 5 વર્ષ પહેલા મહાનગર પાલિકા દ્વારા શ્વાન ખસીકરણની કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં 5 હજાર શ્વાનનું ખસીકરણ કરવામાં આવ્યું હતું.

નક્કર પગલાં લેવાની માંગ
સ્ટેન્ડિંગ કમિટીમાં ફરીથી શ્વાનના ખસીકરણની સૈદ્ધાતિક મંજૂરી મળી ગઈ છે. જેની ટેન્ડરિંગ પ્રક્રિયા બાદ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. શહેરમાં રણજિતસાગર ડેમ નજીક ઢોરના ડબ્બા ખાતે શ્વાન ખસિકરણની કાર્યવાહી કરવામાં આવે છે. અહીં શ્વાનને બે દિવસ રાખવામાં આવે છે ત્યારબાદ જે તે વિસ્તારમાં ફરી છોડવામાં આવે છે. છેલ્લા છ માસના આંકડા પર નજર કરીએ તો ડોગ બાઈટ્સના કેસમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. ત્યારે તંત્ર દ્વારા આ અંગે નક્કર પગલાં લેવામાં આવે તેવી માંગ પણ ઉઠવા પામી છે.

પ્રતિકાત્મ તસવીર

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ