ઝારખંડ રોપ-વે દુર્ઘટનામાં 40 કલાકથી અનેક લોકોના જીવ હવામાં ફસાયેલા છે. ગઈકાલે એક રેસ્ક્યૂ ઓપરેશન દરમિયાન એરફોર્સનું હેલિકોપ્ટર પકડવા જતાં પડી જતાં એક યુવકનું મોત થયું હતું,
દેવઘર રોપ-વે અકસ્માતમાં હજી પણ 10 લોકો ફસાયા છે.
બચાવ દરમિયાન એક વ્યક્તિનું પડી જવાથી મોત નીપજ્યું
સેનાએ હાલ 38 પ્રવાસીઓને સુરક્ષિત રીતે બચાવી લીધા
દેવઘર રોપ-વે અકસ્માતમાં હજી પણ 10 લોકો ફસાયા છે.
ઝારખંડના દેવઘરમાં રોપ-વે અકસ્માતના લગભગ 40 કલાક બાદ પણ બચાવ કામગીરી પૂર્ણ થઇ શકી નથી. રોપ-વે પર ટ્રોલીમાં હાલ 10 લોકો છે. બચાવ કામગીરી દરમિયાન એરફોર્સના હેલિકોપ્ટરને પકડવાનો પ્રયાસ કરતી વખતે પડી જતા એક યુવાનનું મોત નીપજ્યું હતું. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
देवघर हादसा- रेस्क्यू ऑपरेशन के दौरान एक शख्स को ट्रॉली से निकाल कर हेलीकॉप्टर पर लाने के दौरान हाथ छूटा, ऊंचाई से शख्स नीचे खाई में गिरा, गिरने वाले की हुई मौत, कुल मौत की संख्या हुई 3#Deoghar#DeogharRopewayAccidentpic.twitter.com/m81pje20u9
રોપ-વેનું સંચાલન કરતી દામોદર પ્રાઈવેટ લિમિટેડ કંપનીના જનરલ મેનેજ મહેશ મહાતોના જણાવ્યા અનુસાર રોપ-વે ક્રેશમાં 8 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થયું હતું. જ્યારે 48 લોકો રોપ-વેમાં ફસાયા હતા. બચાવ દરમિયાન એક વ્યક્તિનું પડી જવાથી મોત નીપજ્યું હતું.
સેનાએ હાલ 38 પ્રવાસીઓને સુરક્ષિત રીતે બચાવી લીધા
હાલ 38 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. અને હજુ 10 લોકો રોપ-વેમાં ફસાયા છે. મહેશ મહાતોના જણાવ્યા અનુસાર, રાતના કારણે રેસ્ક્યુ બંધ કરી દેવામાં આવ્યું હતું. અને ત્યાં ફસાયેલા લોકોને ડ્રોન દ્વારા ખોરાક અને પાણી પહોંચાડવામાં આવ્યું હતું.
રઘુબર દાસે અનેક આરોપ લગાવ્યા
ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી અને સહ-ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રઘુબરદાસે જણાવ્યું હતું કે, આ નિષ્ક્રિય સરકારના કારણે દેવઘરમાં યાત્રીઓ રોપ-વેમાં હવામાં લટકી રહ્યાં છે. કોઈ સરકારી પ્રતિનિધિ ઘટના સ્થળે પહોંચ્યો ન હતો. ન તો આપત્તિ મંત્રી કે ન તો પર્યટન મંત્રી, જેઓ આ વિસ્તારમાંથી આવ્યા હતા અને ગઈ કલાકે દેવઘરમાં હતાં. જે બતાવે છે કે, હેમંત સરકાર આ ઘટનાને લઈને કેટલી ગંભીર છે. તેમણે કહ્યું કે, સાંજે આ ઘટના બન્યા બાદ એનડીઆરએફને તૈનાત કરવામાં આવી હતી, પરંતુ ગઈકાલે જ સમજી શકાયું હતું કે, સેનાની મદદ વગર બચાવ અને રાહત કામગીરી શક્ય નથી.
શું છે સમગ્ર ઘટના
રવિવારે દેવઘરના ત્રિકુટા પહાડો પર રામનવમી પર સેંકડો પ્રવાસીઓ પ્રાર્થના કરવા અને ફરવા માટે પહોંચ્યા હતાં. રોપ-વેની એક ટ્રોલી નીચે આવી રહી હતી. જે ઉપર જતી ટ્રોલી સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં ટ્રોલી પર સવાર લોકો ઘાયલ થયા હતાં. આ ઘટના ત્યારે બની જ્યારે લગભગ બે ડઝન ટ્રોલી હવામાં અટકાઈ ગઈ હતી.